Book Title: Buddhiprabha 1916 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ જેનોની જાણીતી જાતિઓ અને તેની ઉત્પત્તિ. ૩૪૫ યેલા હોવાથી નગરને લકે પુષ્પમાળ નામના નગરથી ઓળખવા લાગ્યા અને દિનપરદિન લે કે ત્યાં વધારે ને વધારે વસવા આવ્યા. અને થોડા જ સમયમાં ત્યાં રાસી ચટએ સાથેનું નવ જન પહોળું અને બાર એજન લાંબુ નગર વસી ગયું ને ત્યાર પછી લક્ષ્મીદેવી પદમસરોવર ચાલ્યાં ગયાં અને લોકેએ રાજા નક્કી કરી રાજપાટ ક્ષત્રીઓને આધિન કર્યું. ઘણાં વર્ષો વિત્યા પછી એક સમયે લક્ષ્મીદેવી આ નગર ઉપરથી પસાર થતાં હતાં. તે વખતે નગર ઉપર તેમના કંઠમાંથી મણિમાણિકાદિ રત્નજડીત હાર તુટી ગયો, અને તેમનાં રત્ન નગરમાં વેરાયાં. તે ઘણાં જ એ લેવા છતાં ખુટયાં નહિ. આ મહિમાથી નગરજનોએ આ નગરને રત્નમાળ તરીકે લેકે ઓળખવા લાગ્યા. ત્યાર પછી ઘણે લાંબો કાળ વીત્યા પછી એક સમયે લક્ષ્મીદેવી આ નગરની સ્થિતિ જોવા માટે વિમાન ઉપર બેસી અર્ધ ઘડી માટે આવ્યાં, જે જાણ નગરને રાજા અને નગરજનો તેમને પગે લાગ્યા અને સંખ્યાબંધ ફળફુલ, વ, નાણું વગેરે તેમના ચરણ આગળ મૂકી તેમની ઘણી ભક્તિ કરી, જેથી તુષ્ટમાન થએલી દેવીએ પોતાના ગળામાંની પુષ્પમાળા નગરજનોને આપી, તેઓ ત્યાંથી ચાલ્યાં ગયાં. જે માળા લેવા માટે નગરજને અંદર અંદર તકરાર કરવા લાગ્યા, અને તકરાર ઘણી વધી પડી. છેવટે એક ડાહ્યા માણસે તેને એવી રીતે નીવડે આ કે આ બધાં દેશને અર્પણ કરેલાં ફળફવ, નાણું વગેરેમાંથી દેવીનું એક સુશોભીત મંદિર બંધાવી તેમાં દેવીની મૂર્તિને પધરાવવી અને તેમના ગળામાં આ પુષ્પમાળા પહેરાવવી. જે માળા કદી કરમાય તેવી નહોતી. આ વાત બધા નગરજનોને પસંદ પડી અને તે મુજબ દેવીનું મંદિર બંધાવી તેમાં દેવીની મૂર્તિ પધરાવીને તે માળ દેવીને પહેરાવવામાં આવી. માળા લક્ષ્મી (શ્રી) દેવી તરફથી મળેલી હોવાથી તે શ્રીમાળ તરીકે ગણવા લાગી. જે ઉપરથી નગરનું નામ શ્રીમાળનગર પાડવામાં આવ્યું. જે નગરમાં વસ્તા નગરજને શ્રીમાળી તરીકે ઓળખાવા લાગ્યા. ૨. આ વાતને થોડા સમય વીત્યા બાદ તે નગરનું રાજ્ય રાજા શ્રીમળ કરતે હતે. તે શ્રીબળ રાજાને એક લક્ષ્મી નામની પુત્રી હતી. તે પુત્રી ઘણી ડાહી, ચતુર અને રૂપવંતી હતી. તેને લાયક પતિ મેળવવા માટે એકદા રાજાએ સ્વયંવરમંડપ રચવાને વિચાર કર્યો. પરંતુ સ્વયંવરથી મારી કન્યાના પતિને અને મારે નાહક બીજા રાજાઓ સાથે યુદ્ધમાં ઉતરવું પડશે. રાજાઓ અંદર અંદર લડી નાહક હજારે જાનની ખુવારી કરશે એ વિચારથી સ્વયંવરને વિચાર માંડી વાળી બ્રાહ્મણોની સલાહ મુજબ અશ્વમેધ યત કરી દેશદેશાવરથી હજારો બ્રાહ્મણોને બેલાવી તે બ્રાહ્મણ પાસેથી દરેક દેશના રાજાઓની હકીકત મેળવી, કઈ લાયક રાજા સાથે તેનું લગ્ન કરવું; તેમજ યજ્ઞના પુન્યથી પણ કન્યાને લાયક પતિ મળી શકશે. એમ બ્રાહ્મણોએ સમજાવેલું હોવાથી અશ્વમેધ યજ્ઞ માટેની સઘળી તૈયારીઓ ચાલુ કરવામાં આવી. દેશદેશાવરમાં કુમકુમપત્રીકાઓ મોકલાવી જલદીથી ખબર પોંચાડવામાં આવી; તેમજ અશ્વમેધ યજ્ઞના અને ચારે દિશામાં ફેરવી સઘળે સમાચાર પહોંચાડી દેવામાં આવ્યા. ૩. આ વખતે ભગવંત મહાવીર સ્વામી શેત્રુંજયની તલાટીને પવિત્ર કરી હારે છને પ્રતિબંધ આપી રહ્યા હતા. જે વખતે અશ્વમેધ યાતની વાત ભગવંત મહાવીરે પાનબળથી જાણીને અને આ રાજનને ગતમથી પ્રતિબોધ થવાને છે તેમ સમજી પાંચ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38