Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 27
________________ દાન ૪પ ઇન એ કહે, “ના, નથી.” તો એ લિમિટ એની, પૈસા વાપરવાની. એટલે પછી આપણે એ પ્રમાણે કરવું. પ્રશ્નકર્તા: સન્માર્ગે તો વાપરવાનું ને ? દાદાશ્રી : પછી, બીજા બધા સન્માર્ગે જ વાપરવાના. ઘરમાં વપરાશે એ બધા ગટરમાં જશે. અને બીજે જે વપરાશે એ તમારા પોતાને જ માટે સેફસાઈડ થઈ ગઈ. હા, અહીંથી જોડે લઈ જવાતા નથી, પણ બીજે રસ્તે સેફસાઈડ કરી શકાય છે. પ્રશ્નકર્તા : પણ આમ તો એ જોડે જ લઈ ગયા જેવું કહેવાય ને ! દાદાશ્રી : હા, જોડે લેવા જેવું જ આપણે સેફસાઈડવાળું. એટલે કોઈ રસ્તે બીજાને કંઈ પણ સુખ થાય એને માટે વાપરવું. એ બધું તમારી સેફસાઈડ છે. પ્રશ્નકર્તા ઃ લક્ષ્મીનો સદુપયોગ કોને કહેવાય ? દાદાશ્રી : લોકોના ઉપયોગ માટે કે ભગવાન માટે વાપરીને તે સદુપયોગ કહેવાય. અમારી ય ભાવતા સદા રહી ! મારી પાસે લક્ષ્મી હોત તો હું લક્ષ્મી ય આપત, પણ એવી કંઈ મારી પાસે લક્ષ્મી હજુ આવી નથી અને આવે તો હજુ ય આપવા તૈયાર છું. શું કંઈ મારે જોડે લઈ જવાનું છે બધું ? પણ કંઈક આપો બધાંને ! છતાં જગતને લક્ષ્મી આપ્યા કરતાં કેવી રીતે આ જગતમાં સુખી થાય, જીવન કેવી રીતે ચલાવાય એવો માર્ગ દેખાડો. લક્ષ્મી તો દસ હજાર આપીએને તો બીજે દહાડે એ નોકરી બંધ કરી દે. એટલે ના અપાય લક્ષ્મી. એવી રીતે લક્ષ્મી આપવી એ ગુનો છે. માણસને આળસુ બનાવી દે. એટલે બાપે દીકરાને માટે લક્ષ્મી વધારે નહીં આપવાની, નહીં તો દીકરો દારૂડિયો થશે. માણસને નિરાંત વળી કે બસ, બીજે ઊંધે રસ્તે ચઢ્યો ! છોકરાઓને આપવું કે દાન કરવું ? પ્રશ્નકર્તા : એટલે પુણ્યના ઉદય જોઈએ, તેના કરતાં વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો ? દાદાશ્રી : તો વાપરી નાખવી. છોકરાં હારુ બહુ રાખવી નહીં. એમને ભણાવવા-ગણાવવા, બધું કમ્પ્લિટ કરી, એમને સર્વિસ લગાવી દીધાં એટલે પછી એ ડાળે (કામ) લાગ્યા. એટલે બહુ રાખવી નહીં. થોડુંક બેન્કમાં કોઈ જગ્યાએ મૂકી રાખવું. દસ-વીસ હજાર, તે કો'ક ફેરો મુશ્કેલીમાં આવ્યો હોય તો એને આપી દેવા. એને કહેવું નહીં કે ભઈ, મેં મૂકી રાખ્યા છે. હા, નહીં તો મુશ્કેલીમાં ના આવતા હોય તોય આવે. એક માણસે મને પ્રશ્ન કર્યો કે, “છોકરાંને કશું ના આપવું ?” કહ્યું, “છોકરાંને આપવાનું. આપણા બાપે આપણને આપ્યું એ બધું જ આપવું. વચલો જે માલ છે તે આપણો. તે આપણે ફાવે ત્યાં ધર્માદામાં વાપરી નાખીએ. પ્રશ્નકર્તા : અમારા વકીલના કાયદામાં ય એવું ખરું કે વડીલોપાર્જિત પ્રોપર્ટી(મિલકત) ખરી, તે છોકરાંને આપવી જ પડે અને સ્વોપાર્જિત તેની અંદર બાપને જે કરવું હોય તે કરે. દાદાશ્રી : હા, જે કરવું હોય તે કરે. હાથે જ કરી લેવું ! આપણો માર્ગ શું કહે છે કે તારો પોતાનો હોય તે માલ તું જુદો કરીને વાપર, તો તે તારી જોડે આવે. કારણ કે આ જ્ઞાન લીધા પછી હજુ એક-બે અવતાર બાકી રહ્યા છે, તે જોડે જોઈશને ! બહારગામ જઈએ છીએ તો થોડાં ઢેબરાં લઈ જઈએ છીએ, તો આ ના જોઈએ બધું ? પ્રશ્નકર્તા : વધારે તો ક્યારે કહેવાય ? ટ્રસ્ટી તરીકે રહે તો. દાદાશ્રી : ટ્રસ્ટી તરીકે રહેવું ઉત્તમ છે. પણ એવું ન રહી શકાય, બધાથી ના રહી શકાય. તેય સંપૂર્ણ ટ્રસ્ટી તરીકે ના રહેવાય. ટ્રસ્ટી એટલે તો જ્ઞાતા-દ્રષ્ટા થયો. પણ ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ ના રહેવાય. પણ ભાવ એવો

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34