Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust
View full book text
________________ * દેવાધિદ્રવ્ય હોય તો પ્રતિદિન ચૈત્ય વગેરેનું સમારચન, મહાપૂજા, સત્કાર, સન્માન, અવખંભ વગેરે સંભવે છે અને ત્યાં પ્રાયઃ યતિજનોનું આગમન હોય છે. –શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા. દેવદ્રવ્ય હોય તો જિન મંદિરમાં પ્રતિદિન પૂજા અને સત્કારનો સંભવ છે. ત્યાં પ્રાય: યતિજનોનું આગમન હોય છે. –શાસ્ત્ર શ્રાદ્ધદિનકૃત્ય-ગાથા-૧૪૨ * ઉદાયને મૂલપ્રતિમાજીની પૂજા માટે બાર હજાર ગામઆપ્યાં; ત્યાર પછી તેણે પ્રભાવતી દેવીની આજ્ઞાથી નૂતનપ્રતિમાજીની પૂજા કરી. –શાસ્ત્ર શ્રી પર્યુષણા અષ્ટાલિકા વ્યાખ્યાન : શ્રી વિજયલક્ષ્મી સૂરિ. જે શ્રાવક જિનદ્રવ્યનું ભક્ષણ કરે છે અથવા તેની ઉપેક્ષા કરે છે તે પ્રજ્ઞાહીન બને છે અને પાપકર્મથી લેપાય છે. –શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા-ગાથા-૧૩. તેનો (ચૈત્યદ્રવ્યનો) વિનાશ કરવાથી બોધિવૃક્ષના મૂળમાં અગ્નિ મુકાય છે. તેમથવાથી પાછું તે નવું નથી બનતું એમઅર્થ છે. અહીં રહસ્ય આ છે : ચૈત્યાદિ દ્રવ્યનો વિનાશ થતાં પૂજા વિ.નો લોપ થાય છે. પરિણામે તેનાથી થતાં પ્રમોદ, પ્રભાવના તથા પ્રવચન-વૃદ્ધિનો અભાવ થાય છે; તેથી ગુણશુદ્ધિ વધતી અટકે છે. તેથી મોક્ષમાર્ગનો વ્યાઘાત થાય છે; કેમકે કારણના અભાવમાં કાર્યન થઈ શકે. –શાસ્ત્ર દ્રવ્યસપ્તતિકા. છે જેના વડે ચૈત્ય દ્રવ્યનો વિનાશ થયો છે, તેના વડે જિનબિમ્બની પૂજા અને દર્શનથી આનંદિત થતાં ભવસિદ્ધિઆત્માઓના સમ્યગ્દર્શન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન તથા નિર્વાણના લાભોનો પ્રતિષેધ કરાયો. –શાસ્ત્ર વસુદેવહિંડી. પ્રશ્ન :- જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં ઉપયોગી હોઈ શકે કે નહિ? જો હોઈ શકે તો દેવપૂજામાં કે દેવમંદિર વગેરેમાં? ઉત્તર :-દેવદ્રવ્ય એક જ ક્ષેત્રમાં, જ્ઞાનદ્રવ્ય બે જ ક્ષેત્રમાં અને સાધારણ) દ્રવ્ય સાત ક્ષેત્રમાં જ વાપરી શકાય એમશ્રી જૈન સિદ્ધાંત છે. એ મુજબનું કથન કરતો શ્લોક ઉપદેશ સતિકાના અંતભાગમાં છે. તે અનુસાર જ્ઞાનદ્રવ્ય દેવપૂજામાં અને (વૃદ્ધ પણ્ડિત કનકવિજયગણિ કૃત પ્રશ્નો) Tગઃ જય જિનેન્દ્ર અમદાવાદ મો-૯૮૨૫૦ 24204