Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 24
________________ દાને ૩૯ ૪૦ દાન તે અહીં ને અહીં જ વાહ વાહ થઈ ગઈ. ત્યાં મળે નહીં. પ્રશ્નકર્તા : સ્કૂલ તો છોકરાઓ માટે બનાવી, એ લોકો ભણ્યાગણ્યા, સદ્વિચાર ઉત્પન્ન થયા. દાદાશ્રી : એ જુદી વસ્તુ છે. પણ તમારી વાહ વાહ મળે તે થઈ ગયું, વપરાઈ ગયું. કોઈના તિમિતે કોઈને મળે ? પ્રશ્નકર્તા : વાહ વાહ તો જેને માટે વાપર્યું એને જાયને નહીં કે તમને. તમો જેને માટે જે કાર્ય કરો છો, એનું ફળ એને જાય. જેના માટે આપણે જે પુણ્ય કરીએ તે એને મળે. આપણને ના મળે. કરે એને ના મળે. દાદાશ્રી : આપણે કરીએ ને પેલાને મળે ? એવું સાંભળ્યું છે કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : એના નિમિત્તે આપણે કરીએ છીએને ? દાદાશ્રી : એના નિમિત્તે આપણે કરોને ?! એના નિમિત્તે આપણે ખાતાં હોય તો શું વાંધો ? ના, ના, એ બધું આમાં ફેર નથી. આ તો બધું બનાવટ કરીને લોકોને અવળે રસ્તે ચઢાવે, એના નિમિત્તે ! એને ખાવાનું ના હોય ને આપણે ખાઈએ તો શું ખોટું ? બધું કાયદેસર જગત છે આખું આપણા આત્માની શક્તિ એકદમ ખીલી જાય. એ આપણી જોડે આવ્યું. પ્રશ્નકર્તા અને અહીં તો જે વાપર્યું, એ તો વાહ વાહ કરે એ જ મળેને ? દાદાશ્રી : મળી ગયું. વાહ વાહ મળી ગઈ. વાહ વાહ'તું જમણ' ! પ્રશ્નકર્તા: હું જે દાન કરું છું એમાં મારો ભાવ ધર્મ માટેનો, સારાં કામ માટેનો હોય છે. એમાં લોકો વાહવાહ કરે તો એ આખું ઊડી ના જાય ? દાદાશ્રી : આમાં મોટી રકમો વપરાઈ તે બહાર પડી જાય ને તેની વાહ વાહ બોલાય. અને એવી રકમોય દાનમાં જાય છે જેને કોઈ જાણે નહીં ને વાહ વાહ કરે નહીં એટલે એનો લાભ રહે ! આપણે એની માથાકૂટમાં પડવા જેવું નથી. આપણા મનમાં એવો ભાવ નથી કે લોકો ‘જમાડે ! આટલો જ ભાવ હોવો જોઈએ ! જગત તો મહાવીરનીય વાહ વાહ કરતું હતું ! પણ એને એ “પોતે' સ્વીકારે નહીંને ! આ દાદાનીય લોક વાહ વાહ કરતું હતું ! પણ એને એ ‘પોતે' સ્વીકાર કરે નહીંને ! અને આ ભૂખ્યા લોકો તરત સ્વીકારે છે. દાન ઉઘાડું પડ્યા વગર રહે જ નહીંને ! લોકો તો વાહ વાહ કર્યા વગર રહે નહીં પણ પોતે એને સ્વીકારે નહીં એટલે પછી શો વાંધો ? સ્વીકારે તો રોગ પેસેને ?! જે વાહવાહ સ્વીકારતો નથી એને કશું જ હોતું નથી. વાહવાહ પોતે સ્વીકારતો નથી. એટલે એને કશી ખોટ ના જાય અને વખાણ કરે છે અને પુણ્ય બંધાય છે. સત્કાર્યની અનુમોદનાનું પુણ્ય બંધાય છે. એટલે આવું બધું અંદરખાને છે. આ તો બધા કુદરતી નિયમો છે. જે વખાણ કરે એને એ કલ્યાણકારી થાય. વળી જે સાંભળે એના મનમાં સારા ભાવનાં બીજ પડે કે “આ પણ કરવા જેવું ખરું, આપણે તો આવું જાણતા જ નહોતા !” ત્યાં ખીલે આત્મશક્તિઓ ! બાકી જોડે પેલું આવવાનું છે. આ જોડે આવે નહીં. અહીં તરત ને તરત કિંમત મળી જાય એની, વાહ વાહ તરત મળી જાય. અને આત્મા માટે મૂકેલું હોય એ જોડે આવે. પ્રશ્નકર્તા : જોડે શું આવવાનું, કહ્યું ! દાદાશ્રી : જોડે તો આપણે પેલું આપીએ ત્યાં આત્મા માટે, તે

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34