Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 631
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. અધ્યાત્મજ્ઞાન–પ્રસારક મંડળનું –બંધારણપૂર્વ ઈતિહાસ: આ મંડળ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરના સદુપદેશથી શ્રી માણસા મુકામે સં. ૧૯૬૫ ના કારતક શુદ ૫ ના રોજ સ્થાપન કરવામાં આવ્યું હતું. આજે ૩૮ વર્ષ વીત્યાં છે તેના તરફથી આજ સુધીમાં લગભગ ૧૧૧ ગ્રંથ પ્રકટ થઈ ચુકયા છે. કેટલાંક પુસ્તકની આવૃત્તિઓ થઈ છે અને કેટલાંક બ્રિટિશ તેમ જ ગાયકવાડ સ્ટેટ તરફથી કેળવણીખાતા માટે મંજુર કર્યા છે. આ મંડળને ઉદ્દેશ ભારતમાં વિસરાતા જતા યુગ, અધ્યાત્મજ્ઞાન, ઇતિહાસ, જૈન ઈતિહાસ અને આધ્યાત્મિક ભજનને પુનર્જીવન આપી તેનો પ્રચાર કર, તેમ જ પૂ. ગુરુદેવ વિરચિત તે તે વિષયને લગતા ગ્રંથ તેમજ પૂર્વાચાર્યોના એ જ્ઞાનને લગતા ગ્રંથ પ્રકટ કરી તેને પ્રચાર કરે એ છે. પ્રારંભમાં અન્ય ગુરુબંધુઓની સહાયથી મુખ્યત્વે શેઠ લલ્લુભાઈ કરમચંદ દલાલે ઘણાં વર્ષો સુધી આ સત્કાર્ય કર્યું. બાદ ગુરુદેવની હૈયાતીમાં જ તેમની આજ્ઞાથી પાદરાવાસી સ્વ. વકીલ મોહનલાલ હિમચંદ એમણે તે ઉપાડી લીધેલું અને અન્ય ગુરુબંધુઓની સહાયથી ચલાવેલું. મંડળે પ્રકટ કરેલાં ઘણાં પુસ્તકે હવે અપ્રાપ્ય બનતાં તેને પુનર્મુદ્રીત કરી છપાવવાનું જરૂરી થઈ પડયું છે. આ બાબત પૂ. આચાર્ય મહારાજ શાંતમૂર્તિ શ્રીમદ્દ કીર્તિ સાગરસૂરિજી મહારાજને પણ ખૂબ અગત્યની લાગી. સદ્દભાગે સં. ૨૦૦૨ નું તેઓશ્રીનું ચાતુર્માસ મુંબઈ ખાતે થયું અને તેઓશ્રીના પ્રયાસ અને પ્રેરણા તેમ જ સદુપદેશથી જ્ઞાનસિક ગુરુભકતોએ સારી રકમ ઉદારભાવે આ મંડળને આપી છે. આ મંડળનું પ્રથમનું બ ધારણ છે. તે બંધારણપૂર્વક આજ સુધી કામ ચાલ્યું છે પણ પલટાતા જતા સમય પ્રમાણે તેમ જ હાલમાં નાણું ભરનાર ભાઈઓ કેટલાક નવીન હઈ સૌને સમ્મત એવું બંધારણ ઘડી કાઢવું ઈષ્ટ લાગવાથી આ બંધારણ ઘડવામાં આવે છે. સં. ૧૯૬૫ માં મંડળની સ્થાપના પ્રસંગે થયેલ બંધારણમાં–ગુરુદેવના સ્વર્ગગમન બાદ જીવંત સ્મારક કર્યું અને પેટ્રો લાઈફ મેંબરે વિગેરેની યોજના કરી, તે વખતે તેમાં ઉચિત ફેરફાર કરાયેલા, જે સં. ૧૯૮૧ ના કારતક વદી ૧ ના રોજ શેઠ જીવણચંદ ધર્મચંદના પ્રમુખપદે મુંબઈમાં મળેલી જનરલ સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલા. તે બાદ હવે સં. ૨૦૦૩માં ફેરફાર થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643