Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ દાન જાય. પાર વગરનાં દુ:ખ ભોગવે, એટલે એક્સેસેય (વધારે) થાય છે અને મિડિયમય રહે છે. વધારતું વહાવો, ધર્માદામાં! આ તો લોકસંજ્ઞાથી બીજાનું જોઈને શીખે છે. પણ જો જ્ઞાનીને પૂછીએને તો તે કહે કે, “ના, આ શું કરવા આમ આ ખાડામાં પડે છે ?” આ દુઃખના ખાડામાંથી નીકળ્યો ત્યારે આ પૈસાના ખાડામાં પડ્યો પાછો. વધારે હોય તો નાખી દે ધર્માદામાં અહીંથી. એ જ તારે ખાતે જમે થાય છે. ને આ બેન્કનું જમે નહીં થાય. અને અડચણ નહીં પડે તને. જે ધર્માદામાં નાખતો હોય, તેને અડચણ પડે નહીં. એનું વહેણ બદલો ! ખરે ટાઈમે તો એક ધર્મ જ તમને મદદ કરીને ઊભો રહે. માટે ધર્મના વહેણમાં લક્ષ્મીજી જવા દેજો. ફક્ત એક સુષમકાળમાં લક્ષ્મી મોહ કરવા જેવી હતી. એ લક્ષ્મીજી તો આવ્યા નહીં ! અત્યારે આ શેઠિયાઓને હાર્ટ ફેઈલ અને બ્લડ પ્રેશર કોણ કરાવે છે ? આ કાળની લક્ષ્મી જ કરાવે અહીં (અમેરિકામાં) તો ઉભરાય છે ય ખરું, પાછું બેસી ય જાય ને પાછું ઉભરાય છે ય ખરું. બેસી ગયેલાં પછી ય પાછું ઉભરાય. અહીં વાર નથી લાગતી ને ત્યાં (ઈન્ડીયામાં) તો બેસી ગયા પછી ઉભરાતા બહુ ટાઈમ જાય. એટલે ત્યાં તો સાત-સાત પેઢી સુધી ચાલતું. હવે બધી પુણ્ય ઘટી ગઈ છે. કારણ કે શું થાય છે ? કસ્તુરભાઈને ત્યાં જન્મ કોણ લે ? ત્યારે કહે, એવાં પણ્યશાળી એમનાં જેવાં જ હોય તે જ ત્યાં જન્મ લે. પછી એને ત્યાં કોણ જન્મે ? એવો જ પુણ્યશાળી પાછો ત્યાં જન્મે. એ કસ્તુરભાઈની પુણ્ય નથી કામ કરતી. એ પાછો બીજો એવો આવ્યો હોય તે પછી એની પુણ્ય, એટલે કહેવાય કસ્તુરભાઈની પેઢી અને અત્યારે તો એવાં પુણ્યશાળી છે જ ક્યાં છે ?! આ હમણે આ છેલ્લાં પચ્ચીસ વર્ષમાં તો કોઈ ખાસ એવું નથી. નહીં તો ગટરમાં વહી જશે ! પહેલાં તો લક્ષ્મી પાંચ પેઢી તો ટકે, ત્રણ પેઢી તો ટકે. આ તો લક્ષ્મી એક પેઢી જ ટકતી નથી. આ કાળની લક્ષ્મી કેવી છે ? એક પેઢી ય ટકતી નથી. એની હાજરીમાં ને હાજરીમાં આવે ને હાજરીમાં જતી રહે એવી આ લક્ષ્મી છે. આ તો પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. થોડી ઘણી મહીં પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી હોય, તે તમને અહીં આવવા પ્રેરણા કરે. અહીં ભેગા કરે ને તમને અહીં ખર્ચ કરાવડાવે. સારા માર્ગે લક્ષ્મી જાય, નહીં તો આ ધૂળધાણીમાં જતું રહેવાનું. બધું ગટરમાં જ જતું રહેશે. આ છોકરાંઓ આપણી લક્ષ્મી જ ભોગવે છે કે, આપણે છોકરાંઓને કહીએ કે તમે અમારી લક્ષ્મી ભોગવી. ત્યારે એ કહેશે, ‘તમારી શેની ? અમે અમારી જ ભોગવીએ છીએ.” એવું બોલે. એટલે ગટરમાં જ ગયું ને બધું પૈસાનો સ્વભાવ કેવો છે ? ચંચળ છે. એટલે આવે અને એક દહાડો પાછાં જતાં રહે. માટે પૈસા લોકોના હિતને માટે વાપરવા. જ્યારે તમારો ખરાબ ઉદય આવ્યો હોય ત્યારે લોકોને આપેલું તે જ તમને હેલ્પ કરે. એટલે પહેલેથી જ સમજવું જોઈએ. પૈસાનો સદ્વ્યય તો કરવો જ જોઈએને ચારિત્રનો ડાહ્યો થયો કે આખું જગત જીતી ગયો. પછી છોને બધું જ ખાવું હોય તે ખાય-પીવે ને વધારે હોય તો ખવડાવી દે. બીજું કરવાનું છે શું? કંઈ જોડે લઈ જવાય છે ? જે નાણું પારકાં માટે વાપર્યું એટલું જ નાણું આપણું, એટલી આવતા ભવની સિલક. એટલે કોઈને આવતા ભવની સિલક જો જમે કરવી હોય તો નાણું પારકા માટે વાપરો. પછી પારકો જીવ, એમાં કોઈ પણ જીવ, પછી એ કાગડો હોય ને એ આટલું ચાખી પણ ગયો હશે, તોય પણ તમારી સિલક ! પણ તમે ને તમારાં

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34