________________
દાન
૩૬
દાન
એક માણસ દાન આપ્યા કરતો હોય, ધર્મની ભક્તિ કર્યા કરે, મંદિરોમાં પૈસા આપે, બીજું બધું આખોય દહાડો ધર્મ કર્યા કરતો હોય, તેને જગતના લોક શું કહે કે આ ધર્મિષ્ઠ છે. હવે એ માણસનાં અંદરખાને શું વિચાર હોય કે કેમ કરીને ભેળું કરું ને કેમ કરીને ભોગવી લઉં ! અંદર તો એને અણહક્કની લક્ષ્મી પડાવી લેવાની ઈચ્છા બહુ હોય. અણહક્કનાં વિષય ભોગવી લેવામાં જ તૈયાર હોય !
એટલે ભગવાન એનો એક પૈસો ય જમે કરતાં નથી. એનું શું કારણ ? કારણ એ કે એ બધાં સ્થૂળકર્મ છે અને એ સ્થૂળકર્મનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે. લોકો આ સ્થૂળકર્મને જ આવતા ભવનાં કર્મ માને છે. પણ એનું ફળ તો અહીંનું અહીં જ મળી જાય છે અને સૂક્ષ્મકર્મ કે જે અંદર બંધાઈ રહ્યું છે, જેની લોકોને ખબર જ નથી. તેનું ફળ આવતા ભવે મળે છે !
આજે કોઈ માણસે ચોરી કરી, તે ચોરી એ સ્થૂળકર્મ છે. તેનું ફળ આ ભવમાં જ મળી જાય છે. જેમ કે એને અપજશ મળે, પોલીસવાળો મારે તે બધું ફળ, એને અહીનું અહીં મળી જ જવાનું.
લક્ષ્મી માટે ચાર્જિંગ ! પ્રશ્નકર્તા: બધા લોકો લક્ષ્મીની પાછળ બહુ દોડે છે. તો એનું ચાર્જ વધારે થાયને, તો એને આવતા ભવ લક્ષ્મી વધારે મળવી જોઈએ ને ?
દાદાશ્રી : આપણે લક્ષ્મી ધર્મને રસ્તે વાપરવી હોય એવું ચાર્જ કર્યું હોય તો વધારે મળે.
પ્રશ્નકર્તા : પણ આમ મનથી ભાવ કર્યા કરે કે મને લક્ષ્મી મળે, તો આવતા ભવમાં, આ ભાવ કર્યા, એ “ચાર્જ' કર્યું તો એને કુદરત લક્ષ્મી પૂરી ના પાડે ?
દાદાશ્રી : ના, ના, એનાથી લક્ષ્મી ના મળે. આ લક્ષ્મી મળવાના જે ભાવ કરે છે ને તેનાથી લક્ષ્મી મળતી હોય તો ય ના મળે. ઊલટો
અંતરાય પડે. લક્ષ્મી સંભારવાથી મળે નહીં, એ તો પુણ્ય કરવાથી મળે.
ચાર્જ' એટલે પુણ્યનું ચાર્જ કરે, તો લક્ષ્મી મળે. એ ય લક્ષ્મી એકલી ના મળે. પુણ્યના ચાર્જમાં જેની ઇચ્છા હોય, કે મને લક્ષ્મીની બહુ જરૂર છે, તો એને લક્ષ્મી મળે. કોઈ કહેશે, મારે તો ફક્ત ધર્મ જ જોઈએ, તો ધર્મ એકલો મળી જાય અને પૈસા ના ય હોય. એટલે એ પુણ્યનું પાછું આપણે ટેન્ડર ભરેલું હોય કે આવું મારે જોઈએ છે. એ મળવામાં પુણ્ય વપરાય. કોઈ કહેશે, “મારે બંગલા જોઈએ, મોટરો જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ'. તો પુણ્ય એમાં વપરાઈ જાય, ધર્મમાં કશું ના રહે. અને કોઈ કહેશે, મારે ધર્મ જ જોઈએ, મોટરો ના જોઈએ. મારે તો આવડી બે રૂમો હશે તો ય ચાલશે, પણ ધર્મ જ વધારે જોઈએ તો એને ધર્મ વધારે હોય ને બીજું ઓછું હોય. એટલે એ પુણ્યનું પોતાના હિસાબે પાછું ટેન્ડર ભરે.
આવી દાતતો ? ત્યાં દાત તક્કામું ત્યારે આ વીતરાગ વિજ્ઞાન તમને કેટલું મુક્ત કરે એવું સુંદર છે વિચારતાં નથી લાગતું ?! કેવું સુંદર છે ! જો સમજે તો ‘જ્ઞાની પુરુષ” પાસે સમજી લે અને બુદ્ધિ પોતાની સમ્યક્ કરાવી લે તો કામ ચાલે એવું છે. વ્યવહારમાં લોકો મારી પાસે બુદ્ધિ એમની સમ્યક કરાવી લે, ભલે જ્ઞાન ના લીધું હોય, તોય મારી સાથે થોડોક વખત બેસે તો બુદ્ધિ સમ્યક થઈ જાય, તે એનું કામ આગળ ચાલે ! આ જ્ઞાન ના હોય ત્યારે શી દશા થાય ? એવું જો માણસ સમજે તો કામનું !
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગર તો આનો પાર જ નથી આવે એવો.
દાદાશ્રી : પાર જ નથી આવે એવો. એ તો વાત જ કરવા જેવી નથી. એ પચાસ હજાર રૂપિયા દાન આપતો હોય, તોય તમને પાછો શું કહે, “આ શેઠનું દબાણ છે એટલે આપું, નહીં તો આવું નહીં.” પોતે એકલો જાણે એટલું જ નહીં. તમને હઉ જણાવે. પાછો બીજાને જણાવે કે હું તો