________________
દાન
૨૭
જીવતાને લોકો તતડાવે છે. એ લોકોને કગરાવે છે ને અહીંયા કરોડો રૂપિયા પથ્થરની મૂર્તિ પાછળ ખર્ચે આવું કેમ ?
દાદાશ્રી : હા, પણ લોકોને કકળાવે છે એ તો એની અણસમજણથી કકળાવે છેને, બિચારાને ! ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાથી કકળાવે છેને !
એવું છેને, આ પૈસા કમાવા જે નીકળે છે, હવે સારી રીતે ઘર ચાલે એવું હોય છે, તોય પૈસા કમાવા નીકળે. તે આપણે ના સમજીએ કે આ
એના ક્વોટા ઉપરાંત વધારે ક્વોટા લેવા ફરે છે ?! જગતમાં તો ક્વોટા બધાનો સરખો છે. પણ આ લોભિયા છે તે વધારે ક્વોટા લઈ જાય છે એ પેલાં અમુક લોકોને ભાગ જ ના આવે. હવે એય છે તે એમ ને એમ ગપ્પાથી નથી મળતું, તે પુણ્યથી મળે છે.
ત્યારે પુણ્ય વધારે કર્યું તો આપણી પાસે નાણું આવ્યું તો નાણું આપણે ખર્ચી નાખીએ પાછું. આપણે જાણીએ કે આ તો ભેગું થવા માંડ્યું. ખર્ચી નાખ્યા તો ડીડક્શન(બાદ) થઈ શકેને ? પુણ્ય ભેગું તો થઈ જ જાય. પણ ડીડક્શન કરવાની રીત તો જાણવી જોઈએને ?
એટલે લોકો મંદિરો બધું કરે છે, બરોબર કરે છે. એમને ચાવી જોઈએ છે. એમને દર્શન ક્યાં કરવાં છે ? જે જ્યાં દર્શન કરવા જાયને તો એને શરમ ના આવે એવું જોઈએ છે. જીવતાં જોડે એને શરમ આવે છે અને મૂર્તિ પાસે તમે કહો એવો નાચે હઉ. નાચે-કૂદે એકલો ! પણ જીવતાં જોડે એને શરમ આવે છે. આ જીવતાં હોયને અને જીવતાં પાસે ના કશું થાય. અને જો જીવતાં પાસે જો કર્યું તો એનું કલ્યાણ થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય, આત્યંતિક કલ્યાણ થઈ જાય. પણ એવી શક્તિ ના હોયને ! એવી પુણ્ય ના હોય !
ભગવાન પાસે મૂકેને, તે બધું નિષ્કામ નહીં સકામ. હે ભગવાન, છોકરાને ઘેર એક છોકરો ! મારો છોકરો પાસ થાય. ઘેર પૈડા ડોસા છેને,
૨૮
દાન
એમને પક્ષઘાત થયો છે તે મટી જાય. તેના બસ્સો ને એક મૂકે. હવે અહીં તો કોણ મૂકે ? આપણે કંઈ એવું કારખાનું છે ? અને અહીં લે ય કોણ તે મૂકે ?
એ ય હિંસા જ !
પ્રશ્નકર્તા : વેપારી નફાખોરી કરે, કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનતના પ્રમાણમાં ઓછું વળતર અથવા કોઈ મહેનત વગરની કમાણી થાય તો એ હિંસાખોરી કહેવાય ?
દાદાશ્રી : એ બધી હિંસાખોરી જ છે.
પ્રશ્નકર્તા : હવે એ ફોગટની કમાણી કરીને ધર્મમાં નાણાં વાપરે, તો તે કઈ જાતની હિંસા કહેવાય ?
દાદાશ્રી : જેટલું ધર્મકાર્યમાં વાપર્યું, જેટલું ત્યાગ કરી ગયો, એટલો ઓછો દોષ બેઠો. જેટલું કમાયો હતો, લાખ રૂપિયા કમાયો હતો, હવે એ એંસી હજારનું દવાખાનું બંધાવ્યું તો એટલા રૂપિયાની જવાબદારી એને ના રહી. વીસ હજારની જ જવાબદારી રહી. એટલે એ સારું છે, ખોટું નથી.
પ્રશ્નકર્તા : લોકો લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં ? દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીંને !
જેવું આવ્યું, તેવું જાય....
આ તો ભગવાનના નામ પર, ધર્મના નામ પર બધું ચાલ્યું છે ! પ્રશ્નકર્તા : દાન આપનારા માણસ તો એમ માને કે મેં શ્રદ્ધાથી આપ્યું છે. પણ જેને વાપરવાનું છે એ કેવું કરે છે, એની આપણને શું ખબર પડે ?