Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 621
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ ૫ ગુજરાતી ગદ્ય પદ્ય લખવાની શરૂઆત જૈન લેખકે એ કે બીજાઓએ કરી તે નક્કી કરવામાં ઉપયોગી થાય તેમ છે. - જૈનધર્મની પૂર્વની જાહેઝલાલી, આચાર્યો સાધુઓ જૈન શ્રેષ્ટિઓ અને વીર જૈન સન્નારીઓએ જૈન ધર્મના ઉત્થાન માટે આપેલા ભેગ, મુસ્લીમ બાદશાહને આશ્ચર્ય પમાડે તેવાં સાહસ કરી મેળવેલી મહાન તીર્થો આદિ માટેનાં સ્વાતંત્ર્ય ફરમાનોની સનદોની બક્ષીસે, મેળવેલા જીવદયા પાળવાના દિવસોની બક્ષીસે, તત્સમયના જૈનોની જાહોજલાલી ધર્મચુસ્તતા અને ધર્મનો ઉદ્યોત, આચાર્યો સાધુઓનાં તપ ત્યાગ અને ધર્મ પ્રભાવનાથી કરેલા ચમત્કારોથી વા શાસ્ત્રાર્થોથી બાદશાહોને આશ્ચર્ય પમાડી ધર્મ પ્રચાર કરવો વગેરે બાબતોથી આ રાસાઓ ઉભરાય છે. ઉપદેશાત્મક ઇતિહાસીક કડીઓમાં કાવ્ય કુસુમ વડે ગુથેલે આ સંભાર મિષ્ટ અને સુવાચ્ય છે. આ વસ્તુઓ–રાસાઓ મેળવી–પ્રસિધ્ધ કરવા શ્રીમને ઘણું આવશ્યક ને ઈષ્ટ જણાતાં પિતે તે કાર્ય ઉપાડ્યું. પૂર્ણ કર્યું. આ રાસાઓમાં નીચે પ્રમાણે રાસાઓ છે – ૧ શ્રેષ્ટિવર્ય શ્રી શાંતિદાસજી (વિદ્યમાન અમદાવાદના નગરશેઠના પૂર્વજો) રાસકાર શ્રી ક્ષેમવર્ધન શ્રી હીરવિજયસુરિની નવમી પાટે થયા છે. રચના ૧૮૭૦ માં થઈ છે. ( શ્રી હીરવિજયસુરિની દ૯ મી પાટે મહાન ક્રિયાપાત્ર ચમત્કારીક શ્રી નેમસાગરજી થયા તેમના શ્રી રવિસાગરજી, તેમના શ્રી સુખસાગરજી, અને તેમના તે ચરિત્ર નાયક ચેગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી થયા.) ૨ શ્રી. વખતચંદ શેઠ આ રાસ પણ શ્રી ક્ષેમવર્ધન એમણે ૧૮૭૦ માં રચ્યો છે ને વખતચંદ શેઠના સ્વર્ગવાસ બાદ બે માસે સપૂર્ણ કર્યો છે (૧૮૭૦ અષાઢ સુદ ૧૩ ગુરૂવારે) ૩ શ્રી લર્મિસાગર સુરી. જન્મ ૧૭૨૮ ચૈત્ર સુદ ૫. સ્વર્ગવાસ ૧૭૮૮.આશ્વિન માસ. રાસકાર વાચક રામવિજ્યજી ઉપાધ્યાય. ૪ કલ્યાણસાગર સુરી. ૫ નેમિસાગર ઉપાધ્યાય. રાસકાર શ્રી. વાચક વિદ્યાસાગર શિષ્ય કૃપાસાગરે ઉજજયનીમાં ૧૬૭૪ માં માગશર સુદ ૧૨ ના રોજ ર છે. ૬ શ્રી. વિજયદેવ સુરી. રાસકાર કવિ કૃપા વિજયના શિષ્ય શ્રી મેઘવિજય છે. ૭ શ્રી. વિજયાનંદ સુરી. ૧૬૪ માં જન્મ. રાસકાર શ્રી. લાભવિજયગણિ. ૮ શ્રી. કલ્યાણવિજયગણિ. (જેમની પાટે શ્રીમદ્દ યશોવિજયજી ઉ. આવે છે. ૯ શ્રીમદ સત્યવિજયજી (તેમના સમકાલીન વિખ્યાત વાચકવર ઉ. યવિજયજી શ્રી. વિનયવિજયજી ઉપાધ્યાય, શ્રી આનંદઘનજી શ્રી. ઉ. માનવિજય ગણિ ધમ સંગ્રહના રચયિતા) શ્રી જ્ઞાનવિમલસુરી જેમને વિમલ ગર૭ હજી ચાલે છે. ધર્મ મંદિર ગણિ. શ્રી. રામવિજયજી, શ્રી લાવણ્ય સુંદર, ગુજરાતીમાં ધર્મ સાહિત્યની ધારા વહવનાર આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643