________________
શિવ દેવતા સાથે આ પ્રજાને કોઈ સબંધ હાઈ શકે ? અનેક અના દેવતાઓના આ લોકો અસ્વીકાર કરી શકયા નહાતા. આસપાસ ચારે દિશામાં પ્રચલિત તેમને પ્રભાવ રોકી રાખવાનું અસ'ભવ બન્યું હતું. પ્રાચીન આગણમાં જેએ જ્ઞાની હતા તે જનમાનસને પ્રસન્ન રાખ્યા વિના તેમની સાથે વાસ કરી શકે તેમ નહેાતું. એટલે બધા યજ્ઞોમાં પહેલાં ગણુદેવતા ગણુપતિની પૂજા કરાવી દીધી હતી. પ્રાચીન દ્રવ્ય-તુષ્યના મંત્રોમાં ધણુાય મત્ર એવા છે કે જેમાં અસુર, યાતુધાન અને ત્રાત્યાને દૂર કરવાનું ધ્યાન છે. આજકાલ શ્રાદ્ધમાં પણ ખેાલાય છે
ॐ निहन्मि सर्वं यदमेध्यवद् भवेद् हताश्च सर्वेऽसुरदानवा मया । रक्षांसि यक्षाः सपिशाचसंघा हता मया यातुधानाश्च सर्वे ॥
( પુરાહિતદર્પણુ ૧૩૧૬, ૧૫૪૬ ). તથા ૐ અપધ્ધતા અસુરા રક્ષાંત્તિ વૈવિપનઃ ।
એટલે કે આ રીતે ધરપકડ અને ચેકીપહેરા વચ્ચે યજ્ઞયાગ ચલાવવા પડતા હતા. એવા કારણથી પણુ યજ્ઞારંભમાં જ ગણપતિપૂજાનું વિધાન કરવું પડયું અને તેથી જ ગણપતિ વિશ્ર્વનાશન બન્યા. એ જ કારણે હામાગ્નિની પાસે જ શાલિગ્રામની શિલા પણ સ્થાપિત કરી ગણ—લેાકસમાજનાં મન પ્રસન્ન કરવાં પડતાં. એ રીતે કેટલેક ઠેકાણે પશ્ચિમ ભારતમાં હનુમાનને પણ આગળ બેસાડયા છે.
યજુર્વેદની વાજસનેય સંહિતામાં (૨. ૯. ૧. ૧૦) આવાં કારણેાથી રુદ્ર અને શિવને અપનાવી લઈ ગણુચિત્તની આરાધના થતી જોવામાં આવે છે; અથવવેદનાં અનેક સૂક્તોમાં આવા પ્રયત્ન થયા છે તેના પરિચય મળે છે. ( ઈ. ૪-૨૯ ), ૭, ૪૨, ૭–૯૨)
શિવની સાથે સબંધથી જોડાયેલા હાવા છતાં શિવને નહિ સત્કારવાને કારણે દક્ષની દુર્ગતિ થઈ ભૃગુએ લિગધારી શિવને શાપ આપ્યા હતા. એ વાત અગાઉ ખીજા પુરાણામાંથી ઉદ્ધૃત કરેલ વચનેમાં જોઈ છે. એ ભૃગુએ વિષ્ણુની છાતીમાં પગની
२३०
લાત મારી હતી. તેથી જણાય છે કે ભૃગુ લેકા ખૂબ નિષ્ઠાવાન વૈદિક હતા. વૈષ્ણવ ધર્માં પ્રાચીનતર વૈદિકની લાતનું લાંછન સ્વીકારીને પણ આપણા દેશમાં પ્રતિષ્ઠિત થઈ શકયો. ઇન્દ્રમાંથી વિષ્ણુનું નામ પડ્યું · ઉપેન્દ્ર ઇન્દ્રવરજ: (અમરકા). આ બંને નામેાા અ ઇન્દ્રના પરવતી' એવા થાય છે.
ધણા દિવસે પહેલાંની વાત છે કે એકવાર ગુજરાતમાં વડાદરા તામેના “કારવ” નામના એક ગામમાં ગયા હતા. ત્યાં ધાંય દેવમ`દિર છે. તીર્થ સ્થળ હાવાથી તે ગામ બહુ જાણીતું છે. ત્યાં મુખ્ય લિંગ જોવાને હું નીકળી પડયો. ત્યાં મે' જોયું કે મંદિરની બહાર એક પથ્થર ઉપર મસ્જિદની આકૃતિ કાતરી હતી. પૂછતાં પૂછતાં જણાયું કે આ કરામતથી આ મંદિરને હિન્દુઓએ મુસ્લિમાના આક્રમણથી બચાવી લીધું હતું.
દેવીપૂજા અને તન્ત્ર-યજ્ઞ પણ ધીરે ધીરે વૈદિક મતની સાથે જ બહારથી આવી ગેાઠવાયાં છે. અસલ વૈદિક મતવાદી આચાય સમુદાય તેને શાસ્ત્ર અને સદાચારની વિરુદ્ધ છે એવું માનતા હતા. મૂળ આભૂમિથી ધીરે ધીરે દૂર જઈ તે આ વસ્તુઓની સાથે આ લેાકાનેા પરિચય થયા હતા. મુચ્છાથી કે અનિચ્છાથી આ મતાને ગ્રહણ કર્યા સિવાય એમને છૂટકે નહોતા. એટલે તા આજે વૈશ્વિક સભ્યાની સાથે તાન્ત્રિક સધ્યા સાધારણ રીતે બધા દેશામાં થાય છે. ગુજરાતમાં તે। દરેક કુલપરિવારમાં એક કુળદેવી હેાય છે. કેટલાકની કુલદેવીનું સ્થાનક કૂવાની અંદર દીવાલના ચણતરમાં હાય છે, અને ખીજાની નજરથી `સુરક્ષિત હાય છે. તા પણ વિવાહ વગેરે શુભ પ્રસંગામાં કુલદેવીની પૂજા કે કર આપવા પડે છે.
તે જ પ્રમાણે ગ્રામદેવતા કે દેવીનું પણ સમાજમાં સ્થાન હાય છે. એમની લાગવગ એટલી ખુધી વધી
ગઈ છે કે બિચારા વૈદિક દેવતાઓ સ્થાનચ્યુત થઈ ગયા છે.
આજકાલ દેવીમાહાત્મ્યનાં ગીતામાં વારવાર સાંભળીએ છીએ ઃ
[ બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯