Book Title: Daan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ દાન ૧૨ દાન હવે એ જ્ઞાન કેવું હોવું જોઈએ ? લોકોને હિતકારી થાય એવું જ્ઞાન હોવું જોઈએ. હા, બહારવટિયાની વાતો સાંભળવા માટે નથી. એ તો સ્લીપ થયા કરે. એ વાંચે તો આનંદ તો થાય એમાં પણ નીચે અધોગતિમાં જયા. ઊંચામાં ઊંચું અભયદાત ! અને ચોથું અભયદાન. અભયદાન તો કોઈ જીવમાત્રને ત્રાસ ના થાય એવું વર્તન રાખવું, એ અભયદાન. પ્રશ્નકર્તા : અભયદાન જરા વધુ સમજાવો. દાદાશ્રી : અભયદાન એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય. એનો દાખલો આપું. હું સિનેમા જોવા જતો હતો, નાની ઉંમરમાં બાવીસ-પચ્ચીસ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બારસાડાબાર વાગેલા હોય. તે ચાલતો આવું એટલે પેલા બૂટ ખખડે. અમે પેલી ચકતીઓ નંખાવીએ એટલે ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે સૂતાં હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જભ્યા આ પોળમાં કે આ કતરાં આપણાથી ચમકે છે ? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં મારો પ્રયોગ. આપણે લીધે ચમક્યુંને ?! પ્રશ્નકર્તા ઃ હા, એની ઊંઘમાં પણ વિક્ષેપ પડ્યોને ? દાદાશ્રી : હા, પાછું તે ચમક્યું ને, તે એનો સ્વભાવ ના છોડે. પછી કોઈ ફેરો ભસેય ખરું, સ્વભાવ પડેલો છે. એટલે એનાં કરતાં ઊંઘવા દઈએ તો શું ખોટું ? તેમાં પોળવાળાને ના ભસે. માટે અભયદાન, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવાં ભાવ પહેલાં રાખવા અને પછી એ પ્રયોગમાં આવે. ભાવ કર્યા હોય તો પ્રયોગમાં આવે. પણ ભાવ જ ના કર્યા હોય તો ? એટલે આને મોટું દાન કહ્યું ભગવાને. એમાં પૈસાની કોઈ જરૂર નથી. ઊંચામાં ઊંચું દાન જ આ છે પણ એ માણસોનું ગજું નથી. લક્ષ્મીવાળા હોય તોય આવું કરી શકે નહીં. માટે લક્ષ્મીવાળાએ લક્ષ્મીથી પતાવી દેવું. એટલે આ ચાર પ્રકાર સિવાય બીજું કોઈ પ્રકારનું દાન નથી એમ ભગવાને કહેલું છે. બીજાં બધાં તો દાનની વાત કરે છે એ બધી કલ્પનાઓ છે, આ ચાર પ્રકારનું જ દાન છે. આહારદાન, ઔષધદાન, પછી જ્ઞાનદાન અને અભયદાન. બનતાં સુધી અભયદાનની ભાવના મનમાં કરી રાખવી. પ્રશ્નકર્તા : પણ અભયદાનમાંથી આ ત્રણેય દાન નીકળી આવે છે, આ ભાવમાંથી ? દાદાશ્રી : ના, એવું છે કે અભયદાન તો ઊંચો માણસ કરી શકે. જેની પાસે લક્ષ્મી નહીં હશે, એ સાધારણ માણસ પણ આ કરી શકે. ઊંચા પુરુષો પાસે લક્ષ્મી હોય યા ના પણ હોય. માટે લક્ષ્મી સાથે એમનો વ્યવહાર નથી પણ અભયદાન તો અવશ્ય કરી શકે. ત્યારે લક્ષ્મીપતિઓ અભયદાન કરતાં પણ અત્યારે એમને એ ના થઈ શકે, એ કાચા હોય. લક્ષ્મી જ રળી લાવ્યા છેને, તેય લોકોને ભય પમાડી પમાડીને ! પ્રશ્નકર્તા : ભયદાન કર્યું છે ? દાદાશ્રી : ના, એવું કહેવાય નહીં. એવું કરીનેય જ્ઞાનદાનમાં ખર્ચે છેને ! અહીંથી આમ ગમે તેવું કરીને આવ્યો, પણ અહીં જ્ઞાનદાનમાં ખર્ચ છે એ ઉત્તમ છે, એવું ભગવાને કહ્યું. જ્ઞાતીઓ જ આપે ‘આ’ દાત ! એટલે શ્રેષ્ઠ દાન અભયદાન. બીજા નંબરે જ્ઞાનદાન. અભયદાનને ભગવાને વખાણ્યું છે. પહેલું, કોઈ તારાથી ભય ના પામે એવું અભયદાન

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34