Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 26
________________ દાન ૪૪ કોઈ ધર્માદામાં લાખ રૂપિયા આપે અને તક્તી મૂકાવડાવે અને કોઈ માણસ એક રૂપિયો જ ધર્માદામાં આપે, પણ ખાનગી આપે, તો આ ખાનગી આપે એની બહુ કિંમત છે, પણ ભલેને એક જ રૂપિયો આપ્યો હોય. અને આ તક્તી મૂકાવી એ તો ‘બેલન્સ શીટ’ પૂરી થઈ ગઈ. સોની નોટ તમે મને આપી ને મેં તમને છૂટા આપ્યા, એમાં મારે લેવાનુંય ના રહ્યું ને તમારે દેવાનુંય ના રહ્યું ! તમે આ ધર્માદા કરીને પોતાની તક્તી મૂકાવી, તેને પછી લેવા-દેવાનું કશું રહ્યું નહીંને ! કારણ કે જે ધર્માદો આપ્યો, એનું એણે તક્તી મૂકાવી લઈ લીધું. અને જેણે એક જ રૂપિયો પ્રાઈવેટમાં આપ્યો હશે એનું લેવાઈ-દેવાઈ ગયું નથી, એટલે એને બેલેન્સ બાકી રહ્યું. અમે મંદિરોમાં ને બધે ફર્યા. ત્યાં કેટલીક જગ્યાએ આખી ભીંતો તક્તીઓ, તક્તીઓથી ભરેલી હોય ! એ તક્તીઓની વેલ્યુએશન (કિંમત) કેટલી ? એટલે કીર્તિ હેતુ માટે ! અને જ્યાં કીર્તિ હેતુ ઢગલેબંધ હોય ત્યાં માણસ જુએ જ નહીં કે આમાં શું વાંચવું ? આખા મંદિરમાં એક જ તક્તી હોય તો વાંચવા નવરો હોય, પણ આ તો ઢગલાબંધ, આખી ભીંતોના ભીંતો તક્તીઓવાળી કરી હોય તો શું થાય ? છતાંય લોક કહે છે કે મારી તક્તી મૂકાવજો ! લોકોને તક્તીઓ જ પસંદ છેને !! - લક્ષ્મી દીધી તે તક્તી લીધી ! પ્રશ્નકર્તા : કેટલાંક લોકો સમજ્યા વગર આપે તો અર્થય નહીં એનો. દાદાશ્રી : ના, સમજ્યા વગર ના આપે. એ તો બહુ પાકાં. એ તો પોતાના હિતનું જ કરે. પ્રશ્નકર્તા : ધર્મનું સમજ્યા વગર, નામ માટે આપે, તક્તી લગાડવા માટે આપે. દાદાશ્રી : એ નામ તો, હમણે આ નામનું થઈ ગયું ! પહેલાં તો નામનું નહીં. આ તો હમણે વેચવા માંડ્યા નામ, આ કળિયુગને લીધે. બાકી પહેલાં નામ-બામ હતું જ નહીં. એ આપ્યા જ કરે નિરંતર એટલે ભગવાન એમને શું કહેતા હતા ? શ્રેષ્ઠી કહેતા હતા અને અત્યારે એ શેઠ કહેવાય છે. શુભ ભાવ ર્યે જાવ ! પ્રશ્નકર્તા : એક તરફ મહીં ભાવ થાય કે મારે આમ દાનમાં બધું આપી દેવું છે, પણ રૂપકમાં એય થતું નથી. દાદાશ્રી : એ અપાય નહીંને ! આપવું કંઈ સહેલું છે ? દાન આપવું એ તો અઘરી વસ્તુ ! તેમ છતાં ભાવ કરવો. નાણું સારા રસ્તે આપવું એ આપણી સત્તાની વાત નથી. ભાવ કરી શકાય પણ આપી ના શકાય અને ભાવનું ફળ આવતા ભવે મળે. દાન તો ભમરડા શી રીતે આપે ? અને જો આપે છે તે ‘વ્યવસ્થિત’ અપાવડાવે છે, તેથી આપે છે. ‘વ્યવસ્થિત' કરાવડાવે છે એટલે માણસ દાન કરે છે. અને ‘વ્યવસ્થિત નથી કરાવડાવતું એટલે માણસ દાન નથી કરતા. ‘વીતરાગ’ને દાન લેવાનો કે આપવાનો મોહ ના હોય. એ તો ‘શુદ્ધ ઉપયોગી’ હોય ! દાન આપતી વખતે ‘હું દાન આપું છું’ એવો ભાવ થાય છે, તે વખતે પુણ્યનાં પરમાણુઓ ખેંચાય છે અને ખરાબ કામ કરતી વખતે પાપના ખેંચાય છે. એ પછી ફળ આપતી વખતે શાતા ફળ આપે કે અશાતા ફળ આપે. જ્યાં સુધી અજ્ઞાની હોય, ત્યાં સુધી ફળ ભોગવે, સુખદુ:ખ ભોગવે. જ્યારે જ્ઞાની એ ભોગવે નહીં, ‘જાણ્યા’ કરે. લક્ષ્મીનો સદુપયોગ શેમાં ? પ્રશ્નકર્તા : પણ ધારો કે કોઈના પુણ્યકર્મ એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી પોતે જ ઉપયોગ કરવો ? દાદાશ્રી : નહીં, એ પૈસા ઘરના માણસોને દુઃખ ન થાય એવી રીતે વાપરવા. ઘરનાં માણસને પૂછવું કે ભઈ, તમને અડચણ નથી ને ? ત્યારે

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34