Book Title: Dharm Shraddha
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankarsuri

View full book text
Previous | Next

Page 4
________________ અંક વિનાનાં મીંડાઓનું જેટલું મૂલ્ય છે, તેટલું જ મૂલ્ય શ્રદ્ધા વિનાના જ્ઞાનનું અને શ્રદ્ધા વિનાના ચારિત્રપાલનનું છે. આજે ધર્મ થાય છે. ધર્મનાં અનુષ્ઠાને સેવાય છે, વાન પણ ભણાય છે, ચારિત્ર પણ પળાય છે, છતાં જેવી પ્રગતિ દેખાવી જોઈએ તેવી પ્રગતિ કેમ દેખાતી નથી? ધર્મ પ્રત્યે, ધર્મસ્થાન પ્રત્યે, ધમનુષ્ઠાન પ્રત્યે. ધર્મને ધેરી ધુરંધર પુરુષ પ્રત્યે કે તેમને અનુસરનારાઓ પ્રત્યે જગતનું જેવું આકર્ષણ થવું જોઈએ તેવું આકર્ષણ કેમ થતું નથી? શું જ્ઞાનની ખામી છે? ચારિત્રની ખામી છે? કિયાઓની ખામી છે? હશે, પણ તેટલી તે નહિ જ કે જેટલી શ્રદ્ધાની છે. અને એ શ્રદ્ધાની ખામીના પ્રતાપે જ, બીજી બધી ખામીઓ તેટલા પ્રમાણમાં પુરાતી નથી. કૃષિક્રિયાને વિકસાવવામાં મુખ્ય હેતુ જેમ પાળી છે, તેમ, જ્ઞાન ચરિત્ર કે ધર્મનિમિત્તક અનુષ્ઠાનને શોભાવનાર, દીપાવનાર કે વિકસાવનાર મુખ્ય હેતુ શ્રદ્ધા છે. શ્રદ્ધા જ્ઞાનને શોભાવે છે, ચારિત્રને દીપાવે છે અને યિાઓને વિકસાવે છે અથવા તે તે સર્વની સફલતા માટે શ્રદ્ધા એ એક અનિવાર્ય વસ્તુ છે. ઘર્મોન્નતિ અને તેને પરિણામે થતી વિશ્વોન્નતિને મેળવવી હોય, તે બીજા પ્રયત્નોને ગૌણ બનાવીને, સભ્ય શ્રદ્ધાને સુદઢ બનાવવાના પ્રયત્નોને જ સૌથી વધુ અગત્ય આપવાની જરૂર છે. શ્રદ્ધાને સુદઢ બનાવવાનો સહેલામાં રહેલા અને સેઉત્તમ ઉપાય અધિકારી પુરુષોના મુખે સમ્યગ જ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું નિયમિત શ્રવણ કરવું એ છે. એ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 269