Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 560
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विश्वदेशस्थ लोकानां, प्रगत्यर्थच शांतये । विश्वकाव्य समाख्यातं, बुद्धिसागर सूरिणाम् ॥२६॥ આવા અનેક પત્ર ગંભિર વિચારણું માંગી લે છે. અનેક પત્રોના ઉદાત્ત વિચારો તેના વાચકના જીવનને વધુ સમૃદ્ધ-કર્તવ્યતત્પર-અને આત્મશાંતિવાળા બનાવી શકે એ નિઃશંસય છે. ( પત્ર સદુપદેશ ભાગ ૩ –ગ્રંથાંક નં. ૧૦૮, પૃષ્ટ સંખ્યા ૯૦. ભાષા ગુજરાતી રચના સં. ૧૯૭૧ થી ૧૯૮૧. આ ગ્રંથમાં શ્રી ગુરૂદેવના ઉચ્ચ કોટિના ભક્ત-મુમુક્ષુઓ પર લખાયેલા પત્રોને સંગ્રહ છે. જેમાં શ્રી જયંતિલાલ ઓચ્છવલાલ મહેતા, બી. એ. એલએલ. બી., જેઓ વડોદરાના એક વૈષ્ણવ, વિદ્વાન તત્વજ્ઞાનરસીક હેઈ ગુરૂશ્રીપર ઉત્કટ પ્રેમ ભક્તિભાવ ધરાવે છે, તેમના પરના પત્રમાં એક આદર્શ ગૃહસ્થના ઉચ્ચ જીવનના આદર્શો દર્શાવ્યા છે. જેનેતરે પ્રતિ પણ ગુરૂશ્રીના આવા સદ્દભાવનાં હજારે દષ્ટાંતે પૈકીનું આ એક ગણાય. આ ગ્રંથમાંના અનેક પત્રો પૈકી શ્રી જયંતિલાલનું લગ્ન પૈષ વદી ૫ નું હોઈ તેમણે એક કુંકુમ પત્રિકા ગુરૂશ્રીને પાઠવી હતી. પિતાના પ્રિય શિષ્યને તેને પ્રત્યુત્તરમાં આ ત્યાગી જૈન આચાર્ય આશીર્વચન પાઠવે છે તે અદભુત છે. તમારા તરફથી લગ્નપત્રિકા મળી. તમારી નવી જીંદગી પિષ વદી પ થી શરૂ થશે હમારે બ્રહ્મચર્યનો ઝળહળતો અનિરથ નિજ આશ્રમને છેલ્લે વિરામસ્થાને સહેજ ઉભે રહે તે સમયે સૌભાગ્યકાંક્ષી સહચરીને પ્રેમપૂર્વક નૂતન સ્વરૂપ પામેલા રથમાં લઈ ગ્રહસ્થાશ્રમને માર્ગે જીવનયાત્રાના ઉર્વકમમાં સાનંદ આગળ વધશે. સૂર્ય-ચંદ્રસમા તમે ઉભય, સંસારરૂપી અવનિનું રક્ષણ કરી, સંસારને દિપાવી, સ્વદ્રષ્ટાંત અન્ય સંસારને પ્રફુલ કરશે. મન-વાણી અને કાયાના યોગ વડે પ્રભુના પવિત્ર માર્ગમાં આરહીને સહચરીને સ્નજીવનના એયે પ્રભુદ્વારમાં પ્રવેશાવશે. બન્નેનું સુખદુખમાં આત્મજ્ય સદા પ્રવર્તી, અને બન્નેના હૃદયમાં શુધ્ધાનંદ પ્રભુનું પ્રાકટય થાઓ. સર્વ પ્રકારની સ્થિતિમાં પરસ્પરમાં આત્મય અને દુખ સહનરૂપ તપ પ્રકટવું જોઈએ, અને એવું તપ પ્રકટાવે જેથી વિપત્તીની વાદળી સરી જઈ આનંદભાણ પ્રકાશે. પરસ્પરમાં હું-તુને ભેદ ન રહે, અને ચામડીના રૂપરંગે સુખની બુદ્ધિ ન રહે. વ્યકિતગત બાહ્ય સુખની વાંચ્છાને સ્વાર્થ ન રહે એવી રીતે જીવનયાત્રાનું લગ્ન તમને પરમાત્મ સાક્ષાત્કારવાળું જણાઓ અને એવી પ્રવૃત્તિ થાઓ, દંડ અને મનનો પ્રેમ વિશુધ્ધ થતાં શુધ્ધાત્મ પ્રેમ પરિણમ. પરસ્પર ભિન્ન વિરૂધ્ધ વિચાર-મતભેદનો આત્મયમાં લય થાઓ અને તેમાંથી વિચારવિવિધતાના નૂતન જીવનરસદધિમાં મગ્ન થઈને બ્રહ્મસાગરમાં ઝીલો, તમારા માર્ગમાં સદ્ગુરૂતારક પ્રકાશની સહાય મળે. પરસ્પરને કામાર્થે નહિ પણ આત્માથે ચાહીને આત્મરૂપે બને. જ્ઞાન-દર્શન-ચારિત્રમય આંતર પવિત્ર જીવનને સત્યે બાહ્ય જીવન જી-વંશિa-બુધિસાગર.'' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643