Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 597
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ખુદા હમારા અજબ રંગીલા, અગમ રૂપ ધરને વાલા” તથા “ અલ્લા હૈ અકલ કલા કરનેવાલા' આ પદોમાં આત્મારૂપ ખુદાને કલમ વડે ખૂબ ખેલાવ્યા છે. “ આત્માં સે પરમાત્મા ' એવા આત્માને પરમાત્મપદ પ્રાપ્તિનો માર્ગ બતાવી-આત્મા પરમાત્મા સમાન કેવી રીતે છે તે દર્શાવ્યું છે “રાધા અને કૃષ્ણ” “વિકારી શ્વાનો” “કેદાર કંકણનો બિલાડો ” તમે ક્યાં ઓળખો અમને ?” “ખરો છે મેળ શિર સાટે' - શક્તિ વધારો ભાઈ” “વહાલાં પુસ્તક” “ગુર્જરત્રા” “કલિકાલમાં ભવિષ્ય વાણી”. ભજન પદસંગ્રહ ભાગ ૯ મે-ગ્રંથાંક ૬૧. પૃષ્ટ સંખ્યા ૫૮૪. ભાષા ગુજરાતી કિં. રૂા. ૧-૮-૦. રચના સં. ૧૯૭૯. શ્રાવણ સુદી બીજ. ભજન સંગ્રહના નવમા ભાગમાં સબોધ જ્ઞાન તત્વચિન્તન ચેગ અને આધ્યાત્મિક ઉપદેશનાં ભજનો સાગર ઉછળે છે. તેમાં મુખ્યત્વે રાષ્ટ્ર ભાવનાનાં પ્રેરક પોષક અને ઉદ્બોધક ભજનો મુખ્ય લક્ષ ખેંચે છે. આ ગ્રંથ લખાતો હતો ત્યારે રાષ્ટ્ર ઉત્થાનને જુવાળ હતો. એ વાતાવરણ તેમાંયે માતૃભૂમિ માટે સૌ કેઈએ સર્વ કાંઈ કરી છૂટવું ઘટે એ ભાવના શ્રીમની અખંડિત હતી. છતાં એક સંતની કલમમાંથી પ્રકટેલાં આ રાષ્ટ્રસેવાનાં ભજનોમાં આત્માભિમુખતા અદ્રશ્ય થતી નથી. કયાંક ક્યાંક આત્મપ્રદેશ અને મુકિત એ સાચું સ્વરાજ્ય-અને એ મેળવવા સ્વાર્પણ કરવાનાં સુચનો ઝબકે છે. આધ્યાત્મિક જ્ઞાન દ્રષ્ટિએ આત્મા તે જ ભારત દેશ છે, આત્માનું ચિદાનંદ સ્વરુપ તેજ સ્વરાજ્ય છે અને આત્મા જ ખરેખરી જન્મભૂમિ છે એ સ્વદેશ તથા એવું સ્વરાજ્ય દર્શાવ્યું છે. વિશ્વસંદેશ કાવ્યમાં (બાહ્ય) રાજ્ય કેવું હોય? રાજ્યના શાસકએ કેમ વર્તવું જોઈએ? વિશ્વમાં સર્વથા સર્વત્ર સાચી શાન્તિ પ્રવતે અને આત્મરાજ્યમાં પ્રવેશી શકાય તેના ઉપાયો બતાવ્યા છે. આખા ગ્રંથમાં વિવિધ વિષયો પરનાં અનેક ભજને કાવ્યો છે. પ્રસ્તાવનામાં શ્રીમદ્ લખે છેઃ હિન્દુઓ અને મુસલમાનનાં યુદ્ધ અને કુસંપ કલેશ તથા પરસ્પરનો દ્રોહ જ પડતીનું કારણ છે. હિન્દમાં ચૈતન્યવાદ-આત્મવાદ છે, પરંતુ આચાર-વિચારોમાં મતવાદ અર્થાત્ જડવાદની જડતા વૃદ્ધિ પામવાથી આત્મબળ ઘટતાં ઘટતાં ઘણું ઘટી ગયું. તેથી હિન્દ નબળું પડી ગયું. તેથી હિન્દી શારીરિક માનસિક બળથી હિન થયા ને તેથી તેમનું આધ્યાત્મિક બળ ઘણું ઘટી ગયું. તેથી અંગ્રેજોએ હિન્દ યુકિત પ્રયુકિતથી સ્વાયત્ત કરી લીધું. હિન્દુ-મુસલમાનેને અંગ્રેજોએ સમજાવીને કાયદાના બંધનથી સ્વવશ કર્યા. તેથી પૂર્વકાલીન શકિતઓનો પરતંત્રતા યોગે હાસ થયો. હવે શિક્ષણથી અને દુખદારિદ્રથી હિન્દ જાગૃત થયું છે. તે પોતાની સ્વતંત્રતા માટે મહાસભાએ ભરે છે. હિન્દ સ્વરાજ્યનું પ્રભાત તે થઈ ચૂકયું છે – હિન્દમાં જન્મેલાઓએ હિન્દ માટે સર્વસ્વાર્પણ કરવું જોઈએ. હિન્દમાં આધ્યાત્મજ્ઞાન જેવું છે તેવું અન્ય દેશોમાં નથી. હિન્દમાંથી જે આધ્યાત્મિક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643