Book Title: Buddhiprabha 1916 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ બુદ્ધિપભા. जैन अने जैनेतर गुजराती भाषा. સંસ્કૃતમાંથી પ્રાકૃત અને પછી અપભ્રંશ ભાષા થઈ. અપભ્રંશમાંથી ગુજરાતી થઈ. ગુજરાતી ભાષામાં સંસ્કૃત, પ્રાત ઉપરાંત બીજ દેશ્ય શબ્દો પણ ઉમેરાયા છે. કિસના પ્રોફે. આર્થર એ મેકડોનલ જણાવે છે કે “ખ્રિસ્તિ સંવતના આરંભથી માંડીને ઇ. સ. ૧૦૦૦ સુધીના સમયમાં મધ્યકાલીન પ્રાકૃત, સમસ્ત રૂપની રહી, તથાપિ ચાર જુદી જુદી બેલીમાં વહેંચાઈ ગઈ. પશ્ચિમમાં સિંધુ નદીની ખીણમાં અપભ્રંશ ઉભવી. મથુરા જેનું મધ્યબિંદુ છે એવા દોઆબના પ્રદેશમાં શિરસેની ઉદભવી. એ શરસેનીના ગર્જરી (ગુજરાતી), અવન્તી પશ્ચિમ રાજપુતાની) અને મહારાષ્ટી (પૂર્વ રાજપુતાની) એવાં ત્રણ પેટા રૂપ થયાં.” અપભ્રંશ પરથી સિંધી, પશ્ચિમ પંજાબી અને કાશ્મીરી ભાષા ઉત્પન્ન થયાનું કેટલાક વિદ્ધાને જણાવે છે. પંડિત હેમાચાર્યજીની અધ્યાયી અપભ્રંશ ભાષામાં લેવાનું કહેવાય છે તે તે અપભ્રંશ ભાષા તે કઈ? કેટલાકનું કહેવું છે કે પ્રાકૃતમાંથી બગડેલું રૂપ તે અપબ્રશ અને પિતાપિતાને પ્રદેશના અપભ્રંશ ઉપરથી તે તે પ્રદેશની હાલની ભાષાઓ બની છે. પ્ર. મેકડોનલ જણાવે છે કે શાસેનીમાંથી ગુજરાતી થઈ છે તે શાસેની અને અપભ્રંશને શું સંબંધ છે તે જોઈએ. પ્રાકૃત, માગધી, પિશાચી, ચૂલિકા પિશાચી, શારશેની અને અપભ્રંશ એ છે ભાષાનું વર્ણન હેમાચાર્ય પિતાના વ્યાકરણમાં કરે છે. સં. ૧૨૮૧ માં કાવ્યકલ્પલતાને ચનાર નીચે પ્રમાણે છ ભાષા કહે છે. संस्कृत प्राकृतं चैव शौरसेनी च मागधी । पैशाचिकी चापदंशं पड्भाषाः परिकोर्तिताः ॥ એટલે બન્નેમાં શૈરસેની અને અપભ્રંશને જુદી બતાવવામાં આવી છે. જુદી બતાવ્યા છતાં પંડિત હેમાચાર્ય કહે છે કે – अपभ्रंशे प्रायः शौरसेनीवत् कार्य भवति ।। અપભ્રંશમાં ધણું કરીને શૌરસેની પ્રમાણે બધું કાર્ય થાય છે. દેશ વિશેષને લઇને અપભ્રંશ ભાષા બહુ ભેજવાળી છે એમ રૂદ્ધ અલંકારના ટિપણીના નીચેના કપરથી જણાય છે. प्राकृतसंस्कृत-मागधपिशाचभाषाश्च शूरसेनी च षष्ठोऽत्र भूरिभेदो देशविशेषादपभ्रंशः અપભ્રંશ ઉપરથી ગુજરાતી ભાષા થઇ એમ કહેવામાં કશે બાધ નથી. હવે કયા સૈકા સુધીની ગુજરાતમાં બોલાતી ભાષાને અપભ્રંશ કહેવી અને ક્યા ચકાથી ગુજરાતી કહેવી તે નક્કી કરવાની જરૂર છે, બીજી સાહિત્ય પરિષદ્ધા પ્રમુખસ્થાનેથી એ વિષે ઘણું કહેવામાં આવ્યું છે. | હેમાચાર્યની અથવા ત્યાર સુધીની ભાષાને અપભ્રષ્ટ ગુજરાતી કે પ્રાકૃત ગુજરાતી કહેવાની કોઈની ભરછ હશે તે તેમ થઈ શકશે. પણ પંદરમા સૈકાથી તે લખાયેલા ગ્રંથનીજેના કે બ્રાહ્મણોના ની ભાષા સમજી શકાય તેવી હોવાથી ત્યારથી બોલાતી ભાષાને ગુજરાતી ભાષા કહીશું,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38