________________
જીવનના એક વિરાટ પરિવર્તનને સ્વાદ, એક વિશાળ જવાબદારી અથવા પેાતાની શક્તિપરીક્ષાની ઉત્તેજના આવી ગયાં. આ ઉત્તેજના સાથે સાથે ભવિષ્યના અનેક દિવસેાના સંગ્રામ માટે સ્થિર અને શાંત છતાં દૃઢ મનેાખ઼ળ એક' થયું. બધું શૂન્ય લાગતું હેાવા છતાં રમા વિહવળ નથી. પોતાના સામે પડેલી વિરાટ જવાબદારી અને જીવનસંગ્રામ એને સ્થિર બનાવી રહ્યાં છે, ડાર બનાવી રહ્યાં છે. ઉદાસ ચહેરે એને એ સાધના કરવી પડશે. પેાતાના પગના ખળ પર ઊભા રહેવું પડશે. જીવનને આ એક જુદા જ સ્વાદ છે.
ધીમે ધીમે રમાએ આંખા ખેાલી. નહી, હવે એનામાં કઈ કમજોરી નથી. કોઈ નિરાશા નથી. નવા દિવસે। માટે તે મનેામત પૂરી તૈયાર થઈ ગઈ છે.
અવનીના કપાળ પર ફરી હાથ ફેરવતાં એને થયું કે કેટલા આશ્ચર્યંની વાત છે. આ માણસ કદાચ થાડા દિવસે। નહીં હાય. વાત નહીં કરે. પછી દેખશે પશુ નહિ. આ પલંગ, આ મ, આ માસના અભાવની હર એક ક્ષણે યાદ આપતાં રહેશે.
એકાએક એને થયું કે એ એક મૃત વ્યક્તિના કપાળ પર હાથ ફેરવી રહી છે. એક આંચકા સાથે એણે પેાતાના હાથ હટાવી લીધા. એને થાડા ડર લાગવા માંડયો. એ પેાતે પણ એક દિવસ મરવાની છે. જરૂર ભરવું પડશે.
નહિ, એ જીવવા માગે છે, બહુ દિવસ, બહુ સમય સુધી જીવવા માગે છે. બધા પ્રકારના સંગ્રામને સામના કરતાં એ જીવવા ચાહે છે. એને પણ એક દિવસ મરવું પડશે. શા માટે ભરવું પડશે? શું એ લાંબા સમય સુધી જીવતી ન રહી શકે ?
એને ડર લાગવા માંડયો.
રમા પલંગ પરથી નીચે ઊતરી, ધીમે ધીમે ઉન્મેષ પાસે જઈ સૂઈ ગઈ. એક હાથ ઉન્મેષના દેહ પર રાખ્યા. હવે આ ઉન્મેષ જ તેનું સસ્વ છે. એના માટે એને જીવવું છે. એ મૃત્યુની ચિંતા કરવા માગતી
૧૨
નથી. એ જીવન માટે વિચારવા માગે છે. આવનાર મુશ્કેલ દિવસે માટે એ વિચારવા માગે છે.
ઊંધવા માટે રમાએ આંખેા મી'ચી. ઉન્મેષનું શરીર પૂરતું ગરમ છે. તેના દેહમાં જીવનની ઉષ્મા છે. રમા ઊંઘી ગઈ. કેટલાંય કામેા અને મુશ્કેલીએ વચ્ચે સૂરજ ઊગ્યા તે આથમી ગયા. દિવસ ક્રાઈ પણુ રીતે પસાર થઈ ગયા.
એ દિવસે આપરેશન હતું.
:
દિયર તીને કહ્યું, ‘ભાભી તમે આવા છે? ' માથું નીચું રાખી રમાએ ધીમા અવાજે કહ્યું, ‘હું આવીને શું કરીશ ! મારું માથું ભમે છે. ત્યાં આવીશ તે। બેભાન થઈ જઈશ. તમે લેાકેા વધારે મુશ્કેલીમાં મુકાઈ જશેા.'
· તા રહેવા દો. તમારે આવવાની જરૂર નથી.' ખરેખર એક દબાયેલી ઉત્તેજનાથી સવારથી જ એનેા દેહ થરથર ધ્રૂજી રહ્યો હતા. રમા સૂતી જ રહી. દિયર હોસ્પિટલ ગયા. સાથે ખૂબ પૈસા પણ લઈ ગયા. આખા દિવસ રમા સૂતેલી જ રહી. એ જાણે છે કે દિયર કયારે આવશે. એક ભયાનક પ્રત્યાશા અને આશાની ઉત્તેજનામાં માથું... પણ ઊંચુ કરી શકી નહિ.
અપાર થઈ ગયા. દિયર્ બ્યા નહિ, અગિયાર વાગે ઑપરેશન શરૂ થવાનું હતું...અત્યાર સુધીમાં તેા પૂરુ થઈ જવાનું હતું. તેા શું બધુ ખતમ થઈ ગયું !
રમા એઠી થઈ. એના ચહેરા કઠોર થઈ ગયા. એ ખારી પાસે જઈને બેસી ગઈ. બહુ વાર સુધી એસી રહી.
એ વાગ્યા, ત્રણ વાગ્યા, ચાર પણ વાગી ગયા. દિયર હજી સુધી આવ્યા નહિ. રમા ક્રશ પર સૂઈ ગઈ. થોડા સમય વીત્યા બાદ દાદર પર ચ’પલના અવાજ સંભળાયા. રમા એડી થઈ.
એની આંખા પહેાળી થઈ. એ વાતને એ પેાતે જ સમજી શકી નહિ. રૂમના બારણા આગળ આવીને જતીન ઊભા રહ્યો.
[ બુદ્ધિપ્રકાશ, જૂન ૬૯