________________
૩૪૦
બુદ્ધિપ્રભા.
ગમે તેવું સુંદર, પ્રેમાળ, આનંદમય, જ્વલંત છવન ભોગવવાની તક મળતી હોય તે પણ પિતાને પ્રવાસ બેદરકારી, આળસ, લંબાવ્યાજ કરે.
પિતાના આપ્તજન, મિત્ર વિગેરે સાથે બેલતાં બોલતાંમાં છેડાઈ પડી મારફાડ કરે મુકવી, ને તેમાં માનસિક કે શારીરિક ઉપાધિઓ વેર્યા કરે.
- આપણે જેની સાથે સ્નાનસૂતક ન ૩ય તેવી નકામી બાબતમાં માથા ભારી-વિચારે કર્યા કરી—“ કાજી દુબળે કર્યું તો સારે ગામણી ફીકર” એમ કરો.
આ ઉપાય અજમાવો, પછી બધાજ તમને પૂછશે કે, “મિયાં તે કયું?” ત્યારે તમારૂં મુખ તુર્તજ જવાબ દેશે કે, “ભાઈ સિલજ એસી !”
આરોગ્ય ઉત્તમ રીતે બગાડવાના આ ઉપાય અજમાવી જુઓ. તે ખરા છે કે બેટા ?
त्रण कीमती रत्नो. કવિશ નહિ હવે મિત્ર, સ્ત્રી બાળકથી !
જીવીશ બની શકે તે, એકલાં પુસ્તકોથી. પુસ્તકો–“સેથી અગર ચપાટ માર્યા વગર, ગુસ્સાના કે કઠોર શબ્દો કહ્યા વગર અને કપડાં કે પૈસા લીધા વગર શિક્ષણ આપનાર “પુસ્તકે એજ આપણ સાચા શિક્ષક છે. એ શિક્ષકોની પાસે હમે ગમે ત્યારે જશે, તે પણ તે કદીયે ઉઘતા દેખાશે નહિ, શોધક બુદ્ધિથી તમે કંઈ પ્રશ્ન કરશે તે તેઓ કંઈ પણ વાત છુપાવી રાખશે નહિ. તેમનું કહેવું તમે સમજશે નહિ તે પણ તે કદી બબડવાના નથી. તમે કઈ વાતમાં અજ્ઞાન હશે, તે તે તમારી ઠેકડી કરશે નહિ. ખરેખર! એ જ્ઞાનના ભંડારરૂપ “પુસ્તકશાળાજ બીજી બધી લત ને સંપત્તિ કરતાં વધારે કિંમતી છે. જેને પ્રાપ્ત કરવાનું આપણે ઈચ્છીએ છીએ, તેવી કોઈ પણ વસ્તુ પુસ્તકશાળાની સાથે સરખાવી શકાય તેમ નથી. તેટલા માટે જે માણસ સત્ય, સુખ, જ્ઞાન, વિવા, પ્રેમ, તથા પ્રમાણપણા માટે ઇચ્છા રાખતા હોય, અને ઉત્સાહી ગણવા માંગતા હોય તેણે જરૂર એ પ્રભુના દિવ્ય દૂત સમાન પુસ્તકોને શોખ રાખવેજ જોઈએ.
લગ્ન–સંપૂર્ણ અને અપરિચીત પ્રેમ ! ઉત્કૃષ્ટ પૂજ્યભાવ! બદલાય નહિ તેવી ભક્તિ ! દરેક પ્રતિકુળ સંગોમાં પણ એકને જ વળગી રહેનાર ધૈર્ય! ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ-અને કસોટીના સમયે ડગે નહિ તેવા હિંમત, આ સર્વે અનુપમ પતિતા સ્ત્રીનાં મુખ્ય લક્ષણે છે. પતિએ પણ સંપૂર્ણ માયાળુપણું બનાવવું જોઈએ. અને તેને દેરવાની ઇરછા ને શક્તિ પતિમાં હેવી જ જોઈએ. આવાં સઘુસવાળાં પતિ-પત્નીનું લગ્ન થાય તે જ તે લગ્નની ઉચ ભાવના તરીકે લેખી શકાય.
ખરે પ્રેમ–ખરો પ્રેમ પ્રત્યુપકારની આશા રાખતો જ નથી. તે તે પ્રીય જનનું હિત કરવાજ સદા સર્વદા મથે છે. પિતાનું પ્રેમપાત્ર તે પ્રેમને બદલે વાળે છે કે નહિ તેની ખરે પ્રેમી આકાંક્ષા રાખતજ નથી. પ્રેમી પ્રેમ પ્રહણ કરવાને નહિ–પણ પ્રેમ આપવાને આતુર હોય છે. તે હમને હાય એટલે તમે તેને હાને તે રાતે બંધ થાય એટલે તમે તેને રહાતા બંધ થાવ. આ રીત ખરા પ્રેમની નથી. તે તે ઉચ્ચ પ્રકારની વાર્થતા છે.