Book Title: Buddhiprabha 1914 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ બુદ્ધિપ્રભા. तीर्थप्रवास वर्णन. શ્રી ગીરનાર તીર્થ ઝ (લેખક:-વકીલ નંદલાલ લલ્લુભાઈ વડોદરા) પાવાથી આત્મિકલામ-જે વખતે રેલવેની સવડ ન હતી અને યાત્રાળુઓ પગરસ્તે મુસાફરી કરતા હતા તેના કરતાં હાલમાં તીર્થના દર્શનનો લાભ લેનારની સંખ્યા ઘણી વધી છે. પણ જે વખતે રેલવેની સવડ નહતી અને યાત્રાળુઓ પગ રસ્તે જાત્રાને લાભ લેતા હતા, તે વખતના યાત્રાળુઓના વિચાર અને હાલના વખતમાંના યાત્રાળુઓના આશય એક સરખા છે કે તેમાં કંઇ જિનતા છે, એ એક વિચાર કરવા જેવો પ્રશ્ન ઉદ્ભવે છે. પૂર્યના તે કાળના માણસોને આપણને સમાગમ થએલો નથી કે તેમના વિચારના માટે આપણને પ્રત્યક્ષ કંઈ ભાન થાય, પણ પૂવોચાએ જે પ્રણાલિકા બાંધેલી જણાય છે તે ઉપરથી આપણને તે વખતની વસ્તુસ્થિતીને કંઈ ખ્યાલ આવે છે. પૂર્વના તે કાળમાં હાલના વખતની પેઠે એક માણસ કે એકાદ કબ યાત્રા માટે જવાને હિંમત કરી શકતું નહિ, પણ ઘણો સમુદાય માત્રા માટે તૈયાર થાય તે વખતે યાત્રા કરી શકતા હતા. એ જે સમુદાય-સંઘ યાત્રા માટે તૈયાર થતા અને યાત્રાએ જતા હતું તે હાલમાં જેટલી દોડાદેડી અને ટુંક વખતમાં યાત્રા કરી જલદી ગૃહ કાર્યમાં વપટાવાની જીજ્ઞાસા ધરાવતા નહતા એમ અનુમાન થઈ શકે છે, તે વખતમાં જેઓ ઘર મુકી યાત્રાર્થે જતા હતા તે ઘરની ફીકર ઘેર મુકી નિશ્ચિંતાથી જતા, જ્યારે હાલના સુધરેલા જમાનામાં ઘર મુકતી વખતે જ વખત મુકરર કરવામાં આવે છે, આટલા ટુંક વખતમાં અમે યાત્રાએ જઈને પાછા આવીશું. પહેલાંના વખતમાં લાંબા કાળમાં જુદા જુદા તીર્થોની યાત્રા નિચિંતાથી કરનાર ભાગ્યશાળી ગણાતા ત્યારે હાલના જમાનામાં છેડા વખતમાં ટાઈમ સર ઘણું તીર્થોની યાત્રા કરનાર અને નિમેલે ટાઈમે તરત ઘેર આવનાર લુસિયારની કોટીમાં આવે છે. પગ રસ્તે યાત્રા કરનાર ઘણેભાગે બે વખત પ્રતિક્રમણ કરી સંચિત વસ્તુનો ત્યાગ કરતા. એક વખત ભોજન કરતા અને બ્રહ્મચર્ય પાળતા અને રસ્તામાં જ્ઞાન ગોષ્ટિ કરી આત્મિક ઉન્નતિના રસ્તા શોધતા, રસ્તામાં આવતા વિવિધ સ્થળોની મુલાકાત લેના, અને જન મંદિરના દર્શનનો લાભ મેળવવા ઉપરાંત પુણ્યશાળી અને ગુણવત ભાણુની મુલાકાત અને સહવાસનો લાભ મેળવતા એટલું જ નહિ પણું જેનોમાં સ્વામી ભક્તિનો કેટલો મહીમાં અને પાદુર્ભાવ છે, તેને સાક્ષાત્ અનુભવ થતો અને તેના પરિણામે પોતામાં કંઈ નતને ભેદ ઉપન્ન થયો હોય તે તે મીથ્યા છે, એવું ભાન થતું. હવે પુરાણકાળને યાદ કરી વર્તમાનમાં થએલી સગવડોને લાભ ન લે અને પુરાણ રીતે વર્તવાનું શરૂ રાખીએ તે જમાનાની પાછળ પડેલા ગઈએ, ત્યારે હવે આપણે એટલું કરવાનું કે વર્તમાન સમયમાં રેલવે વીગેરેની થએલી સવડોને લાભ લેવાની સાથે જમાનાને અનુસરતા આપણા વિચારોમાં શુભ કેવી રીતે થાય અને યાત્રાને યથાર્ય લાભ કેવી રીતે લેઈ આત્મિક ઉન્નતિ કરી શકીએ તે જોવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36