Book Title: Buddhiprabha 1916 02 SrNo 11 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ બુદ્ધિપ્રભા. ની ભાષા વિચિત્ર કે તરેહવાર છે એમ વાંચનારને નહિ લાગે. જેન લખાણ વાંચનાર સમીપે મૂકતા પહેલાં જેન સિવાય બીજાઓનાં લખાણે મૂકવાથી તુલના કરવાનું કદાચ ઠીક થઈ પડશે. કા-હડદે પ્રબંધ નામનું એક વીરરસ કાવ્ય વિસનગરા નાગર જ્ઞાતિના આધકવિ પવનામે સંવત ૧૫૧ર માં એટલે ઉદયવંત જૈન મુનિ તરફથી બાતમરાસ રચાયા પછી બરબરસે વરસે રાયું છે. તે પ્રસિદ્ધ પ્રાચીન શેધક ડૉકટર બુહરના હાથમાં આવવાથી તે પ્રગટ થવા તેમણે સ્વર્ગસ્થ સાક્ષર નલલરામભાઇને મેકલેલું. અલાઉદીન ખુનીએ ગુજરાત ઉપર ચડાઇ કરી માર્ગમાં મારવાડમાં આવેલા ઝાલોરના કિલ્લાને ઘેરે ઘાલેલો, તેનું વર્ણન વિશેષે કરીને આ કાવ્યમાં છે. પદ્મનાભ કવિના સમયમાં મારવાડ મેવાડમાં ગુજરાતી ભાષા પ્રચલિત હતી એમ જણાય છે. મેવાડના કુંભારાણાની કવયિત્રી મીરાંબાઈ પણ એ સમયમાં થઈ ગઈ. તેની કવિતા પણ ગુજરાતી ભાષામાં છે. અલાઉદ્દીન પાસે જવાને માધવ તૈયાર થયો તે વિષેનું વર્ણન કરતાં કવિ કહે છે કે - તિણિ અવસરિ ગૂજરધર રાય, કરણદેવ નામિ બેલાય; તિર્ણિ અવગણિ માધવ બંભા, તાંડિ લગઇ વિગ્રહ આરંભ. રીસાયુ મૂલગુ પરધાન, કરી પ્રતિજ્ઞા નીખું ધાન; ગૂજરાતિનું ભોજન કર્યું, જુ તરકાણું આછું આછું. માધવ મહિતઈ ક અધમ, નવિ છૂઈ જુ આગિલ્યાં કર્મ, જિહાં પૂજી જઈ શાલિગ્રામ, જહાં જપીજે હરિનું નામ જિણિ દેસિ સહ તારથ નઈ સ્મૃતિ પુરાણ નઈ માની ગાય; જિણિ દેસિ કરાયઈ જગ, જિહાં ખટદર્શન દીજઈ ત્યાગ. જિહાં પીપળ તળશી પૂછઈ વેદપુરાણ ધર્મ ભૂઝીઈ નવખંડે અપકીતિ રહી, માધવિ પ્લેચ્છ આણિઆ તહેં. ચાલ્યુ માધવ ઢીલી ભણી, લેટિ અપૂરવ લીધી ઘણી; વિષમ પથિ ઉલંધા દેશ, ગિની પુરિ કરિઉ પરવેશ. ખાટલી કડીઓને અર્થ એ થાય છે કે કાનડદેના વખતમાં ગુજરાતમાં કરણદેવ રાજ રાજ કરતા હતા. તેણે માધવ નાગર બ્રાહ્મણના ઘરની આબરૂ લીધી તેથી વિગ્રહને પ્રારંભ થયો. (૧૩) મુખ્ય પ્રધાન માધવને દેધ ચડશે અને તેણે પ્રતિજ્ઞા કરી કે “ગુજ રાત અન ક્યારે જ કે જ્યારે અહીં તુ લેકનું ધાડું લાવું એમ કહી ધાન ખાવાનું નીમ લીધું. (૧૪) માધવ મેતે ભારે અધર્મનું કામ કર્યું. પૂર્વજન્મનાં કર્મ એવો હશે તે માંથી છૂટે? જયાં શાલિગ્રામ પૂજાય છે, જ્યાં હરિનું નામ જપાય છે. (૧૫) જ્યાં લોકે જાત્રાએ જાય છે, જ્યાં સ્મૃતિ, પુરાબુને ગાય માન્ય ગણાય છે, જયાં યજ્ઞયાગ કરાય છે, જ્યાં છ દર્શન સેવાય છે. (૧૬) જ્યાં પીપળે ને તળશી પૂજાય છે અને વેદપુરાણમાં કહ્યા મુજબ ધર્મ બુઝાય છે એવી પવિત્ર ગુજરાતમાં માધવે ખેરછ કોને આપ્યા. એ અપકીર્તિ (દેશદ્રોહીની છાપ) આ નવખંડ પૂવીમાં એને માથે હમેશની ચેટી. (૧૭) ઘણી ભારે બેટ લઈ માધવ દિલ્હી તરફ ચાલ્યો. વસમી વાટે ધણા દેરો ઓળંગી તે ગિનીપુર (દિલ્હી)માં પેઠે. (અપૂર્ણ) પોપટલાલ કેવળચંદ શાહ, અમદાવાદ, ૧૮Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38