Book Title: Buddhiprabha 1916 02 SrNo 11 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ જૈન અને જૈનેતર ગુજરાતી ભાષા. ૩૨૫ આટલું જણાવ્યા પછી જૈન ગુજરાતી ભાષાએ શું ગુજરાત ભાષાથી જુદી ભાષા છે? એ પ્રશ્નપર આવીએ. ગુજરાતી ભાષાની શરૂઆત થયાનું જ્યારથી ગણીએ ત્યારથી આજ સુધીના જેન અને જૈનેતર ગ્રંથ જોઈએ તે ભાષામાં કંઈ તફાવત જણાય છે ખરે. સામાન્ય ગુજરાતી ભાષાથી જૈન અને બ્રાહ્મણનું લખેલું સાહિત્ય કઈ કઈ બાબતમાં જુદું પડે છે? અને એ જુદારો શું પારસી ગુજરાતી જે છે કે જેથી જૈન ગુજરાતી એવું નામ આપવાની જરૂર રહે? શું જુની ગુજરાતીને જૈન-બ્રાહ્મણ વિરચિત ગ્રન્થમાં ભેદ પાડી શકાય તેવું છે કે? તેમ હોય તે પણ શું તેથી જન ગુજરાતીને સામાન્ય ગુજરાતીના વર્ગમાં મૂકી શકાય તેમ છે કે નહિ ? આવા આવા પ્રશ્ન કરી કાળક્ષેપ કે બીજો વિક્ષેપ ઉભો કરવા કરતાં આ સાથેનાં હવે પછીનાં પાનાં જોવાની હું ગુજરાતના સાક્ષર સમૂહને અરજ કરું છું.' જન અને જૈનેતર જુનાં લખાણની વાનગી આજે બેલાતી ગુજરાતી ભાષા સાથે સરખામણી કરવાના હેતુથી આપી છે અને એ વાનગીઓ તપાસવાથી જણાશે કે જૈન ગુજરાતી એ ભેદ કરવા કરતાં એ સાહિત્યને ખુદ ગુજરાતી ભાષાના સાહિત્યની દષ્ટિએ તપાસવામાં આવશે તે સાહિત્ય ક્ષેત્રને વધારે લાભ થશે. એ ક્ષેત્ર વિસ્તારવાળું બનશે ને નકામા ભેદો ટળી જઈ એકત્ર રીતે સાહિત્યકાર્ય દીપી ઉઠશે. પ્રસિદ્ધ સાક્ષર નવલરામભાઈ કહે છે કે “ઘણુના ધારવામાં એમ છે કે ગુજરાતી ભાષા હાલ જેમ છે તેમજ નરસિંહ મહેતાના વખતથી બેલાતી આવે છે, પણ એ દેખીતજ ભૂલ છે. એટલાં વર્ષ સુધી ભાષા વિકાર ન પામે એ જનસ્વભાવ અને સઘળા દેશની ભાષાઓના ઇતિહાસથી ઉલટું છે.” આ ઉપરથી જણાશે કે નરસિંહ મહેતાથી આજ સુધીની ગુજરાતી ભાષામાં જાણવાજોગ ફેરફાર થયો નથી એમ માની લેવું એ વાસ્તવિક નથી. કેટલાક વિદ્વાનોએ ગુજરાતના જુના કવિઓ તથા લેખક તરફ ગુજરાતી આલમનું લક્ષ દોરવા યત્ન કર્યો પણ જૂની ગુજરાતીના ચેડા પરિચયને લીધે જન લખાણની ભાષા તેમને વિચિત્ર લાગી હશે તેથી કે બીજા ગમે તે કારણથી જૈન લખાણે તરફ ગુજરાતની પ્રજાનું લક્ષ ખેંચવાનું તેમને આદરણીય લાગ્યું નહિ. જૈન લખાણ પ્રતિની તેમની એ અનાદર બુદ્ધિએ જન ગુજરાતી સાહિત્ય તરફ સાક્ષરોને દષ્ટિપાત કરતા અટકાવ્યા ને અત્યાર સુધીમાં એ સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં એગ્ય જગ્યા મળી નહિ. જન સિવાયના બીજા લખનારાઓ તરકનાં જૂની ગુજરાતીનાં જે લખાણ હાથ આવ્યાં છે તેમાંથી થોડા ઉતારા નમુના તરિકે અહીં તપાસી જઈશું તે પછી જન લખા- કવિ નર્મદાશંકર લખે છે કે સંવત્ ૧૩૫૬ પછી મુસલમાની હામીમાં ગુજરાતની તે ગુજરાતી, એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી, બ્રાહ્મણને જન સાધુએ એએએ સંસ્કૃત ટાળી ગુજરાતીમાં આખ્યાન તથા વાર્તા અને રાસ લખ્યા-વિશેષ પદા, પણ ગદ્ય પણ ખરું. એ ગુજરાતી ભાષાનાં આજ લગીમાં મુખ્ય ત્રણ સ્વરૂપ થયાં છે. સં. ૧૩૫૬ થી સંવત્ ૧૬૫૬ સુધીનું એક સંવત ૧૬૫૬ થી તે ૧૮પ૬ સુધી બીજું ને પછી ત્રીજુ. પહેલું તે એનું ને બીજું તે ભ્રષ્ટ થઈ રૂપાંતર પામતું છે. આ પ્રમાણે કવિ નર્મદાશંકર લખે છે પણ તેઓએ લખાણમાં જનેની ગુજરાતી ભાષા તે ગુજરાતી ભાષાથી જુદી પાડતા નથી. શાસ્ત્રી વ્રજલાલની પણ ગુજરાતી ભાષાથી જેને ગુજરાતી ભાષાને ભેદ પાડતા જણાયા નથી.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38