Book Title: Buddhiprabha 1916 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન ! ૪૧ * * * प्रेमघेला प्रवासीनुं पवित्र जीवन ! (અનુસંધાન ગતાંક ૩૧૩ પાનેથી ચાલુ) “કુરાન વાંચ્યું છે? કુરાનના ફરમાને ત્યારે કબુલ છે કે?” હા ! કુરાનમાં ઈશ્વરની વાણું છે. એની મને ખાત્રી છે !” “વારૂ, ત્યારે શાંત થા ! હું સાંભળ્યું છે કે, જેને રાજા તરફથી શિક્ષા મળે છે, હેની સદ્ગતિ થતી નથી? જે વડે હારી સદ્ગતિ થાય, એવું કાંઈ કરવાને હું આવ્યો છું.” આપ સંત, મહા પુરૂષ લાગે છે ! મને શું કરવાનું ફરમાન છે? કહી માહરણે તે અણદીઠ પુરૂષના પગ પરસવા હાથ લંબાવ્યા, પણ ફકીરે દૂર હઠવા માંડયું. ફકીર સાહેબ બોલ્યા –માહરૂણ! મુઝાઇશ મા. હું એક ફકીર છું, મહમદ સાહેબને ગુલામ છું. આ જીન્દગીની અન્દર જે જે પાપ હે કર્યો હોય, તે બધાં હારી મેળે મહારી આગળ કબુલ કરી જા. યાદીથી પશ્ચાતાપ સળગશે, અને એ આગમાં હારાં બધાં પાપ બળીને ભસ્મ થઈ જશે, ને તું નવા અવતારે પાક દિલ થઈ રહીશ. હા ! પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે! પાપી હેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કલાપી. માહરણ! રાજદંડ મળેલ હશે તે પણ, પરવર દિગાર દરગુજર કરશે. બાદશાહ પાસે ભાછી અપાવવાનું હું માથે લઉં છું. રહેમાને રહીમ, બાદશાહની આંખે રહેમથી અજરોજ. ચાલવા દે ત્યારે હારી હકીક્ત! માહરણે જરા હસીને કહ્યું–શાહ સાહેબ !: “હકીક્તમાં ન ગુલ મદી, નથી પત્થર નધી દુની આજબ ગહર ચહે ને દિલ, ડુબી જા ઈસ્ક રિઆમાં.” આસ્તે આસ્તે શાહરણે પિતાની હકીકત વિચારી વિચારીને કહેવા માંડી. કઈ જમાનાઓ પર પિતાના હાથે થયેલા ગુન્હાઓ શોધી ધી વર્ણવી બતાવવા માંડયા. ફકીરશાહે પણ તે બધા મૂંગે મહેડે સાંભળ્યા કીધા. તે જે સાંભળવા માગતા હતા, તે માહરૂણને હેમાંથી નીકળ્યું નહિ. ગંભીર અવાજે ફકીરે સવાલ કર્યો – પરસ્ત્રીનું કદી પણ હરણ કર્યું છે?” માહરૂણે અભિમાનપૂર્વક બેધડક જવાબ આપેઃ “ફકીર સાહેબ આ જીદગીમાં કદી પણ નહિ.” વેશધારી ફકીરે થોડી વાર વિચાર કરી વળી પાછો સવાલ કર્યો “ ત્યારે કદી પણ પારકી સ્ત્રી તરફ આશક થયો છે?” આપ ફકીર છે. સવાલ પરથી દિલ જોઈ શકે છે. હમને કહેવાને કંઈ વાંધે નથી. હાં ! હું એક સ્ત્રી પર આશક છું. પણ જે વખતે હેને હાવા માંડ્યું તે વખતે તે પરી નહોતી. હાલ તે પરસ્ત્રી છે, અને એને માટેની ચાહના અત્યારની ઘડી સુધીએ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38