Book Title: Buddhiprakash 1969 06 Ank 06
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 26
________________ ભારતમાં અનેક સસ્કૃતિના સંગમ મૂળ લેખક : ક્ષિતિમાહન સેન અનુ. : રવિશંકર રાવળ અનેક પ્રમાણેાથી જાણી શકાય છે કે જેને જાતિભેદ કે વર્ણભેદ કહેવામાં આવે છે એ વાત આ લેાકેા ભારતવર્ષીમાં આવ્યા પછી ચારે તરફની અસરામાં પકડાતાં તેને સ્વીકાર કરવાની તેમને ક્રૂરજ પડી હતી, પરંતુ એથી વાતને માન્યતા આપતાં પણ સહેજે સાચ થાય જ કે આના માટે બનાવ બહારના દબાણથી સ્વીકારપાત્ર થયા. છતાં આલેચના કરતાં આપણુને જણાશે કે વર્તમાન હિંદુધર્મોંમાં પણ બહારથી આવેલા મતેા અને આચારા છે તેનાં પ્રમાણા ઓછાં મળતાં નથી. પુરાણામાં જોતાં એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શિવ, વિષ્ણુ આદિની પૂજા કેટકેટલા વિરેા વટાવીને હિંંદુ સમાજમાં પ્રવેશ પામી હતી. પછીથી એને પ્રભાવ હાલમાં અતિ ગંભીર અને અતિ વ્યાપક બની ગયા છે. ભાગવતના દશમ સ્કંધના અગિયારમા અધ્યાયમાંથી જાણવા મળે છે કે શ્રીકૃષ્ણે ઇન્દ્રાદિ દેવતાઓની ઉપાસના અધ કરાવી વૈષ્ણવ પ્રેમભક્તિની સ્થાપના કરવાના સંકલ્પ કર્યાં હતા. કેટલા તર્ક અને વાદપ્રતિવાદોમાંથી પસાર થયા બાદ તે અગ્રેસર થઈ શકયા હતા. આ વાત મૂળ ભાગવતના એ પ્રસંગ વાંચવાથી જ સ્પષ્ટ થાય છે. ધણા લેાકેાની એવી સમજ છે કે વેદોમાં જણાવેલા ‘ શિક્ષદેવ' (ઋગ્વેદ ૭–૧, ૫, ૧૦, ૧૯ ઋચાઓમાં) આર્યેતર જાતિ લિગપૂજક હતી તેના દેવ હતા. આ` લેાકાને તે મંજૂર નહેાતું એટલા માટે કે કેટલાક લેાકેા ‘શિશ્નદેવ' શબ્દને અથ ચરિત્રહીન કરતા હતા. એક પછી એક પુરાણા જોતાં આપણને જણાશે કે ઋષિમુનિજના શિવપૂજા અને લિ ́ગપૂજાને આ'ધર્મ'થી દૂર રાખવાને જીવતેાડ २२८ પ્રયત્ન કરી રહ્યા હતા, પરન્તુ એમની વિરુદ્ધ જઈને શિવપૂજા અને લિંગપૂજાને ભારતીય આ`સમાજમાં ચાલુ કરવામાં ઋષિપત્નીસમુદાય સફળતા પામ્યા. મહાદેવ નગ્નવેશમાં નવીન તાપસનું રૂપ ધારણ કરી મુનિએના તપાવનમાં આવ્યા (વામનપુરાણુ અધ્યાય ૪૩ શ્લાક ૫૧,૬૨). મુનિપત્નીએએ, એમને જોઈને ઘેરી લીધા (૬૩-૬૯). મુનિગણ પાતાના જ આશ્રમમાં મુનિપત્નીઓની એવી અભવ્ય કામાતુરતા જોઈને ‘મારા મારા' કહીને કાઇ પાષાણ આદિ લઈ ને ઢાડી ગયા. क्षोभं विलोक्य मुनय आश्रमे तु स्वयोषिताम् । हन्यतामिति संभाष्य काष्ठपाषाणपाणयः ॥ (વામનપુરાણ, ૧૪૩-૭૦ ) એવું કહેતા તેમણે શિવના ભાષણ ઊર્ધ્વ લિ‘ગને નીચે ઢાળી દીધું : पातयन्ति स्म देवस्य लिंगमूर्ध्व विभीषणम् (એ જ ગ્રંથમાં ૭૧) તે પછી મુનિઓના મનમાં પણ ભયને સંચાર થયા. બ્રહ્માદિ દેવાએ પણ એમની પતાવટમાં ભાગ લીધે અને અન્તમાં મુનિપત્નીઓની એકાન્ત અભિક્ષષિત (ચ્છાનુસાર) શિવપૂજા પ્રવર્તિત થઈ (વામન, ૪૩– ૪૪-૩). આ કથાએ અનેક પુરાણામાં છે. વિસ્તારભયથી એ બધીના ઉતારા અહી' આપી શકાય નહિ. ઉદાહરણ તરીકે થેાડી કથા જોઇ એ. કૂં પુરાણુ, ઉપરના ભાગે ૩૭ મા અધ્યાયમાં કથા છે કે પુરુષવેશધારી શિવ નારીવેશધારી વિષ્ણુને લઈ હજારા મુનિસેવિત દેવદારુ વનમાં વિચરણ કરવા લાગ્યા. એમને જોઈ ને મુનિપત્નીએ કામા થઈને નિજ આચરણ કરવા લાગી [ બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40