Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 609
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩s શ્રીમના સર્વ ગ્રંથોમાં આ ગ્રંથ છેલ્લું હતું. તે પૂર્ણ લખાઈ ગયો. છપાવામાં થોડુ કામ (પ્રસ્તાવના લખવાનું–પિતાની જ પ્રસ્તાવના ) બાકી હતું અને શ્રીમદ્ ચરનિદ્રામાં પહાડી ગયા. એની પ્રસ્તાવના મારી કલમે જ લખવાનું વિધિ નિર્માણ–મેં સ્વિકાર્યું ને તે લખી પણ ભારે હૈયે. ને તેમાંથી જ અત્રે વિવેચનાથે કેક ઉદ્ધરણ કરવું પડશે. આ ગ્રંથમાં અ થી માંડી તમામ બારાખડીવારના અક્ષરથી શરૂ કરી પ્રત્યેક અક્ષરથી શરૂ થતી લીંટીઓમાં, ઉંચ અધ્યાત્મજ્ઞાન, ગ, તત્વજ્ઞાન, ઈતિહાસ, સેવાધર્મ, કર્મયોગ, ગૃથ્વધર્મ, બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધલગ્નનિષેધ, વરધર્મ, ઉચ્ચપ્રેમ, મિત્રતા, પતિ-પત્ની ધર્મ, ભક્તિ, ઉપાસના, ત્યાગ-તપ-તિતિક્ષા-શાંતિ, સૌમ્ય, ઉચ્ચગ્રસ્થ ધર્મ, કસરત, આહારશુદ્ધિ, નિર્મળ ચારિત્ર્ય, આચાર, સાચા સુધારા, ગૃહસ્થ અને ત્યાગીનાં કર્તવ્ય, સાચુ જીવન; દયા, ચોરી, નિન્દા, વ્યભિચાર, કાયરતા, પરવશતા, શઠતા, અશાંતિ, અદત્ત આદિ ત્યાગ, તમામ વિદેશની સ્થિતિ પરત્વે અંગુલીનિર્દેશ અને તે પરથી લેવાને બધ, આવા અનેક ઉપયોગી વિચારવા યોગ્ય વિષયોનું વિસ્તૃત વિવેચન કાવ્યમાં સાદી સરળ ભાષામાં આપ્યું છે. સદુધની ડીકશનેરી યા મહાન શબ્દકેષ જ જાણે વાંચતા હઈએ તેવું લાગે છે. એને ખ્યાલ પ્રત્યેક અક્ષર પર તેમણે આલેખેલ પૃષ્ઠસંખ્યા આપશે :- પંક્તિ અ પર, ૮૧૮ પંક્તિ આ પર, ૫૦૮, ૩, ૪૦૦, ક, ૧૦૫૮, ખ, ૪૦૨, ગ ૪૪૦, ચ ૪૩૦, જ ૧૦૬૨, ત ૩૮૦, ૬ ૭૦૦, ધ પ૨૫, ન ૭૨૫, ૫, ૧૧૫૦, મ ૪૭૬, અને કુલ પંક્તિઓ ૧૨૦૦૦ આ ગ્રંથમાં આલેખાઈ છે. પ્રબળ ક્ષય પમથી અતિવાંચનથી, બહુશ્રતપણાથી, જ્ઞાનની હાયથી લખાયેલ આ ગ્રંથ વાંચતાં વાંચતાં લાગી આવે છે કે શ્રી મદે આટલો ને આ વિશાળ અનુભવ કયાંથી ને કયારે મેળવ્યો હશે? ઝીણામાં ઝીણી બાબત પર મર્મ અને તલસ્પષી વિવેચન ! મનુષ્યજીવનમાં ગૃહસ્થાશ્રમીઓને ઉપયોગી સદુપદેશ, સાધુ જીવનની સચોટ મીમાંસા, બાળકને આજ્ઞાઓ, યુવાનોને શિક્ષાઓ, પતિ-પત્ની ધર્મની મર્યાદા ફરજો અને તેના આદર્શો, વૃદ્ધોને માર્ગદર્શક સૂચનાઓ, સ્ત્રી કેળવણીની અગત્ય, ધનાઢયેની ફરજો, શિક્ષા અને શિક્ષકોના ઉચ્ચાદર્થો, સાચા શદ્ધ પ્રેમીઓના આદર્શો, લક્ષણે અને કર્તવ્ય, જીવનસંગ્રામમાં જરૂરી શારીરિક શક્તિના વિકાસના અલભ્ય માર્ગો, બ્રહ્મચર્યના ફાયદા, કોમ અને ધર્મના રક્ષણાર્થે ઈતિહાસ સુધારણુ અને મહાશકિત, સંગઠ્ઠન તેમજ અભ્યાસની જરૂર, જીવનની અનુપમ શાંતિ માટે ઉચ્ચ ગૃહસ્થ જીવનની અને ઉત્કૃષ્ટ સાધુ જીવનની પ્રવૃત્તિઓ, ધર્મ, દેશ, કેમ અને કુટુંબની ઉન્નતિ અને રક્ષાથે જોઈતી સેવા ભાવના, નિડરતા, સ્વાર્થ ત્યાગ એવં સર્વાપણની જરૂરીઆત, અને તેની શિક્ષાથી માંડી ઠેઠ ઉચ્ચ જીવન જીવી પરોપકાર સેવા અને ત્યાગ દ્વારા અનુપમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી, સ્વાનુભવે મોક્ષ પ્રાપ્ત કરી લેવા સુધીની માર્ગદર્શક શિક્ષાવલી આ કકકાવલિમાં પંકિતએ પંક્તિએ ઉભરાય છે. શ્રીમનાં ઉચ્ચ કક્ષાના તથા સાધારણ અનેક ગ્રંથની ૧૦૮ જ્ઞાનપુષ્પની માળાના મેર સમાન આ મહાગ્રંથ લાગે છે, ને અમારા માનવા પ્રમાણે આ જ્ઞાનાર્ણવ સમાન ૧૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643