________________
દાન
દાને
દાદાશ્રી : બધું પુણ્યશાળીઓનો મેળો છે આ. પુણ્યશાળી લોકોનો મેળો છે એક જાતનો. અને બધા પુણ્યશાળીઓ ભેગાં ખેંચાઈ આવે.
મુંબઈના લોકો બધું નભાવી લે. એ એવું બીજું ના કરે. અને પોતાના પગ ઉપર કંઈક કો'કનો બૂટ પડેને, તો પ્લીઝ પ્લીઝ કરે. ધોલ ના મારે, પ્લીઝ પ્લીઝ કરે અને ગામડામાં મારે. એટલે આ મુંબઈના લોકો ડેવલપ કહેવાય.
તાણું હેંડ્યું, ગટરમાં ! લોકોનું નાણું ગટરમાં જ જઈ રહ્યું છેને, સારા રસ્તે તો કો'ક પુણ્યશાળીને જ જાયને ! નાણું ગટરમાં જાય ખરું ?
પ્રશ્નકર્તા : બધું જઈ જ રહ્યું છે ને !
દાદાશ્રી : આ મુંબઈની ગટરોમાં તો બહુ નાણું, જથ્થબંધ નાણું જતું રહ્યું છે. નર્યા મોહને, મોહવાળું બજારને ! હડહડાટ નાણું ચાલ્યું જાય. નાણું ખોટું જ ને ! નાણુંય સાચું નહીં. સાચું નાણું હોય તો સારે રસ્તે વપરાય.
અત્યારે આખી દુનિયાનું ધન ગટરમાં જઈ રહ્યું છે. આ ગટરોની પાઈપો મોટી કરી છે, તે શા હારુ કે ધનને જવા માટે સ્થાન જોઈએ ને ? કમાયેલું બધું ખાઈ-પીને ઢોળાઢોળ કરી ગટરમાં બધું જાય છે. એક પૈસો સાચે માર્ગે જતો નથી અને જે પૈસો ખર્ચ છે, કોલેજોમાં દાન આપ્યું, ફલાણું આપ્યું એ બધું ઇગોઈઝમ છે ! ઇગોઈઝમ વગરનો પૈસો જાય તે સાચું કહેવાય. બાકી આ તો અહંકાર પોષવાનો મળી રહે, કીર્તિ મળ્યા કરે નિરાંતે ! પણ કીર્તિ મળ્યા પછી એનું ફળ આવે. પાછી એ કીર્તિ જ્યારે ઊંધી થાય ત્યારે શું થાય ? અપકીર્તિ થાય. ત્યારે ઉપાધિ ઉપાધિ થઈ જાય, એનાં કરતાં કીર્તિની આશા જ ના રાખવી. કીર્તિની આશા રાખે તો અપકીર્તિ આવેને ? જેને કીર્તિની આશા નથી, એને અપકીર્તિ આવે જ શાથી ?
સારા રસ્તે વાપરો ! પૈસા તો ખાલી ય થાય ને ઘડીમાં ભરાઈ પણ જાય. સારા કામ માટે રાહ ના જોવી. સારા કામમાં વપરાય, નહીં તો ગટરમાં તો ગયું લોકોનું નાણું. મુંબઈમાં કરોડો રૂપિયા ગટરમાં ગયા લોકોના, ઘર વાપર્યું ને પારકા માટે ના વાપર્યું એ બધુંય ગટરમાં ગયું. તે હવે પસ્તાય છે. હું કહું છું કે ગટરમાં ગયું ત્યારે કહે છે કે ‘હા, એવું જ થયું. ત્યારે મૂઆ પહેલેથી ચેતવું હતુંને ?! હવે ફરી આવે ત્યારે પાછો ચેતજે. ત્યારે કહે, ‘હા, ફરી તો હવે કાચો નહીં પડું.” ફરી તો આવવાનું જ ને ! નાણું તો ચઢ-ઉતર થયા કરવાનું. કોઈ ફેરો બે વર્ષ રાશિ જાય પાછાં, પાછાં પાંચ વર્ષ સરસ આવે એવું ચાલ્યા કરે. પણ સારા રસ્તે વાપર્યું, એ તો કામ લાગેને ? એટલું જ આપણું, બીજું બધું પારકું.
આટલું બધું કમાયા પણ ક્યાં ગયું ? ગટરમાં !! ધર્માદા કર્યું ? ત્યારે કહેશે, એ પૈસા તો મળતાં જ નથી. ભેગા થતાં જ નથી ને તો આખું શી રીતે ? ત્યારે નાણું ક્યાં ગયું? આ તો કોણ ખેડે ને કોણ ખાય ? જે કમાય તેનું નાણું નહીં. જે વાપરે તેનું નાણું. માટે નવા ઓવરડ્રાફટ મોકલ્યા એટલા તમારા. ના મોકલ્યા એ તમે જાણો !
દાત એટલે વાવીને લણો ! પ્રશ્નકર્તા : આત્માને અને દાનને કંઈ સંબંધ નથી તો પછી આ દાન કરવું જરૂરી કે નહીં ?
દાદાશ્રી : દાન એટલે શું કે આપીને લ્યો. આ જગત પડઘા સ્વરૂપ છે. એટલે જે તમે કરીને તેવાં પડઘા પડશે, એના વ્યાજ સાથે. એટલે તમે આપો અને લ્યો. આ ગયે અવતાર આપ્યું, સારા કામમાં પૈસો વાપરેલો એવું કંઈ કરેલું, તેનું આપણને ફળ મળ્યું. હવે ફરી આવું ના કરો તો પછી ધૂળધાણી થઈ જાય. આપણે ખેતરમાંથી ઘઉં તો લઈ આવ્યા ચારસો મણ, પણ ભઈ એ પચાસ મણ વાવવા ન ગયા તો પછી !?