________________
દાન
૧૩
૧ ૪
દાને
સોલૈયા દાત! પ્રશ્નકર્તા: આપણા ધર્મમાં વર્ણવેલું છે કે પહેલાં તો સોનૈયાદાન આપતાં, તે એ લક્ષ્મી જ કહેવાય ?
દાદાશ્રી : હા, એ સોનૈયાદાન હતુંને, એ તો અમુક પ્રકારના લોકોને જ અપાતું. એ બધા લોકોને નહોતા અપાતાં. સોનૈયાદાન તો અમુક શ્રમણ બ્રાહ્મણો એ બધાંને જેને કંઈક છોકરીઓ પૈણાવાની અટકી હોય. બીજું, સંસાર ચલાવવા માટે એ બધાને આપતા હતા. બાકી બીજા બધાને સોનૈયાદાન અપાતું ન હતું. વ્યવહારમાં રહેલા હોય, શ્રમણ હોય, તેમને જ અપાવું જોઈએ. શ્રમણ એટલે કોઈની પાસે માંગી ના શકે. તે દહાડે બહુ સારે રસ્તે નાણું જતું હતું. આ તો અત્યારે ઠીક છે. દેરાસરો ભગવાનનાં બંધાય છેને, તેય ‘ઑન'ના પૈસાથી બંધાય. આ યુગની અસર ખરીને !
આપ. બીજું જ્ઞાનદાન, ત્રીજું ઔષધદાન અને ચોથું આહારદાન.
જ્ઞાનદાનથી તો શ્રેષ્ઠ અભયદાન ! તે લોકો અભયદાન આપી શકે નહીંને ! એ જ્ઞાનીઓ એકલા જ અભયદાન આપે. જ્ઞાનીઓ અને જ્ઞાનીઓનો પરિવાર હોય તે અભયદાન આપે. જ્ઞાનીના ફોલોઅર્સ હોયને, તે અભયદાન આપે. કોઈને ભય થાય નહીં એવી રીતે રહે. સામો ભયરહિત રહે એવી રીતે વર્તે. કૂતરું પણ ભડકે નહીં એવી રીતે એમનું વર્તન હોય. કારણ કે એને દુઃખ કર્યું કે પોતાની મહીં પહોંચ્યું. સામાને દુઃખ કર્યું કે અહીં પહોંચ્યું એટલે આપણાથી કોઈ જીવને કિંચિત્માત્ર પણ ભય ના થાય એમ રહેવું.
લક્ષ્મી' ત્રણેયમાં આવે ! પ્રશ્નકર્તા : તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી ?
દાદાશ્રી : લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે પુસ્તકો છપાવડાવોને, તો એ લક્ષ્મી એમાં આવી ગઈ, એ જ્ઞાનદાન.
પ્રશ્નકર્તા: લક્ષ્મી થકી જ બધું થાય છેને ? અન્નદાન પણ લક્ષ્મી થકી જ અપાય છેને ?
દાદાશ્રી : ઔષધ આપવું હોય તોય આપણે સો રૂપિયાનું ઔષધ લાવીને પેલાને આપીએ ત્યારેને ? એટલે લક્ષ્મી તો બધામાં વાપરવાની જ. પણ લક્ષ્મીનું આ રીતે દાન હોય તે સારામાં સારું.
એ કઈ રીતે અપાય? પ્રશ્નકર્તા : એટલે દાનોમાં લક્ષ્મી સીધી રીતે વર્ણવી નથી.
દાદાશ્રી : હા, સીધી રીતે આપવી ય ના જોઈએ. આપો એવી રીતે કે જ્ઞાનદાન તરીકે એટલે પુસ્તકો છપાવીને આપો કે આહાર જમાડવા તૈયાર કરીને આપો. સીધી લક્ષ્મી આપવાની કોઈ જગ્યાએ કહી નથી.
જ્ઞાતીની દ્રષ્ટિએ.. પ્રશ્નકર્તા : વિદ્યાદાન, ધનદાન, એ બધાં દાનમાં આપની દ્રષ્ટિએ કયું દાન શ્રેષ્ઠ ગણાય ? ઘણી વાર આમાં દ્વિધા ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : વિદ્યાદાન ઉત્તમ ગણાય છે. લક્ષ્મી હોય તેણે વિદ્યાદાન, જ્ઞાનદાનમાં લક્ષ્મી આપવી જોઈએ. જ્ઞાનદાન એટલે પુસ્તકો છપાવવાં કે બીજું-ત્રીજું કરવું. જ્ઞાનનો ફેલાવો કેવી રીતે થાય ? એના માટે જ પૈસા વાપરવા જોઈએ. લક્ષ્મી હોય તેણે અને લક્ષ્મી ના હોય તેણે અભયદાનનો ઉપયોગ કરવો જોઈએ. કોઈને ભય ના થાય એવી રીતે આપણે ચેતીને ચાલવું જોઈએ. કોઈને દુઃખ ના થાય, ભય ના થાય એ અભયદાન કહેવાય છે.
દાનની બાબતમાં લોકો નામ કાઢવા માટે દાન આપે છે, એ વ્યાજબી નથી. નામો કાઢીને તો આ ખાંભીઓ બધી ઘાલે છે ને ખાંભીઓ