Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 31
________________ દાન ૫૩ ૫૪ દાન સત્યુગ જ દેખાય છે અને બધા આવ્યા હોય તો તમારું કેમ ભલું થાય એ જ આખો દહાડો ભાવના. નાણું ના હોય ને તો પેલાને ત્યાં જમો, કરો, રહો, એ બધું આપણું જ છે. સામસામી પરસ્પર છે. જેની પાસે સરપ્લસ છે તે વાપરો. અને વધારે હોય તો મનુષ્યમાત્રને સુખી કરો ને સારું છે અને એથી આગળ જીવમાત્રના સુખને માટે વાપરે. બાકી સ્કૂલોમાં આપો, કૉલેજોમાં આપો, તેની નામના મળશે પણ આ સાચું છે. આ મહાત્માઓ તદન સાચા છે એની ગેરેન્ટી આપું છું. ભલે ગમે તેવા હશે. પૈસેટકે ઓછા હશે, તોય એમની દાનત સાફ, ભાવના યે બહુ સુંદર છે. પ્રકૃતિ તો જુદી જુદી હોય જ. આ મહાત્માઓ તો જીવતા જાગતા દેવ છે. આત્મા મહીં પ્રગટ થયેલો છે. એક ક્ષણ પણ આત્માને ભૂલતાં નથી. ત્યાં આત્મા પ્રગટ થયેલો છે, ત્યાં ભગવાન છે. પ્રશ્નકર્તા: લોકોને જમાડીએ તે ઊગે નહીં ? દાદાશ્રી : એ ઊગે ને, પણ અહીંનું અહીં વાહ વાહ થાય એ જ. એનું ઉપરનું અહીંનું અહીં મળી જાય છે. અને પેલું ત્યાં મળે. વાહ વાહ ના થાય એ ત્યાં મળે. પ્રશ્નકર્તા : એટલે સાથે લઈ જવાનું, એમ ને ? દાદાશ્રી : પેલું સાથે લઈ જવાનું, આ તમે દસ આપ્યા એ સાથે લઈ જવાના અને અહીં વાહ વાહ થઈ ગઈ એટલે વપરાઈ ગયું. પ્રશ્નકર્તા : તો કાલથી બધાને જમાડવાનું બંધ કરી દેવું પડશે. દાદાશ્રી : તમારે જમાડવાનું એ તો ફરજિયાત જ છે. ફરજિયાતને તો કર્યા વગર છૂટકો જ ના થાય. આ તો એવું છે ને, આ મહાત્માઓને જમાડજો, બહારના લોકોને જમાડવું એ જુદી વસ્તુ છે. એ વાહ વાહનું કામ છે. અહીં કોઈ વાહ વાહ કહેવા માટે નથી આવ્યા. આ મહાત્માઓ તો, વર્લ્ડમાં કોઈ એવાં પુરુષો નથી મળવાના કે એવાં બ્રાહ્મણો નથી મળવાના, કે આવાં હોય, કે જેમને કંઈ પણ તમારું લેવાની ઈચ્છા નથી, કંઈ પણ દ્રષ્ટિ જ ફેર નથી એ મહાત્માઓને. આ મહાત્માઓ કેવા છે, જે કોઈ પણ જાતનો લાભ ઉઠાવવામાં નથી, ત્યારે એવા મહાત્માઓ ક્યાંથી હોય ?! આ તો જગત બધું લાગવાળું, આ મહાત્માઓ તો કરેક્ટ માણસો. આવાં માણસો જ ના હોયને, આ દુનિયામાં જ ન હોય ! એવું ઈચ્છા જ ના હોય કે આ ડૉક્ટર મારે કામના છે. એવું એમના મનમાં વિચારે ય ના આવે અને પેલા લોકોને તો તરત જ ડૉક્ટર આવ્યા, કો'ક દા'ડો કામના છે. એટલે મૂઆ શું આ ખાલી દવા પીવા સારું ?! સાજો છું તો ય દવા પીવા દોડે છે. આ મહાત્માઓ શું છે એ મારા જો શબ્દો સમજેને, એ ભગવાન જેવા છે પણ આ મહાત્માઓને ખબર નથી. આ આમને ચા-પાણી પાશે, જમાડશે, ખવડાવશે, મોટામાં મોટો યજ્ઞ કહેવાય, ફર્સ્ટ કોટીનો યજ્ઞ. બંગડીઓ વેચીને જમાડશેને તોય બહુ સારું. બંગડીઓ શાંતિ નહીં આપે. મહાત્માની જોડે બેસીએ તો દાનત ખોરી ના હોય. એટલે આ મહાત્માઓને તો જેટલા જમાડાય એટલા જમાડ-જમાડ કરવા. ચા પાશો તો ય બહુ થઈ ગયું. આવી સમજણ પાડવી પડે ! એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા ? ત્યારે મેં કહ્યું, આને પૈસા આપવાની સમજણ પડતી નથી. મેં કહ્યું, ‘તારી પાસે પૈસા છે ?” ત્યારે કહે છે, ‘હા’. ત્યારે મેં કહ્યું, ‘આવી રીતે આપજે.' હું જાણું કે આ માણસ દિલનો બહુ ચોખ્ખો અને ભોળા દિલનો છે. એને સાચી સમજણ પાડો. વાત એમ બની હતી કે અમે એક ભાઈને ત્યાં ગયેલા. એમણે એક

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34