________________
દાન
આવો છે મોક્ષમાર્ગ ! આ ભાઈ ભેલાડી દેતા હતા. તે પછી મને પૂછતા હતા કે શું મોક્ષનો માર્ગ ? મેં કહ્યું, “ આ જ મોક્ષનો માર્ગ. આથી બીજો મોક્ષનો માર્ગ કેવો હોય તે ? પોતાની પાસે હોય એ ભેલાડી દેવું મોક્ષને માટે. એનું નામ મોક્ષનો માર્ગ. છેવટે તો પૂળો મૂકવાનો છે ને ? છેવટે તો મૂળો મૂકીએ, દરેકને મૂક્યા વગર રહેવું પડે છે ? તમને કેવું લાગે છે ?
જે પાસે છે એને ભેલાડી દેવું. અને તે સારાં કામ માટે, મોક્ષને માટે અગર મોક્ષાર્થીઓ, જિજ્ઞાસુઓ માટે અગર જ્ઞાનદાન માટે ભેલાડી દેવું, એ મોક્ષનો જ માર્ગ.
છે. એની મેળે જ આપે છે. અત્યાર સુધી માગ્યું નથી.
અહીં પુસ્તક છપાવ્યું હોયને તો પૈસા આપણા દીપે ને તે પુણ્ય હોય તો જ મેળ બેસે. પૈસા સારા હોય તો જ છપાવાય, નહીં તો છપાવાય નહીંને ને એ મેળ ખાય નહીંને !
હરીફાઈ ના હોય અહીં ! અને હરીફમાં એ બોલવાની જરૂર નહીં. આ હરીફની લાઈનવાળું નથી કે અહીં બોલી બોલ્યા કે આ આમને ઘી આટલું બોલ્યા ને આ આટલું બોલ્યા ! વીતરાગોને ત્યાં આવી હરીફાઈ હોય નહીં. પણ આ તો દુષમકાળમાં પેસી ગયું. દુષમકાળનાં લક્ષણો બધાં. હરીફાઈ કરવી એ તો ભયંકર રોગ છે. માણસ ચડસે ચઢે. આપણે ત્યાં કોઈ એવું લક્ષણ ના હોય. અહીં પૈસાની માગણી ના હોય.
દાદાના હદયની વાત ! એટલા બધા કાગળો આવે છે કે આપણે શી રીતે પહોંચી વળવું એ જ મુશ્કેલી છે એટલે હવે બીજા લોકો છપાવી લેશે ત્યારે. આપણે તો આ ફ્રી ઑફ કોસ્ટ આપીએ એ પહેલી વખત, ફર્સ્ટ ટાઈમ. પછી એની મેળે લોકો છપાવી લે. આ તો આપણું આ જ્ઞાન ઊભું થયેલું છેને, તે ભૂસાઈ ના જાય. એટલા માટે છપાવી નાખવાનું અને કો'ક ને કો’ક મળી આવે, એની મેળે જ હા પાડે. આપણે ત્યાં અહીં ફરજિયાત વસ્તુ નથી. આપણે ત્યાં “લૉ’ નથી. ‘નો લૉ એ જ લૉ'.
વહાલાને વહેતું મૂક્યું સમાધિ ! સમાધિ ક્યારે આવશે ? સંસારમાં જેની પર અતિશય વહાલ છે, એ વહેતું મૂકવામાં આવશે ત્યારે. સંસારમાં શેની પર અતિશય વહાલ છે ? લક્ષ્મીજી ઉપર. તો એને વહેતી મૂકો. ત્યારે કહે છે કે વહેતી મૂકે છે ત્યારે વધારે ને વધારે આવવા માંડી. ત્યારે મેં કહ્યું કે, “વધારે આવે તો વધારે વહેતી મૂકજો.” વહાલી ચીજને વહેતી મૂકો તો સમાધિ થાય.