________________
બુદ્ધિપ્રભા.
બહારના વિષયો એકજ પુદ્ગલ દ્રવ્યના પર્યા છે તે પછી કેટલાક વિષય સુખની લાગણી કેમ ઉત્પન્ન કરે છે અને કેટલાક વિષયે દુઃખની લાગણું કેમ ઉપન્ન કરે છે? શું સુખ અને દુઃખ તે બહારના વિષયોમાં રહેલું છે?
સુખ અને દુઃખ બહારના વિષેની અંદર રહેલું નથી. સુખ અને દુઃખ એ મનના ધર્મ છે. અને જે માન્યું તે સુખ અને મને જે માન્યું તે દુઃખ. અનાદિકાળથી પડેલા અને પડતા સરકારને લીધે મનનું બંધારણ બંધાય છે. દરેક શરીરસ્થ જીવની મનનું બંધારણ જુદુ જુદુ હોય છે અને આ બંધારણમાં જુદા જુદા નિમિતોથી વખતેવખત ફેરફાર થયા કરે છે. જે તે વખતના બંધારણ પ્રમાણે, મને કેટલાક વિષયોને અનુકૂળ અને કેટલાક વિને પ્રતિકૂળ માને છે અને તે જ કાણુથી દરેક જીવની રૂચી જુદી જુદી હોય છે. એક વિષય એકને પસંદ પડે છે તે બીજાને નાપસંદ પડે છે. આનું કારણ બિન રચી છે. પગલિક વસ્તુમાં સુખ-દુ:ખ રહેલું નથી પણ તે તે વસ્તુમાં સુખ-દુઃખને ભાસ થવે એને આધાર મનની માન્યતા ઉપર છે, પિતપિતાની ભિન્ન રૂચી પ્રમાણે વિષયની ઈદ્રિયદ્વારા પ્રતીતિ થતાં મન સુખદુઃખ અનુભવે છે તે ઉપરાંત મનમાં રહેલી ધારણા શક્તિને લઇને ભૂતકાળમાં ઇક્રિયધારા અનુભૂત કરેલા વિષયને સ્મૃતિપથમાં લાવી, વર્તમાનકાળમાં ઇંદ્રિય વિષય સાગને તાત્કાલિક અભાવ છતાં, મન પાછલા અનુકુળ તથા પ્રતિકૂળ સંગે. સંભારી સુખ દુઃખ અનુભવે છે. આ પ્રમાણેના સુખ દુઃખના અનુભવમાં, જે તે પરંપરાએ એટલે કે છેટેના કારણ તરીકે ઇંદ્રિય વિષય સંગ કારણભૂત મનાય. પરંતુ ખરેખર અને તાત્કાળિક કારણ તે મનની સ્મૃતિજ ગણાય. આ કારણથી સોગિક વિગિક સુખ દુ:ખ બે વિભાગમાં વહેંચી શકાય. (૧) ઇન્દ્રિયજન્ય અને (૨) સ્મૃતિ અથવા મને જન્ય, પરંતુ આપણે બન્ને પ્રકારના સુખ દુઃખને દકિજન્ય સુખ દુખ એ સંજ્ઞાથી સંબોધીશું.
મન એ પુદ્ગલ દ્રવ્યને પર્યાય છે. આત્મા પુદ્ગલથી મિત્ર છે. તે પછી મનથી સુખ દુ:ખરૂપ માની લીધેલા સંગે થતાં (જે એવી માન્યતા મનની બેટી ભ્રમણારૂપ હોય તે) મનને એકલાને સુખ દુઃખને અનુભવ થવો જોઈએ પરંતુ તે તે સંગ થતાં આત્મા પિતે સુખ દુઃખને અનુભવ કેમ કરે છે. આવું શું કારણ તેમાં આત્માને દેશ છે?
આત્મા મોહને વશ થઈ અનાદિકાળથી જે શરીરમાં પિતે રહે છે તે શરીરને પિતાનું માન આવ્યું છે. મન અને ઇન્દ્રિયો આ શરીરનાં અંગ છે. મન જે સુખ દુઃખને અનુભવ કરે છે તે આત્માનીજ શક્તિથી. જે શરીર છોડી આભા ચાલ્યો જાય તો મન અને ઈદ્રિય કશું કરી શકતાં નથી. મૃતદેહ તરફ નજર કરશે તે આ વાત અનુભવગોચર થશે. આત્માની શક્તિ મનના પૂર્વબદ્ધ સંસ્કારોને લઈને થયેલા બંધારણથી આવરિત થાય છે અને તેથી જે જે વિષયો મનને સુખ દુઃખને અનુભવ કરાવનારા હેપ છે તે તે વિષય આત્મા તે શરીર છે એમ અથવા તે શરીર પિતાનું છે એમ માનીને હોવાથી આત્માને પણ સુખ દુઃખને અનુભવ કરાવે છે.
ત્યારે હવે કરવું શું? દુખ ઉત્પન્ન કરનારા ઇન્દ્રિયના વિષય ત્યાગ કરવાનું કહે તે તે ઠીક છે પણ સુખ ઉપન્ન કરનારા ઇન્દ્રિયના વિષષને ત્યાગ શા માટે કરે? દુઃખ અને સુખ ઉત્પન્ન કરનારા બધા વિષયેનો ત્યાગ કરી કરવું શું?
આ સૃષ્ટિમાં જે વિષષે ઈદ્રિયજન્ય સુખ આપનારા છે તે તે વિષયે પરિણામે. દુઃખ આપનારા છે. ઇંદ્રિયજન્ય સુખ પુદ્ગલ દ્રવ્યના પર્યાય વિષયક છે, અને પર્યાને નાશ