________________
દાન
૫૫
૫૬
દાન
માણસને મને મૂકવા માટે મોકલ્યો. ખાલી મૂકવા માટે જ. પેલા ડૉક્ટરને કહે કે દાદાને ગાડીમાં મૂકવા તમે ના જશો. હું મૂકી આવીશ. તે મૂકવા પૂરતું આવ્યા ને તેમાં વાતચીત થાય ! એ ભાઈ મારી પાસે સલાહ માગતા હતા કે મારે પૈસા આપવા છે તો ક્યાં આપવા, કેવી રીતે આપવા ? ‘બંગલો બાંધ્યો ત્યારે તો પૈસા કમાયા હશો.' પછી ત્યારે કહે, ‘બંગલો બાંધ્યો, સિનેમા થિયેટર બાંધ્યું. હમણે સવા લાખ રૂપિયા તો મારા ગામમાં દાનમાં આપ્યા છે. ત્યારે મેં કહ્યું કે ‘વધારે કમાયા હો તો એકાદ આપ્તવાણી છપાવી દેજો.' તરત જ એ કહે, ‘તમે કહો એટલી જ વાર. આ તો મને ખબર જ નહીં આવી. મને કોઈ સમજણ પાડતું જ નથી.' પછી કહે છે, “આ મહિનામાં તરત જ છપાવી દઈશ.' પછી જઈને પૂછવા માંડ્યો કે કેટલા થાય ? ત્યારે કહ્યું કે, “વીસ હજાર થાય.” તરત જ કહે છે કે, “આટલી ચોપડી મારે છપાવી દેવાની !” મેં ઉતાવળ કરવાની ના કહી એ ભાઈને.
એટલે આવા ભલા માણસ હોય કે જેને સમજણ ના પડતી હોય દાન આપવાની અને એય પૂછે તો એને દેખાડીએ. આપણે જાણીએ કે આ ભોળો છે. એને સમજણ પડતી નથી તો એને દેખાડીએ. બાકી સમજણવાળાને તો અમારે કહેવાની જરૂર નહીં ને ! નહીં તો એને દુઃખ થાય. અને દુઃખ થાય એ આપણે જોઈતા નથી. આપણને પૈસાની જરૂર જ નથી. સરપ્લસ હોય તો જ આપજો. કારણ કે જ્ઞાનદાન જેવું કોઈ દાન નથી જગતમાં !
કારણ કે આ જ્ઞાનની ચોપડીઓ કોઈ વાંચે, એમાં કેટલો બધો ફેરફાર થઈ જાય. એટલે હોય તો આપવાના, ના હોય તો આપણને કંઈ જરૂર જ નથી ત્યાં આગળ !
દાદાશ્રી : સરપ્લસ તો તમે આજે આપો ને કાલે ચિંતા થાય એવું ઊભું થાય એ ના કહેવાય. હજુ છ મહિના સુધી આપણને ઉપાધિ નથી પડવાની એવું આપણને લાગે તો કામ કરવું, નહીં તો કરવું નહીં.
જો કે આ કામ કરશો તો તમારે ઉપાધિ નહીં જોવી પડે. આ કામ તો એની મેળે જ પૂરાઈ જાય છે. આ તો ભગવાનનું કામ છે. જે જે કરે છે એમનું એમ ને એમ સરભર થઈ જાય છે. પણ છતાં મારે તમને ચેતવણી આપવી જોઈએ. મારે શા હારુ તમને કહેવું જોઈએ કે આંધળુંબહેરું કરજો ? આંધળિયા કરજો એવું હું શા માટે કરવા કહું ? હું તો તમારા હિતને માટે ચેતવું છું કે “ગયા અવતારમાં જો તમે આપ્યું હતું, તેથી આ મળે છે અત્યારે અને અત્યારે આપશે તો ફરી મળશે. આ તો તમારો જ ઓવરડ્રાફટ છે. મારે કશું લેવા-દેવા ય નથી. હું તો તમને સારી જગ્યાએ નખાવડાવું છું, એટલું જ છે.” ગયા અવતારે આપ્યું હતું, તે આ અવતારમાં લઈએ છીએ. કંઈ બધામાં અક્કલ નથી ? ત્યારે કહે, “અક્કલથી નથી આપ્યા. ઉપરથી જ છે ! તમે બેન્કમાં ઓવરડ્રાફટ ક્રેડિટ કર્યો હશે, તે તમારા હાથમાં ચેક આવશે.” એટલે બુદ્ધિ સારી હોય ને તો પાછું જોઈન્ટ થઈ જાય બધું.
લેતાં ય કેવી ઝીણી સમજણ ! અહીં ફક્ત પુસ્તકો જે છપાય એ જ અને એટલી ખાતરી ખરી કે આ પુસ્તકોના પૈસા આવી મળશે, એની મેળે જ. એને માટે નિમિત્ત છે પાછળ, એ બધા આવી મળે છે. એમને કંઈ બૂમ પાડવી કે ભીખ માગવી પડતી નથી. કોઈ પાસે માંગીએ તો એને દુઃખ થાય. તો કહેશે કે આટલા બધા ? “આટલા બધા કહ્યું કે તેની સાથે એને દુઃખ થાય છે. એવું આપણને ખાતરી થઈ ગઈને ? અને કોઈને દુઃખ થયું એટલે આપણો ધર્મ રહ્યો નહીં. એટલે સહેજે ય આપણાથી મંગાય નહીં. એ પોતે રાજીખુશીથી કહેતો હોય તો આપણાથી પૈસા લેવાય. એ પોતે જ્ઞાનદાનને સમજે તો જ લેવાય. એટલે જેણે જેણે આપ્યા છે કે, તે પોતે જ્ઞાનદાન સમજીને આપે
સરપ્લસતું જ દાન ! પ્રશ્નકર્તા : સરપ્લસ કોને કહેવાય ?