Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ જાવક (૨) નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતું: ભગવાનના બાજુબંધ, મુગટ, ખોખું, હાર વગેરે તમામ આભૂષણો બનાવવા. દેરાસરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણ. ચોખા-ફળ-નૈવેદ્ય વગેરે પૂજારી કે દેરાસરના વોચમેન વગેરેને પગારમાં આપી શકાય. આરતીની થાળીમાં પૂજારી માટે મુકાયેલા પૈસા પૂજારી લઈ શકે. દેરાસર સંબંધી કોર્ટ કેસ-તીર્થો સંબંધી કોર્ટ કેસના ખર્ચા થઈ શકે. (૩) પૂજા દેવદ્રવ્ય ખાતું : લેપ-પ-ચક્ષુ-ટીકા-કપાલી-આભૂષણો વગેરે પૂજા સામગ્રીનો ખર્ચ. (જિનપૂજા સંબંધી) કેસર, સુખડ, ધૂપ, દૂધ, વાસક્ષેપ વગેરે. ભંડાર ખરીદીનું બીલ. દેરાસરની અંદર ગુરુમૂર્તિ કે અધિષ્ઠાયક દેવ-દેવીની મૂર્તિ પધરાવેલી હોય ત્યારે અષ્ટપ્રકારી પૂજાના ચડાવામાં તે બધા શામેલ છે તેમ સમજીને ચડાવા બોલાવાય છે. એટલે ગુરુમૂર્તિ કે દેવ-દેવીની વાસક્ષેપથી પૂજા વગેરે થાય તો દોષ લાગે નહીં. (૪) આંગી ખાતું : આંગીનો ખર્ચ, આંગી માટે સામાન, ઝવેરાત વગેરે માટે. વધારો કલ્પિત દેવદ્રવ્ય ખાતે જમા કરી શકાય. જ્ઞાન ખાતું : શાસ્ત્રો લખાવવા-છપાવવા, શાસ્ત્રોને પૂંઠા ચડાવવા વગેરે. જ્ઞાનભંડાર બનાવવો (સાધુ-સાધ્વી ઉતરી ન શકે પણ ભણવાં પૂરતા બેસી શકે.) જ્ઞાન ભંડારના કબાટો વગેરે. (સાધુ-સાધ્વીજી ઉપકરણો ન મુકી શકે.) જ્ઞાન ભંડાર માટે પુસ્તકો પ્રતો વગેરે વસાવવા માટે. સાધુ-સાધ્વીજીને ભણાવતા અજૈન પંડિતોને પગાર-બોનસ વગેરે. સાધુ-સાધ્વીજીઓને ભણવા માટે પુસ્તક પ્રતો-નોટ વગેરે માટે. (સ્કૂલ/પાઠશાળાના જૈન પંડિત માટે આ જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ ન થઈ શકે.)

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20