Book Title: Buddhiprabha 1916 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ આચાર્યશ્રી જ્ઞાનવિમળ સૂરિષ્કૃત બુદ્ધિના માટે ગુણું સાય બુદ્ધિના આઠ ગુણની સજાયના અર્થે જ્યારે ભવ્યજીવને ચર્માવર્ત એટલે છેલ્લું પુદ્ગલ પરાવર્તન હોય છે ત્યારે ચમકરણથી ( અનિવ્રુતિકરણ ) બુદ્ધિના આઠ ગુણી ઉત્પન્ન થાય છે. તેનું વિવેચન હું ભવ્યજીવા ! મિથ્યાત વાસનાને દુર કરી જીતેશ્વર પ્રભુની વાણીને હૃદયને વિષે ધારણ કરી કે જેનાથી વિલ`ખ રતિ મેક્ષની પ્રાપ્તિ થાય. અદ્વેષ—એ અણુગુ બુદ્ધિના પૈકી પ્રથમ નામના ગુણ છે કે જે ગુણની પ્રાપ્તિ વર્ડ કરીને ભિન્ન ભિન્ન દર્શનને વિષે રહેલા ભિન્ન ભિન્ન મતાવલખીએાની ધર્મ ક્રિયાને દેખાતે મસર એટલે ઇર્ષ્યા ઉત્પન્ન થતી નથી તે દ્વેષ નામના ગુણુ કહેવાય છે. વિચિકિત્સા—આ ગુણથી ચાદ રાજ્ય લોક વિષે રહેલા સર્વ પદાથૅનેિ યથાર્થ રીતે જાણવાની ાિ થાય છે. તેમજ પોતાના જ્ઞાનાદિ ગુણોને પ્રગટ કરવાને માટે રાત દિવસ ઇચ્છા બની રહે છે તે ખીને ગુણ વિચિકિત્સાના છે. ફર સુશ્રષાએ ત્રીજો ગુણુ કહેવાય છે. તે ગુણ વડે કરીને અનેક શાસ્ત્રને સાંભળવાની, વિચારવાની, જોવાની ઈચ્છા થાય છે અને વિનયાદિ ગુગ્રાના પ્રગટપણે સ્વઆત્મા તેમજ પર આત્માને સરળતાથી લાભ બની શકે તેવા ઉદ્યમમાં તે જોડાય છે. શ્રવણ—એ બુદ્ધિના ચોથા ગુણ છે. આ ગુણ વડે કરીને સમ્યક્ રત્નની પ્રાપ્તિ થાય છે. અને આમ વચનના ઉપદેશ થકી યાદ રાજ્ય લેાક વિષે રહેલા ઉત્પત્તિ વ્યય અને ધ્રુવ પદાર્થોનું યથાર્થ કંઇક પરાક્ષ અને કંઈક પ્રત્યક્ષ પ્રમાણ વડે કરીને તેનું ભાન થાય છે. અને જેનાથી મિથ્યાત્વ વાસનાને રહેવાને સ્થાન મળતુ નથી તે ચાયા શ્રવણુ નામના ગુહ્યુ છે. મિમાંસા—એ બુદ્ધિની પાંચમા ગુણ છે. તે ગુણુ અનેક પ્રકારના તત્વાના વિચાર પેાતાના જ્ઞાન પ્રકારામાં લાવીને તૈયઽય અને ઉપાદેયપણે જુદા પાડી શકે છે. જેમ હુ‘સ પાણીના ત્યાગ કરીને એકલા દુધનું ભક્ષણ કરે છે તેમ મિમાંસા ગુણુ વડે કરીને પુદ્ગલીક જડ ભાવને દુર કરીને પોતાની આત્મસત્તાને વિષે રમણ કરી શકે છે, સ્થિરતા—એ બુદ્ધિના છઠ્ઠો ગુણુ છે. આ ગુણની પ્રાપ્તિ વડે કરીને દેવ મનુષ્યને તીપંચના કરેલા ઉપદ્રવા થકી બાધા ઉત્પન્ન થઈ શક્તી નથી પરંતુ તે ઉપસર્ગો સ્વાભા વિંકજ નાટાપણાને પામી જાય છે. અને પેાતાના નાનાદિક ગુણુની અત્યંત નિર્મળતા પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિ—એ બુદ્ધિને સાતમા ગુણુ છે. આ ગુણુ વડે કરીને ઘણા શાસ્ત્રનુ જ્ઞાન થાય છે અને આ આત્મદશા ઉત્તરશત્તર નિર્મળતાને પ્રાપ્ત થઈને અનેક પ્રચાનુ દાન કરે છે. નિવૃત્તિ—એ બુદ્ધિના આમેના ગુણ છે. આ ગુણુ વડે કરીને આત્મસત્તાનેા પ્રગટ લાભ તેને ક્ષણ ક્ષણમાં અનુભવમાં ભાસમાન થાય છે અને તેનાથી છેવટે ક્ષાયિક સમ્યક્ત્વને પામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિને યાગ્ય થાય છે. આચાર્યશ્રી જ્ઞાનવિમળ સૂરિ કહે છે કે આડે ગુણુની પ્રાપ્તિ વડે કરીને ઉત્તરશત્તર સુખને સપાદન કરી છેવટ મેક્ષ સુખને પ્રાપ્ત કરી. (સ'ગ્રાહક અને લેખક યતિ મુખતિરત્ન સૂરિ)

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38