Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ પ્રાણ તરફ આપણે દયા બતાવવી એ આપણુ ફરજ છે. ૨૧૭ प्राणी तरफ आपणे दया बताववी ए आपणी फरज छे. (લેખક મી. હરિ–કુંજવિહાર ચકલાસી.) દિશા ધ એ સૂત્ર સર્વ કઈ જ બંધુઓને માન્ય છે એટલું જ નહિ પણ દરેક ધર્મના ભક્તો કરતાં આપણે જૈન ભાઈઓ વધારે ઉત્સાહથી તેનું પાલન કરીએ છીએ. આપણે આ સૂત્રનું એટલી હદ સુધી પાલન કરીએ છીએ કે દરેક પ્રાણી તરફ આપણે દયા બતાવવી એ આપણી ફરજ-ધર્મ-છે. યુરોપ, અમેરિકા વિગેરે દેશમાં હાલમાં ઘણા ઘણા માણસોએ માંસાહાર ત્ય છે તે પણ એટલા માટે કે પ્રાણ તરફ દયા બતાવવી એ દરેક માણસની ફરજ છે. જો કે બીજું કારણેને લઈને માંસાહાર બંધ થશે હશે તે પણ તે બધામાં આ મુખ્ય છે એમ મારું માનવું છે. ઘણુ ઘણુ વિદ્વાને હાલના સમયમાં પ્રાણ હિંસા ન કરવા વિષે ભાષણ આપે છે, પુસ્તકો લખે છે અને તે સ ઘળાનું ફળ એ થયું છે કે યૂરોપ કે અમેરિકા જ્યાં માંસાદિકને ખેરાક પુષ્કળ વપરાતે હતા તેમાં પ્રાણીઓનો વધ થતો ધીમે ધીમે અટકે છે અને તેથી માંસ ખોરાક તરીકે પ્રથમ વપરાતું તેના કરતાં હાલમાં ઘણુ થોડા પ્રમાણમાં વપરાય છે. આપણા દેશમાં માંસાહાર કરનાર થોડા હોવાથી પ્રાણીઓને વધ શેડે થાય છે. વસ્તુતઃ સ્થિતિ જોતાં જે કે ઘણું જણું હજુ પણ માંસનો ઉપયોગ કરે છે પણ તેનું પ્રમાણ હિન્દુસ્થાનની વસ્તીના પ્રમાણમાં ડું છે એમ મહારું માનવું છે. પ્રાણીઓમાં કેવી અજબ પ્રેરણબુદ્ધિ છે એ વિશે ઘણું વિદ્વાનોએ વિવેચન કરેલું છે, તેમાં હું એક બે દશેતે આપીશ, જેથી આપણને માલમ પડશે કે પ્રાણુઓની હિંસા કરવાથી આપણે અપૂર્વ કુદરતને નાશ કરીએ છીએ. - યુરેપનો પ્રખ્યાત લેખક એડીસન પોતાના પેકટટર નંબર ૧૨૦-૧૨૧ માં પ્રાણીએની પ્રેરણા બુદ્ધિ વિશે લખે છે તેને અલ્પસાર નીચે પ્રમાણે છે: તેના નાના જનાવરો સાથે હારે ઘણેખરો વખત ગુજારું છું તેથી મારો મિત્ર સર રોજર મારી સાથે ઘણી વાર આનંદથી મને ઠપકો આપતો હતો. તેણે મને બે કે ત્રણ વખત તેના પક્ષીના માળા તપાસતાં પકડ હતા અને ઘણા સમય તેનાં મરચાં અને તેમનાં બચ્ચાં પાસે ક્લાર્કના કલાકે રહેતો તે પણ પકડી પાડયું હતું. તેના ઘરના દરેક પ્રાણીને હું જાતે ઓળખું છું એમ તે ઘણી વાર કહે છે. તેમાંનાં ઘણું મહારાં માનીતાં પક્ષી છે તે તેનું માનવું હતું. “મહારે કબુલ કરવું જોઈએ કે ગ્રામ્ય જીદગી ગુજારતાં જે માણસોને જે કુદરત વિષે વિચાર કરવાનો સમય મળે છે તે સમયને હું ઘણા ઉત્સાહથી ઉપભોગ કરું છું અને હું ઘણેખરો મહારે અભ્યાસ કુદરતના ઈતિહાસના પુસ્તકોને ચલાવું છું તેથી તે પુસ્તકોમાં જે જે સુચનાઓ લેખકોએ કરેલી છે તે અને ખારા અનુભવમાં જે આવે છે તે બન્નેની વચ્ચે સરખામણી કર્યા સિવાય રહી શકતો નથી. એક જાતના પક્ષીને બધે બીજી જાતના પક્ષીઓ કરતાં તદન જુદી હોય છે. તો પણ તેમના તંતુઓ અને સ્નાયુઓમાં જરાએ તફાવત હેતે નથી. પોતાના બાળકોને ઉછે. રવામાં વડીલ પક્ષીઓ કેટલી કેટલી મુશીબતે ભોગવે છે, તેના વિષે વિચાર કરવાથી આ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66