Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust
View full book text ________________
જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ
(૧૭ નંબરનું ચાલુ)
આવક
સંઘપતિને તિલકનો ચડાવો.
જન્મવાંચન દિવસે સંઘના મહેતાજી બનવાનો ચડાવો.
કંકોત્રીમાં લિખિતંગનો ચડાવો.
બેસતા વર્ષે પેઢી ખોલવાનો/સંઘના મુનિમ બનવાનું પહેલી પહોંચ ફાડવાની/સંઘને ગુલાબજળ દ્વારા અમી છાંટણાની બોલીની આવક. શાલિભદ્રનો ભંડા૨/૯૯ પેટીની આવક.
જન્મવાંચન દિને સકલ સંઘને ગુલાબજળ દ્વારા અમી છાંટણા કરવાનો વધાવવાનો ચડાવો.
કુમારપાળ બનવાનો ચડાવો. (આરતીનો અલગ હોય તો) જન્મવાંચન દિને શાલિભદ્ર વગેરેને તિલક કરવાનોં ચડાવો. કોઈપણ ચડાવો લેનારનું બહુમાન કરવાના ચડાવાની આવક. સંઘ સદસ્ય/મેમ્બર શીપનો નકરો.
દીક્ષાર્થીનું બહુમાન/વધામણા/વિદાય તિલકનો ચડાવો. તપના બિયાસણા-પારણા-અત્તરપારણા કે તપસ્વીઓના બહુમાનના ચડાવા કે નકરા.
સર્વ-સાધારણ ફંડ/ટીપ ફોટા-તકતી વગેરે સ્કીમોથી આવક. પેઢીનું મકાન/ગેટ વગેરે ઉપર નામના ચડાવા વગેરેની આવક. ઉપાશ્રયમાં કંકુથાપા કરવાનો ચડાવો.
ધાર્મિક મહોત્સવમાં સાધર્મિક ભક્તિ કે નવકારશી જમણ વગેરેના નકરા કે ચડાવો.
ફુલે ચુંદડીની આવક.
ઉપાશ્રયમાં પાણીની પરબની નામકરણની આવક.
ચોમાસા પ્રવેશ વખતે ૧૨ કે ૪ મહિના માટે ઉપાશ્રય દ્વારોદ્દઘાટનનો ચડાવો.
વ્યાખ્યાન મંડપ ઉપર નામકરણનો ચડાવો.
ચડાવાઓ લેનારને તિલક, શ્રીફળ-હારના ચડાવા.
ધાર્મિક મહોત્સવ માટે મંડપ ઉપર નામકરણના ચડાવા.
તપના ઉજમણારૂપે તપસ્વીના સામુદાયિક વરઘોડામાં બગી વગેરેના ચડાવા કે નકરાની આવક.
નૂતન દીક્ષાર્થીનું ગુરુજીએ પાડેલું નામ, સમસ્ત શ્રી સંઘ સમક્ષ ઘોષિત કરવાનો ચડાવો.
(14)
Loading... Page Navigation 1 ... 12 13 14 15 16 17 18 19 20