Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust
View full book text
________________
♦ જ્યાં ગામવગેરેમાં આદાન વગેરે દ્રવ્યની આવક માટે ઉપાય નથી, ત્યાં અક્ષત, બલિ વગેરે દ્રવ્યથી જ પ્રતિમાઓની પૂજા થાય છે.
—શાસ્ત્ર શ્રાદ્ધવિધિ ટીકા. • પ્રશ્ન :- જિનાલયમાં ધોતી ધરે છે તે કયા સૂત્ર કે પ્રકરણમાં છે ? તથા કુમતિઓ એમકહે છે કે ધરવામાં આવેલું ધોતી દેવનિર્માલ્ય બને છે તો તેનાં ફૂલ વગેરે લાવી કેમચડાવે છે? આ પ્રશ્ન છે. તેનો ઉત્તર ઃ
ઉત્તર :- ધોતી ધરવાની પરંપરા જણાય છે તથા તે નિર્માલ્ય નથી કહેવાતું; કારણ કે શ્રાદ્ધવિધિ ટીકામાં કહ્યું છે કે ભોગથી વિનષ્ટ થયેલ દ્રવ્યને ગીતાર્થો નિર્માલ્ય કહે છે. –શાસ્ર સેનપ્રશ્ન. મંગલ દ્રવ્ય, નિધિ દ્રવ્ય અને શાશ્વત દ્રવ્ય એ સર્વ શબ્દો એકાર્થવાચી છે; તે દ્રવ્ય, આશાતનાના ત્યાગપૂર્વક, યતના વડે, સ્થાપવું.
–શાસ્ત્ર સંબોધપ્રકરણ-ગાથા-૯૬ જિન ભવન, જિન બિમ્બ, જિન યાત્રા તથા જિનેશ્વરના સ્નાત્ર વગેરે પ્રવૃત્તિના હેતુરૂપ, હિરણ્ય વગેરે રૂપ ચૈત્ય દ્રવ્યની વૃદ્ધિ એટલે કે ઉપચય કરવાનું ઉચિત છે. –શાસ્ત્ર ઉપદેશપદ. • પંદર કર્માદાન તથા કુંવ્યાપાર વર્જીને સદ્-વ્યવહારથી વિધિ મુજબ જ તેની વૃદ્ધિ કરવી. –શાસ્ત્ર શ્રાદ્ધવિધિ. • જે અજ્ઞાની અને મોહમૂઢ મનુષ્યો શ્રી જિનેશ્વરની આણા રહિતપણે જિનદ્રવ્યની વૃદ્ધિ કરે છે તે ભવસમુદ્રમાં ડૂબે છે.
–શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા. • જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યને વધારનાર આત્મા તીર્થંકર પણું પામે છે.
જિનપ્રવચન વૃદ્ધિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણોના પ્રભાવક એવા દેવદ્રવ્યનું રક્ષણ કરનાર પરિમિત સંસારી બને છે.
—શાસ્ત્ર સપ્તતિકા ગાથા ૨૩-૨૪ ♦ દેવદ્રવ્ય હોય તો પ્રતિદિન ચૈત્યનું સમારચન, મહાપૂજા તથા સત્કાર સંભવે છે અને ત્યાં પ્રાયઃ યતિજનોનું આગમન થાય છે; તેમના વ્યાખ્યાન શ્રવણ વગેરેથી જિન પ્રવચનની વૃદ્ધિ થાય છે. અને એ રીતે જ્ઞાન વગેરે ગુણોની પ્રભાવના થાય છે તે તાત્પર્ય.
–શાસ્ત્ર શ્રાદ્ધવિધિ.