Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 29
________________ દાન ૪૯ ૫૦ દાન વધારવા ય ખરા થોડાક. એ લાલચ એમની છે ને, તે લાલચ હારુ પચાસ હજાર રાખવા. પછી બીજા બે લાખના તો ઓવરડ્રાફટ કઢાવી લેવાના, આવતે ભવ આપણે શું કરીએ ? આ બધા ગયા અવતારનાં ઓવરડ્રાફટ અત્યારે વાપરો છો, તો આ અવતારમાં ઓવરડ્રાફટ ના કાઢવો પડે ? હા, કોઈને આપણે આપ્યા નથી આ. આ લોકોના હિતને માટે, લોકકલ્યાણ માટે વાપર્યા એ છે તે ઓવરડ્રાફટ કહેવાય. છોકરાને આપીને તો પસ્તાયેલા, એવા પસ્તાયેલા કે ખરેખર ! છોકરાનું હિત કેવી રીતે કરવું, તે આપણે સમજવું જોઈએ. તે મારી જોડે આવીને વાતચીત કરી જવી. એટલે હું કહું છું કે ધૂળમાં જાય એના કરતાં કંઈ સારા રસ્તે જાય એવું કંઈક કરો. જોડે કામ લાગશે અને ત્યાં તો જતી વખતે ચાર નાળિયેર બંધાવશે ને ! અને તે ય છોકરો શું કહેશે, “જરા સસ્તામાંના, પાણી વગરનાં આપજો ને !” તમારા પૈસા જો વધારાના હોય તો સારે રસ્તે પૈસા વાપરજો, લોકોના સુખને માટે વાપરજો. એટલા જ તમારા, બાકી ગટરમાં...! આ તો આવું બધું ના બોલવું જોઈએ. છતાં બોલીએ છીએ અમે ! તે આમ હિસાબ ચૂકવાય ! પ્રશ્નકર્તા: એક માણસને આપણે પાંચસો રૂપિયા આપ્યા ને રૂપિયા પેલો પાછાં આપી ન શક્યો. અને બીજું, આપણે પાંચસો રૂપિયાનું દાન કર્યું. તો આ બેમાં શું તફાવત ? - દાદાશ્રી : આ દાન કર્યું એ જુદી વસ્તુ છે. એમાં દાન લે છે એ દેવાદાર બનતો નથી. તમારા દાનનો બદલો તમને બીજી રીતે મળે છે. દાન લેનાર માણસ એ બદલો નથી આપતો. જ્યારે પેલામાં તો તમે જેની પાસે રૂપિયા માગો છો, તેની મારફતે જ તમને અપાવવું પડે છે. પછી છેવટે દહેજ રૂપે પણ એ રૂપિયા આપશે. આપણામાં નથી કહેતા કે છોકરો છે ગરીબ કુટુંબનો, પણ કુટુંબ ખાનદાન છે. એટલે પચાસ હજાર એને દહેજ આપો ! આ શેની દહેજ આપે છે ! આ તો જે માંગતું છે એ જ આપે છે. એટલે આવો હિસાબ છે બધો. એક તો છોડી આપે છે ને રૂપિયા પણ આપે છે. એટલે આમ બધો હિસાબ ચૂકવાઈ જાય છે. ખાતરીદાર કહેતાર ! કોઈ પાંચ હજાર ડોલર તમારા હાથમાંથી લઈ ખેંચાવી જાય તો શું કરો ? પ્રશ્નકર્તા : એવા ઘણાં ખેંચાઈ ગયા છે. બધી મિલકતો પણ ચાલી ગઈ છે. દાદાશ્રી: તો શું કરો ? મનમાં કશું થતું નથી ? પ્રશ્નકર્તા: કાંઈ નહીં. દાદાશ્રી : એટલું સારું, ત્યારે તો ડાહ્યા છો. ખેંચાઈ જવા હારુ જ આવે છે. અહીં નહીં પેસે તો અહીં પેસી જશે. માટે સારી જગ્યાએ પેસાડી દેજો, નહીં તો બીજી જગ્યાએ તો પેસી જવાના જ છે. નાણાંનો સ્વભાવ જ એવો એટલે સારે રસ્તે નહીં જાય તો અવળે રસ્તે જશે. સારે રસ્તે થોડા ગયા ને અવળે રસ્તે વધારે ગયા. પ્રશ્નકર્તા : સારો રસ્તો બતાવો. ખબર શી રીતે પડે કે રસ્તો સારો કે ખરાબ ? દાદાશ્રી : સારો રસ્તો તો આમ.... અમે એક પૈસો લેતાં નથી. હું મારા ઘરનાં કપડાં પહેરું છું. આ દેહનો હું માલિક નથી ! છવ્વીસ વર્ષથી આ દેહનો હું માલિક નથી. આ વાણીનો હું માલિક નથી. હવે તમને જ્યારે કંઈક ખાતરી બેસે, મારી પર થોડો વિશ્વાસ બેસે, એટલે હું તમને કહું કે ભઈ, અમુક જગ્યાએ તમે પૈસો નાખો તો સારા રસ્તે વપરાશે. તમને મારી પર થોડી ખાતરી બેસે એટલે હું તમને કહું તો વાંધો ખરો ? પ્રશ્નકર્તા : ના.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34