Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 25
________________ દાન ૪૧ ૪૨ દાન પ્રશ્નકર્તા: આપણે સારું કામ તન, મન ને ધનથી કરતા હોઈએ, પણ કોઈ આપણું ખરાબ જ બોલે, અપમાન કરે તો તેનું શું કરવું ? દાદાશ્રી : જે અપમાન કરે છે તે ભયંકર પાપ બાંધી રહ્યો છે. હવે આમાં આપણું કર્મ ધોવાઈ જાય છે ને અપમાન કરનારો તો નિમિત્ત બન્યો. વાહ વાહતી પ્રીતિ ! અરે, હું તો મારો સ્વભાવ માપી જોઉંને ! હું છે તે અગાસ જતો હતો. તે ઘડીએ કોન્ટ્રાક્ટનો ધંધો હતો. હવે સો રૂપિયાની કંઈ ભીડ નહી, તે દહાડે પૈસાની કિંમત બહુ. પૈસાની છૂટ હતી તોય પણ હું અગાસ જઉં ત્યારે ત્યાં આગળ રૂપિયા લખાવી લઉં. તે સોની નોટ કાઢીને કહ્યું કે, ‘લો પચીસ લઈ લો ને પોણા સો પાછા આપો.” હવે પોણા સો પાછા ના લીધા હોત તો ચાલત. પણ મન ચીકણું ને ભિખારી, તે પોણા સો પાછા લેતો. પ્રશ્નકર્તા : દાદા, તમે ત્યારે પણ કેટલું સૂક્ષ્મ જોતા હતા ? દાદાશ્રી : હા, પણ મારું કહેવાનું કે આ સ્વભાવ, પ્રકૃતિ જાય નહીંને ! તે પછી મેં તપાસ કરી. આમ લોકો મને કહે કે “બહુ નોબલ છો તમે !” કહ્યું, “આ કેમનું નોબલ ?!” અહીં આગળ ચીકાશ કરે છે. પછી તપાસ કરતાં મને પોતાને જડ્યું કે મને વાહ વાહ કરે ત્યાં લાખ રૂપિયા ખર્ચી નાખે, નહીં તો રૂપિયો ય ન આપે. એ સ્વભાવ તદન ચીકણો નહીં. પણ વાહ વાહ ના કરે, ત્યાં ધર્મ હોય કે ગમે તે હોય, પણ ત્યાં અપાય નહીં અને વાહ વાહ કરી કે બધી કમાણી ધૂળધાણી કરી નાખે. દેવું કરીનેય કરે. હવે વાહ વાહ કેટલા દહાડા ? ત્રણ દહાડા. પછી કશુંય નથી. ત્રણ દહાડા સુધી પોક પડે જરા પછી બંધ થઈ જાય. જુઓને, મને યાદ આવે છે. સો આપવાના તેના પોણા સો પાછા લઉં. મને આ દેખાય છે, હજુયે. એ ઓફિસ દેખાય છે. પણ મેં કહ્યું, ‘આવો ઢંગ !” આ લોકોનાં કેવાં મોટાં મન હોય છે ! હું મારા ઢંગને સમજી ગયેલો. ઢંગ બધા. આમ મોટું મનેય ખરું. પણ વાહવાહ, ગલીપચી કરનાર જોઈએ. ગલીપચી કરી કે ચાલ્યું. પ્રશ્નકર્તા : દાદા, એ જીવનો સ્વભાવ છે. દાદાશ્રી : હા, એ પ્રકૃતિ, બધી પ્રકૃતિ છે. અને આ પાકાં, પેલા (વાણિયા) બેઠા છેને, તે પાકાં. એ વાહ વાહથી છેતરાય નહીં. એ તો આગળ જમે થાય છે કે અહીંનું અહીં રહે છે ? પેલું વાહ વાહવાળું તો અહીં વટાઈ ગયું. એનું ફળ લઈ લીધું મેં, ચાખી લીધું મેં અને આ તો વાહ વાહ ના ખોળે, ત્યાં ફળ ખોળે એ ઓવરડ્રાફટ, બહુ પાકા, વિચારશીલ લોકોને ! આપણા એક કરતાં વધારે વિચારશીલ. આપણે તો ક્ષત્રિય લોકોનો એક ઘા ને બે ટુકડા ! બધા તીર્થકરો ય ક્ષત્રિય થયેલા. સાધુઓ જાતે કહે છે, અમારાથી તીર્થંકર થવાય નહીં. કારણ કે અમે સાધુ થઈએ તો વધુ ત્યાગ કરીને પણ એકાદ ‘ગીની” રહેવા દઈએ અંદર ! કો'ક દહાડો અડચણ પડે તો ? એ એમની મૂળ ગ્રંથિ અને તમે તરત આપી દો. પ્રોમિસ ટુ પે એટલે બધું પ્રોમિસ જ ! બીજું આવડે નહીંને ! સમજણ નહીં મહીં. “થીંકર જ નહીં. પણ છૂટકારો વહેલો એમને મળે. પ્રશ્નકર્તા છૂટકારો વહેલો મળે ! દાદાશ્રી : હા, એ લોકો મોક્ષે જાય. કેવળજ્ઞાન થાય. પણ તીર્થકરો તો આ ક્ષત્રિયો જ હોય. એ લોકો બધા કબૂલ કરે કે મારી પાસે, આપણે ક્ષત્રિય કહેવાઈએ. આપણને એવું આવડે નહીં. બહુ ઊંડું આ. અને આ તો વિચારશીલ પ્રજા ! બધું વિચારી વિચારીને, દરેક વસ્તુ વિચારીને કામ કરે. અને આપણે (ક્ષત્રિયોને) પસ્તાવાનો પાર નહીં. પેલાને પસ્તાવો ઓછો આવે. ...પણ તક્તીમાં ભેલાઈ ગયું!

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34