Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય પરંપરા આધારિત શુદ્ધ વહીવટ - જાવક (૧) કલ્પિત દેવદ્રવ્ય ખાતું: દૂધ-કેશર, સુખડ, ધૂપ, અંગલુછણા વગેરે પૂજન સામગ્રીનો ખર્ચ દેરાસર માટે સઝાડુ-વાંસદી વગેરે. થાળી-વાડકી-કળશ વગેરે દેરાસરના ઉપકરણોનો ખર્ચ. દેરાસરનું લાઈટબીલ, ટેકસ, દેરાસર નવનિર્માણ. અજૈન પૂજારી/વોચમેનને પગાર, બોનસ, લોન, રહેવા માટે જગ્યાનું ભાડું વગેરે. (તેની પાસે દેરાસર સિવાયનું કોઈપણ કામ-ઉપાશ્રય/પેઢી, ટ્રસ્ટીનું કે ગોચરીના ઘર બતાડવાનું ન કરાવાય, જો કરાવાય તો તેટલું સાધારણમાંથી) દેરાસર શણગાર - દેરાસર તથા તીર્થ મંદિર સંબંધી લિગલ કેસ. સુપન કે તેની ફુલ-મોતી-સોનાની માળા વગેરે ખર્ચ. માત્ર પ્રભુભક્તિ માટે-ડેકોરેશન-અજૈન સંગીતકાર-માઈક-વાજીંત્રો વગેરેનો ખર્ચ. (વ્યક્તિગત ન હોય તો.) * રથયાત્રામાં વરઘોડામાં રથ-પ્રભુજી સંબંધી ખર્ચ. દેરાસર માટે સિંહાસન, ભંડાર, ત્રિગડું, સુપનો, પારણું, સ્ટોરેજ કબાટ, અલાર્મ સિસ્ટમ, લાઈટીંગ, સી.સી.ટીવી કેમેરા. ભગવાનના આભૂષણો બનાવવા. બાર મહિને એક-બે વાર મહાપૂજા તેમજ તીર્થ રક્ષા માટે. દેરાસરમાં તીર્થપટ્ટો બનાવવા ૦ દેરાસરના જીર્ણોદ્ધાર માટે. દેરાસરમાં આરસમાં કોતરેલા પ્રભુના જીવન ચરિત્રો બનાવવા. ભગવાનની પાછળ ચાંદીના પૂંઠીયા-ચંદરવા. દેરાસર માટે જ જમીન ખરીદી. દેવકું સાધારણ દ્રવ્ય પણ આ કાર્યોમાં વપરાય છે. નવા જિનપ્રતિમા બનાવવા. અંજનશલાકા માટે ભગવાન માટેનો મંડપ-પંચકલ્યાણકની ઉજવણી મંડપ તથા ભગવાન માટેના ખર્ચા થઈ શકે. વધે તે કલ્પિત દેવદ્રવ્યમાં જમા થાય.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20