________________
૫૦
બુદ્ધિપભા.
પણ અભ્યાસ કરાવવાની સગવડ થઇ છે. ધાર્મીકમાં સંસ્કૃત પણ ચાલે છે. મુંબઈના શ્રીમતોને તે તરફ પ્રેમ છે પણ તે પ્રમાણે પિતાના બાળકોને ધાર્મીક સંસ્કારો પાડવાને ઓછો પ્રેમ છે એમ તે વિદ્યાશાળામાં શિક્ષણ લેતી અને હાજરી આપતી સંખ્યા ઉપરથી જણાય છે. ખરેખર માબાપની ઓછી કાળજીના પરીણામે ઘણું સંસ્થાઓમાં ખર્ચાતા દ્રવ્યના પ્રમાણુમાં લાભ લેવાતા નથી એમ તેના વ્યવસ્થાપકોને બોલવું પડે છે. આવશ્યક ક્રિયાઓ શીખવવાને દર શુકલ પંચમીએ પ્રતિક્રમણ કરાવાય છે તે રીતે અન્ય ક્રિયાઓ પણ કરાવાય અને સૂત્રોનું રહસ્ય પણું સમજાવાય તે વધારે સારૂં. કેમકે પ્રતિક્રમણદિક ક્રિયાઓ કરનારા અને કરાવનારાઓની સંખ્યા દીનપરદીન ઘટતી જોવાય છે માટે દરેક વિદ્યશાળાએ તે તરફ લક્ષ આપવું આવશ્યક છે. એક સૂચના કરવાની જરૂર જણાય છે કે મહીનામાં એક દિવસ ધાર્મીક ક્રિયાઓનું રહસ્ય અને સૂત્રોનું રહસ્ય વિદ્યાર્થીઓ બરાબર સમજી શકે તે માટે તેના અનુભવીઓ પાસે બેધ અપાવવાની ગોઠવણ કરવી.
પંચાગ–બી મુંબઈ માંગરોળ જનસભા તથા શ્રી મુંબઈ જન મહિલા સમાજ એ બન્ને સંસ્થા તરફથી રંગીન કલરમાં છાપેલ સુંદર પંચાગે તેના સભાસદોને ભેટ આપવામાં આવે છે તે મળ્યાં છે.
અહિંસા ધર્મગીતા નામનું ૧૩૨ પૃષ્ઠનું એક ઉત્તમ પુસ્તક તેના પ્રગટ કર્તા નાનુ શર્મા જેશી-યાજ્ઞિક તરફથી મળ્યું છે જેમાં અહિંસા તત્વ જુદી જુદી રીતે સારું પ્રતિપાદન કર્યું છે. વેદ, પુરાણ, આદીના લોકો તેમાં આપવામાં આવ્યા છે તે સાથે પેટભરૂઓ અને મતલબીઓ તરફથી જે બ્લેકાના ખેટા અર્ધ કરવામાં આવ્યા છે તેના ખરા અર્થો શું છે તે સમજાવવામાં આવેલ છે. તદુપરાંત જૈન, બૌદ્ધ, ઈસ્લામ, જરાસ્ત અને ઇશાઈ, ઇત્યાદિ ધર્મનાં સૂત્રોમાં અહિંસાનું પ્રતિપાદન કરનારા અને હિંસાને નિષેધ કરનારાં વાયે ઘણું છે જેમાંનાં કેટલાંક રજુ કર્યા છે. જે ઉપરથી જોઈ શકાય છે કે હિંદુ શાસ્ત્ર તો શું પણ બાઈબલ અને કુરાન પણ હિંસાનો નિષેધ કરે છે. આ પુસ્તકની કીમત રુ. ૧) રાખવામાં આવી છે તે ઘણી છે. આવાં પુસ્તકો માત્ર નામની કિંમતે વેચાય છે તેનું વાંચન મોટા પ્રમાણમાં થાય આ માટે અમો અમારા શ્રીમંત વર્ગનું લક્ષ્ય ખેંચીએ છીએ.
ગાવા ગોગ.
મુંબઇ પોર્ટ ટ્રસ્ટના પ્રમુખના ભાષણ ઉપરથી જણાય છે કે સને ૧૮૦૫ ના અગાઉના ત્રીસ વર્ષમાં અંબાના બારાનો વ્યાપાર ૪ કરોડ ૮૦ લાખ પડને હતું તે ૧૮૦૫માં વધીને ૪ કરોડ ૮૦ લાખ પડને પ હતા, જે ૧૯૧૩ માં ૧૪ કરોડને ૨૫ લાખ પાંડો થયો છે. ટ્રસ્ટની આવક ૧ લાખ ૩૪ હજાર પેડ ઉપરથી વધી ૬ લાખ પાંડની થઈ છે. નામદાર વાપરે છે. ૨૧ મી માર્ચે ખોલી મુલી નવી ગાદી માટે પોર્ટ એ ૧૦ કરોડ રૂપિયા ખર્મા છે.