Book Title: Buddhiprabha 1916 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ સ્વીકાર. ૩૪૬ સવિસ્તર હેવાલ આપણે આગળ ઓશવાળાની ઉત્પત્તિમાં જોઈશું, પાછળથી શ્રીમાળ નગરની પડતી વખતે સંખ્યાબંધ શ્રીમાળી જેને માળવા, મેવાડ, સોરઠ, ગુજરાત, ગેહલવાડ, દક્ષિણ, લાટ, ઉત્તર હીંદુસ્તાન, વગેરે દેશોમાં વિખરાઈ ગયા છે. જેમાંથી કેટલાકે એ પાછળથી વૈશ્નવ અને શીવ ધર્મો અંગીકાર કર્યા છે જેમાંથી કેટલાકને કુમારપાળ રાજાના વખતમાં હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ફરી જૈનો બનાવવામાં આવ્યા છે. ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી आगळ वधतुं बरोडा जैन एसोसीएशननुं कामकाज. - wate વડેદરાની જાહેર જૈન પ્રજાની ઉન્નતિ અર્થે કામ કરતું બરોડા જૈન એસોસીએશન વડોદરામાં હમણાં ઘણુજ ઉમંગ અને વૃદ્ધિ સાથે કામ કરી રહ્યું છે. સ્ત્રી કેળવણુના વિભાગ માટે, જૈન અને જનેતર સ્ત્રીઓની કેવળણું, નીતિ, ફરજ વિગેરે માટે એક ખાસ સભા શહેરમાં જાની શેરીના ધર્મશાળાના મકાનમાં અમદાવાદથી ખાસ બોલાવવામાં આવેલાં સ. વિધારી બી. એ. ના પ્રમુખપણું નીચે ભરવામાં આવી હતી ને ઘણો જ ઉપયોગી ભાષણે કરવામાં આવ્યાં હતાં. ગયા અઠવાડીએ સમાજ સેવાના મકકાર્યથી જાણીતાં થયેલાં શ્રીમતી સે. શારદાગીરી બી. એ. ના પ્રમુખપણ નીચે કોઠી પિળમાં જૈન એસોસીએશનના હેલમાં સ્ત્રીઓની મોટી સંખ્યા સમક્ષ ભાષણો આપવામાં આવ્યાં હતાં. જે વખતે મીસ માસ્કેરીનીઝ, સ્ટેટ નર્સ તથા શારદા બહેન, સુલોચના બહેન વિગેરે બહેનનાં ભાષણે ધણુંજ બોધપ્રદ હતાં. તા. ૫ ના રોજ એસોસીએશનના હલમાં ત્રીજું વ્યાખ્યાન મીસ માસ્કેરીનીઝનું થયું હતું, જે વખતે પણ ઘણી જૈન તથા જૈનેતર સ્ત્રીઓએ તેમાં ભાગ લીધે હતે. આમ આ જન સંસ્થા જૂદાં જુદાં સેવા તથા કર્તવ્યનાં કામો બજાવી રહ્યું છે. તેના ચાલાકો રા. નંદલાલભાઈ વકીલ, રા. પાદરાકર, રા. મણીભાઈ વૈધ વિગેરેના પ્રસંશા પાત્ર ઉધોગ માટે ધન્યવાદ આપી જૈન એસસીએશનની આબાદી ઇચ્છીએ છીએ. स्वीकार. પરલેક પ્રકાશ –શ્રી ઝવેરી મોરબી તરફથી ભેટ હ. ૨. રા. પોપટલાલ કેવળચંદ શહ, અમદાવાદ, કિશરમણિ માળા નં. ૪–શ્રાવક શ્રાવિકા ધર્મ-રા. રા. અચરતલાલ જગજી વનદાસ મશાલીઆ, ભાવનગર. પાંત્રીશ બેલઃ—(સરળ અર્થ સાથે તથા આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત ભાવાર્થ)શ્રી માંગરોળ નિવાસી બહેન ઈકોર દેવચંદ તરફથી ભેટ. હ. માસ્તર ઉમેદચંદ રાયચંદ. શ્રી જૈન શ્રેયકર મંડળ હસ્તક ચાલતા શ્રી જન કેળવણી ખાતાને રીપી–-શ્રી જૈન શ્રેયસ્કર મંડળ. મહેસાણ.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38