Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 13
________________ ( હસ્તે નંખાયે, અને પોતાની લાગવગનો ઉપયોગ કરી, પ્રારંભમાં સારી રકમ એકઠી કરી ; અને શ્રાવિકાશ્રમનું પાલીતાણાના મહારાણી સાહેબના વરદ્ હસ્તે ઉદ્દઘાટન કર્યું છે. જે તે સંસ્થા હાલ ચાલુ છે. જૈન સમાજની આબાલવૃદ્ધ બહેનો આ સંસ્થામાં રહી ધાર્મિક અભ્યાસ કરી આત્મઉત્કર્ષ સાધે એજ ઉપરોક્ત સ્ત્રી સંસ્થાની સ્થાપના માટે તેમની ભાવના હતી. ભાવનગરમાં એક આદર્શ ગૃહિણી તરીકે જીવન જીવવા ઉપરાંત ધન સામગ્રીને દ્રવ્યય ગુપ્ત રીતે બહોળા પ્રમાણમાં કરતા હતા. તેથી પરિણામે સૂરજહેનનું સ્થાન જેના સમાજમાં અગ્રપદે આવ્યું હતું. શ્રેષ્ટિવર્ય નરોતમદાસભાઈને સહકાર સૂરજબહેનની દરેક પ્રવૃત્તિમાં ખૂબ જ પ્રશંસનીય હતા. એમના સમયમાં શ્રીયુત નરોત્તમદાસ જૈન સમાજના ગોહીલવાડનાં એક દાનવીર તરીકે તાજ વગરના રાજા હતા. સૂરજહેનને સંતાનમાં ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ હાલ હૈયાત છે. પૂર્વ ભવના કર્મ જન્ય વિપાકરૂપે તેત્રીશ વર્ષની ઉમ્મરે વૈધવ્ય પ્રાપ્ત થયું. શ્રેષ્ટિવર્ય નતમદાસના અવસાન સમયે તેમની ધીરજ અજોડ હતી. શેકને બદલે કર્મના સ્વરૂપની વિચારણા જાગી અને પછી પરિણામે વૈધવ્ય દશામાં અનુરૂપ એવું ધાર્મિક જીવન ગાળવાને વેગ વધાર્યો. પૂજ્યપાદ શ્રી વિજ્ય રામચંદ્રસૂરીજીના પ્રવચન અને ઉપદેશે એમના આત્મા R ઉપર અનેરું ઓજસ પ્રકટયું. તેમના જ સાનિધ્યમાં ત્રણ ઉપધાન સુખપૂર્વક પૂરા કર્યા, . અને તે ગુરુવર્ય પાસે પિતાની આત્મકથા વર્ણવી, ભવ આલેયણા લીધી. તપશ્ચર્યા પ્રત્યે ખૂબ જ ભાવ હોવાથી અને કરેલાં કર્મોને ભસ્મીભૂત કરવામાં અમેઘ શસ્ત્રરૂપ તપશ્ચર્યા છે એમ માન્યું અને સૂરીશ્વરજીએ તેમને પ્રાયશ્ચિતરૂપે છછું, અઠ્ઠમની વિધિ બતાવી. સંખ્યાબંધ છઠ્ઠ, અઠ્ઠમ એકી સાથે પૂરા કર્યા. વેધવ્ય બાદ કઈ દિવસ ખુલ્લે મેઢે તેઓ રહ્યા જ નથી. તદુપરાંત પ્રતિવર્ષે ચૈત્ર, આસોની આયંબીલની ઓળી વિધિવિધાન પk સહિત પોતાના શાંતાક્રુઝના બંગલામાં સેંકડો ભાઈ બહેન સાથે કરતા અને કરાવતા હતા. તું શાંતાક્રુઝમાં શ્રી જિનેશ્વર ભગવંતનું ગૃહ દેવાલય શેઠશ્રી નરોતમદાસે પિતાના બંગલામાં કરાવ્યું હતું, જ્યાં સૂરજ હેન નિરંતર દેવભક્તિ કરતા હતા. નુતન મંદિર શાંતાક્રુઝમાં થયા બાદ પ્રતિમાજીઓ ત્યાં પધરાવ્યા અને છેવટનું ચોમાસું કરવા પાલીતાણુ સં. ૧૯૯૮ માં આવ્યા, જે વખતે પૂજ્યપાદ આચાર્ય મહારાજ વિજયરામચંદ્રસૂરિજી સાહિત્યમંદિરમાં ચોમાસું રહ્યા હતા. પ્રારંભમાં સાત છઠ્ઠ અને બે અઠ્ઠમ કર્યા બાદ મા ખમણ લેવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 324