Book Title: Buddhiprabha 1914 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ જાણવા જેગ. ૫૧ (૧) લંડનમાં વિત્ય ભાષાઓનો અભ્યાસ–લંડન કાઉન્ટી કાઉન્સીલની ળ વણી કમિટીએ કાઉન્સીલને ભલામણ કરી છે કે, લંડન ઇન્સ્ટીટયુટમાં પૂર્વ તરફની ભાષાઓના અભ્યાસ માટે એક ગ્રાળા સ્થાપવા માટે દર વર્ષે બે હઝાર પાંડની ગ્રાંટ આપવી. આ શાળાની કારોબારી કમિટીમાં કાઉન્સીલના પ્રતિનિધિઓ તરીકે લોર્ડ એમ્સ અને સર હેનરી કોટનને નીમવામાં આવ્યા છે. (૨) પુરીમાં સંસ્કૃત કેલેજ—દરભંગાના મહારાજાના પ્રમુખપદ નીચે બાંકીપુર ખાતે સંસ્કૃત કમિટીની એક બેઠક થઈ હતી તે વેળા સંસ્કૃત કેળવણી પાછળ દેખરેખ રાખવા માટે એક સુપ્રિન્ટેન્ડેન્ટ અને ચાર ઇસ્પેકરોની બનેલી એક બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. એ ઉપરાંત મુઝફરપુર અને પુરી ખાતે સંસ્કૃત કલેજે સ્થાપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. મુઝફ્ફરપુર ખાતે આયુર્વેદિક ઢબ પ્રમાણે વૈદકને લગતે એક પ્રોફેસર પણ નીમવામાં આવશે. ઉપરાંત પ્રતિવર્ષ સંસ્કૃત પંડિતને પદવીદાન સમારંભ પણ કરવામાં આવશે. (૩) હિંદી સરકારે એક ગણિતશાસ્ત્રની કરેલી કદર –માસના બારોના ટ્રસ્ટની ઓફીસમાં મીએસ. રામાજામ નામના . ૨૦ ના એક કલાકને ના. સરકારે હાલમાં ૨૫૦ પૈડની લરશિપ આપી, ગણિતના ચઢતા અભ્યાસ માટે કૅબ્રિજ મોકલવા સાર પસંદ કર્યો છે. આ મદ્રાસીનું વય ફકત ૨૬ વર્ષનું છે. તે અજબ જેવી હિસાબી શકિત ધરાવે છે. સરકારે તેને કેમ પસંદ કર્યો તેને લગતી વિગત જાણવા જેવી છે. કેબીજની પ્રીનીટી કોલેજ તરફથી નીકળતા મેગેઝીનમાં આવેલા ગણિતને લગતા કેટલાક ગુંચવાડા બરેલા કોયડાઓ ઉકેલીને તેણે તે કોલેજ ઉપર શોખ ખાતર મોકલી આપ્યા હતા. આ કેથડાએ એવા હતા કે જે માટે કેટલાક વિદ્વાન ગણિતશાસ્ત્રીઓ પણ ગોથાં ખાતા એમ કહેવાય છે. કેમ્બ્રીજવાળા પ્રોફેસર નેવિલનું ધ્યાન આ કોયડાઓ ઉકેલનાર તરફ ખેંવાયું હતું તેથી હિંદી સરકારને સિફારસ કરવાથી આ ગૃહસ્થને ઉચ્ચ અભ્યાસ માટે મોકલવામાં આવ્યો છે. (૪) કલકત્તા યુનિવર્સિટીના નવા મદદનિશ હિંદી ફેસરે –કલકત્તા યુનિ. વર્સિટીની ગઈ તા. ૭ મીએ મળેલી સભામાં દર મહિને રૂા. ૧૦,૦૦૦ ના ખર્ચે પિસ્ટ, એજયુએટસિપ માટે વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટે ૨૭ દેશીઓની, મદદનિશ પ્રોફેસર તરીકે નિમણુંક કરવાની, સડકટે કરેલી ભલામણું બહાલ રાખવાની દરખાસ્ત વાઈસ ચાન્સેલર એન. સર આસુતોષ મુકરજીએ મુકી હતી જે વખત સભામાં જુસ્સાદાર વિવેયન થયાં હતાં. પ્રેસીડેન્સી કોલેજના પ્રિન્સિપાલ મી. જેમ્સ તથા બીજા બે પ્રોફેસરોએ આ પ્રથા નાણાંને લગતા હેવાથી તેને વધુ વિચાર માટે મુલતવી રાખવાને સુધારો મુક્યો હતો પરંતુ આખરે સિંડિકેટની ભલામણ એવા ફેરફાર સાથે પસાર કરવામાં આવી હતી કે સિંડિકેટે અમખ્યા પ્રમાણે આ નિમણકો ૩ વર્ષને બળે ૫ વર્ષ માટે કરવી.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36