Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ દાન ૧૫ ૧૬ દાન કોઈની રહી નથી અને અહીં આપેલું તે સાથે આવે ક્યારે ? વિદ્યા ફેલાય, જ્ઞાન ફેલાય એવું કંઈક કરીએ તો એ આપણને જોડે આવે. કામ લાગે તે પુસ્તક કામતું ! પ્રશ્નકર્તા : આ ધર્મનાં લાખો પુસ્તકો છપાય છે પણ કોઈ વાંચતું નથી. - દાદાશ્રી : એ બરાબર છે. એ તમારી વાત ખરી. કોઈ વાંચતું નથી. એમ ને એમ ખાલી પુસ્તકો પડી રહે છે બધાં. જો વંચાતું હોય એવું પુસ્તક હોય તો કામનું. તમારું કહેવું બરાબર છે. અત્યારે કોઈ પુસ્તક વંચાતું નથી. નર્યા ધર્મનાં જ પુસ્તકો છપાય છપાય કરે છે. પેલા મહારાજ શું કહે છે. ? મારા નામનું છપાવો. તે મહારાજ એનું નામ ઘાલે છે. એમના દાદાગુરુનું નામ ઘાલે છે. એટલે અમારા દાદા આ હતા, અમારા દાદાના દાદા ને તેના દાદા. ત્યાં સુધી પહોંચે છે. લોકોને કીર્તિઓ કાઢવી છે અને તેને માટે ધર્મનાં પુસ્તકો છપાવે છે. ધર્મનું પુસ્તક એવું હોય કે જ્ઞાન આપણને કામ લાગે, એવું પુસ્તક હોય તો માણસને કામ લાગે. એવું પુસ્તક છપાયેલું કામનું, નહીં તો આમ ને આમ રઝળપાટ કરવાનો શો અર્થ ? અને તે બધાં કોઈ વાંચતાં જ નથી. એક ફેરો વાંચીને મૂકી દે. ફરી કોઈ વાંચતું નથી અને એક ફેરોય કોઈ પૂરું વાંચતું નથી. લોકોને કામ લાગે એવું છપાવ્યું હોય તો પૈસા દીપે આપણા અને તે પુણ્ય હોય તો જ, પૈસા સારા હોય તો જ છપાવાય, નહીં તો છપાવાય નહીંને ! એ મેળ ખાય નહીંને ! પૈસા તો આવવાના ને જવાના અને ક્રેડિટ હંમેશાં ડેબિટ થયા વગર રહે નહીં. તમારે ત્યાં કેવો કાયદો છે ? ક્રેડિટ થયા કરે કે ડેબિટ થાય ખરી દાદાશ્રી : પણ તે બે રસ્તા છે. ડેબિટ કાં તો સારે રસ્તે જાય કે કાં તો ગટરમાં જાય, પણ તેમાંથી એક રસ્તેથી જાય. આખા મુંબઈનું નાણું ગટરમાં જ જાય છે. નાણું જ બધું ગટરમાં જાય છે. મુંબઈ એટલે પુણ્યશાળીઓનો મેળો ! પ્રશ્નકર્તા: મોટામાં મોટાં દાનો મુંબઈમાં જ થાય છે. લાખો ને કરોડો રૂપિયા દાનમાં અપાય છે. દાદાશ્રી : હા, પણ એ દાન તો કીર્તિદાન છે બધાં અને કેટલીક સારી વસ્તુઓ છે. ઔષધદાન થાય એવી ઘણી સારી વસ્તુઓ છે. એટલે બીજું પણ ઘણું છે મુંબઈમાં. પ્રશ્નકર્તા : એ બધાને લાભ મળે ખરો કે નહીં ? દાદાશ્રી : બહુ લાભ મળે. એ તો છોડે નહીં ને એ લાભ ! પણ આ મુંબઈમાં નાણું કેટલું બધું છે ?! એના હિસાબે તો, અહીં કેટલી બધી હોસ્પિટલો છે ! આ મુંબઈનું નાણું ઢગલેબંધ, દરિયા જેટલું નાણું છે અને એ દરિયામાં જ જાય. પ્રશ્નકર્તા: મુંબઈમાં જ લક્ષ્મી ભેગી થાય છે, એનું શું કારણ ? દાદાશ્રી : મુંબઈમાં જ લક્ષ્મી ભેગી થાય ? એવો નિયમ જ એવો છે કે મુંબઈમાં ઊંચામાં ઊંચી વસ્તુ ખેંચાઈને આવી પડે. પ્રશ્નકર્તા: એ ભૂમિના ગુણ છે ? દાદાશ્રી : ભૂમિના જ સ્તો ! મુંબઈમાં બધી ઊંચામાં ઊંચી વસ્તુઓ ખેંચાય. મરચાંય ઊંચામાં ઊંચા, મહાન પુરુષો તેય પણ મુંબઈમાં જ હોય અને નીચામાં નીચા, નાલાયક માણસો, તેય પણ મુંબઈમાં હોય. મુંબઈમાં બન્નેય ક્વૉલિટી હોય. એટલે ગામડામાં ખોળવા જાવ તો ના જડે. પ્રશ્નકર્તા : મુંબઈમાં સમદ્રષ્ટિ જેવા માણસ છેને ? પ્રશ્નકર્તા : બંને સાઈડે છે. દાદાશ્રી : એટલે હંમેશાં ક્રેડિટ-ડેબિટ જ થયા કરે છે. પ્રશ્નકર્તા: એ જ થવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34