Book Title: Buddhiprabha 1914 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ બુદ્ધિપ્રભા. ચૂરા કરી નાખે છે તેમ આત્મારૂપ ઈન્દ્રનું ધરૂપ વજ અનેક પ્રકારના ચિંતા, ભય, વિક૫ સંકલપ વગેરે પર્વતોને છેદી નાંખે છે. આત્મારૂપ ઈન્દ્રનું જ્ઞાનરૂપ વિમાન છે તે ઊંચું ઊંડે છે તેના પર અમે બેઠા છીએ. અમારો આત્મા ઇન્દ્રરૂપ હેઈને તે સમાધિરૂપ નદન વનમાં ખેલે છે. આવી દશામાં અમે સદવિચારો અને સદાચારો વડે અમે ઇન્દ્ર સમાન છીએ. सुधाकुंड समान ब्रह्मवचनके । आए अनुभव भोग ।। नागलोक ठकुराइ पाइ । ताथे अधिक कुंन जोग ॥ ४ ॥ भए निस्तेज कुदर्शन तारा । नाठे दुर्जन चोर ॥ हृदय विवेक दिवाकर उदयो । मिटगयो मदनको जोर ॥ ५॥ शुकलपक्ष अध्यातम उदयो । समकित चंद अमंद ।। सकलकलामृत अमृतविलासी । वरसत हर्षके बिन्दु ॥ ६ ॥ दुव्यभाव परिणाम चरण के । दक्षिण उत्तरणि ।। जसकर विद्याधरपद पायो । यागति पाइ केणि ॥७॥ दर्शन ज्ञानचंद्र रविलोचन । स्थिरता कमला कंथ ।। सुखसागरमें मगन रहतुहे। हम हरिलच्छनवंत ॥ ८ ॥ अध्यातम कैलासविराजे । वृषभसभा उत्तंग ॥ विरति चतुरता गंगागोरी । सेवित शंकर रंग ॥ ९ ॥ ઉપાધ્યાય કહે છે અમે ચક્રવર્તિ છીએ. ભાવ ચક્રવતની રીતિ પ્રમાણે વર્તતાં મેહરૂપ ક્ષત્ર અમારું કંઈ પણું અહિત કરી શકનાર નથી. વિસ્તારવાળી જીવ યતના તેજ અમારું ચક રત્ન છે અને અમારા આત્મારૂપ ચક્રવર્તી પર જ્ઞાનરૂપ છત્ર ધારણ કરવામાં આવે છે. આવી આત્માની ચક્રવાત દશામાં અમારે કોઈ વાતની કમીના નથી. સુધા અર્થાત અમૃત કુંડ સમાન આતમ જ્ઞાન વચનથી અમને અનુભવ એમ પ્રાપ્ત થયો છે તેથી અમને નાગ લોકની ઠકુરાઈ પ્રાપ્ત થઇ છે. આત્મજ્ઞાનરૂપ અમૃત પીનારા એવા અમારા કરતાં નાગલોક કંઇ વિશેષ નથી કારણ કે અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત પાનધી અજર અમર રૂપ થઈ શકાય છે. અમારા હૃદયમાં આત્મજ્ઞાનરૂપ સૂર્ય પ્રગટતાં કુદનરૂપ તારાએ નિસ્તેજ બની ગયા, અને દુર્જનરૂપ ચારો દૂર ભાગી ગયા. કામદેવને ભેર ભાગી ગયે. અમારા હૃદયમાં શુકલ પક્ષપ અધ્યાત્મ જ્ઞાનનો ઉદય થયો છે અને અમઃ સમ્યકવરૂપ ચંદ્રનો ઉદય થયો છે અને તેથી સકલ કળાને ધારણ કરનાર અમૃત વિલાસી હર્ષનાં બિન્દુઓ અમારા અસંખ્ય પ્રદેશમાં વર્તી રહ્યાં છે. અમે ભાવવિદ્યાધરની પદવીને ધારણ કરનારા બન્યા છીએ. ચારિત્રના દ્રવ્ય અને ભાવ પરિણામ તે દક્ષિણ અને ઉત્તરણિ જાણુવી. શ્રી યશોવિજયજી કહે છે કે મેં ચાત્રિના દ્રવ્ય અને ભાવ પરિણામની દક્ષિણ અને ઉત્તર છેવિડે મારા હસ્તમાંજ વિધાધર પદ પ્રાપ્ત થયું છે. આવી પદવી કહે--આવી દશા વિના કહે અન્ય કોણે પ્રાપ્ત કરી છે? અષત અન્ય કોઇએ એવી પદવી પ્રાપ્ત કરી નથી. સારાંશ કે અધ્યાત્મ જ્ઞાનવિના અન્ય કોઇએ એવી પદવી પ્રાપ્ત કરી નથી.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36