Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૨૨૪ બુદ્ધિપ્રભા. सुविचार रत्नराशि ધ્રુવ ! ( લેખક વીર બાળક. મણિમંદિર—પાદરા ) તમારા અથવા અન્યના જર્યો જા ત્યાં સુખનું જ સંકીર્તન કરે. દુ:ખ સબધી વાતેના પરિત્યાગ કરીને, જેને મળે તેની સાથે સુખનીજ જાતે કરે. વિપત્તિનું વાદળ ભરત ઉપર ઝઝુમી રહેલું જુવે, તેપણુ સુખનીજ વાત કરે; વિપત્તિનું વાદળ તમારાપર તુટી પડયુ હોય, અને લોકો જે સ્થિતિને, દુખના માથે ઝાડ ઉગ્યા જેવી મૃત્યુતા હોય તે સમયે પણુ સુખ સંબધીજ વાતા અને વિચારે કરો. સુખ પ્રાપ્ત હોય અથવા સુખ પ્રાપ્ત થવાનો સંભવ હોય ત્યારે અધિક સુખની વાત કરેા. ખીıએને જ્યારે રોકાતુર બ્લુ, ત્યારે તેમને પ્રસન્નતા પ્રકટાવવાને સત્યાગ્રહ કરે. તેમના શાકના વિષયની વાતે તેમન આગળ ન કાઢે. પશુ સુખનીજ વાતે કાઢે, અને તેમને શાક સવર્ છે થશે. * * સ્થળે સ્થળે સુખ સંબધીજ વાત કરે, તે સર્વદા લાભનેજ કરે છે. અંધકાર દર્શાવવાનુ છેાડી દઈ સર્વને સૂર્યને પ્રકાશજ દર્શાવા, અને સર્વે તમને પણ સૂર્યનેન્ટ પ્રકાસ દર્શાવશે. * * * * * સર્વની આગળ સુખનીજ વાતા કાઢે. એથી તમારૂં આરાગ્ય સુધરરશે, તમારી માનસિક શક્તિએ અધિક તેજસ્વી થશે. અને તમે જ્યાં જશે ત્યાં સર્વ તમારા પ્રતિ આર્જાશે. દુઃખની નિરંતર જાતે કરવાથી શરીર એડેડળ અને કઠ્ઠુ થાય છે. અને સુખનીજ નિર ંતર વાત કરવાથી શરીરનું સૌંદર્ય વધે છે. વળી સુખની નિરતર વાત કરવાથી જે શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક લાભ તમને થાય છે, તેજ લાભ તમારી સુખ સબંધી વાતે પ્રેમપૂર્વક સાંભળે છે તેમતે થાય છે. જે * * * * * સુખનીજ વાતે કરે, તે તમારા મનને નિર ંતર પ્રસન્ન રહેવાને અભ્યાસ પડી જશે, તમારા ઉદાહરણથી ખીજા હજારે, સુખતુંજ સક્રિર્તન કરતાં શીખશે. એક દીપક કે ટલા અસખ્ય દીપકો પ્રકટાવે છે, એ શું તમે નથી જાણતા ? ઉત્તમ જીવન ગાળનારે એકજ મનુષ્ય, તેજ પ્રમાણે, પોતાના સંબધથી, દ્ધારાને ઉત્તમ જીવન ગાળનાર કરી મુકે છે. ખીજાઓને નાહિંમત અને નિરાક્ષ થયેલા જોને તેમના આગળ તેમનામાં હિંમત અને આશા પૂર્ણ વેગથી પુન: પ્રકટે એવી સુખનીજ વાતે કર્યાં કરો. સર્વને માટે ભવિષ્યમાં અસાધારણ સુખ રહેલું હોય છે. તેને વર્તમાનને આણુવાને પ્રયત્ન નહિ કરવાથીજ, ધી મનુષ્ય દુખી રહે છે. તેમના આગળ સુખની વાત કરીને ભાીમાં રહેલાં સુખાને તે જુવે તેમ કરે. જ્યારે મન નિરાશ અને નાહિંમત થયેલુ હાય છે. ત્યારે તે અધ હોય છે તે સ્થિતીમાં તે કેવળ અધકારજ જુવે છે. સુખની વાતે વડે મનમાં જ્યારે પ્રસન્નતાને પ્રકાશ પ્રવેશાવવામાં આવે છે ત્યારે મનતુ અધત્વ નાશ થાય છે અને તેને તેત્ર આવે છે. તે પેાતાના ભાવીમાં રહેલા સુખને જોઇ શકે છે, અને તે પ્રાપ્ત કરવાના પ્રયત્ન આદરી શકે છે માટે સર્વ પ્રસંગે, સર્વ સ્થળે તે સર્વની સાથે સુખનીજ વાત કરે. 發 *

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66