Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 66
________________ જાહેર ખબર. જેન વેતાંબર મૂર્તિપૂજક કામને ખબર આપવામાં આવે છે કે ખરતર ગચ્છમાં થએલા અને તપાગચ્છની ક્રિયા કરનાર પૂજ્ય મુનિરાજ શ્રી મોહનલાલજીના શિષ્યામાં બે મતભેદ પડયા છે. મુનિરાજશ્રી જશમુનિ, મુનિશ્રી કેશરમુનિજી વગેરે ખરતરગચ્છ સ્વીકારે છે અને પંન્યાસહર્ષ મુનિજી વગેરે તપાગચ્છની ક્રિયા કરે છે. ખરતરગચ્છને માનનારા મુનિશ્રી જશમુનિજી કે જેમણે આચાર્ય પદવી લીધી છે તેમની આજ્ઞામાં શ્રી કેશરમુનિજી વગેરે છે. શ્રીયુત કેશરમુનિએ ભારવાડમાં એક છોકરાને દીક્ષા આપી તેનું બુદ્ધિમુનિ નામ પાડયું છે. શ્રી કેશરમુનિજીને ચેલે બુદ્ધિમુનિ એવા નામથી જૈનકામમાં પ્રસિદ્ધ છે છતાં જ્યારે તપાગચ્છ વગેરેની માન્યતાઓ વિરૂદ્ધ તેઓ છપાવે છે ત્યારે તેઓ બુદ્ધિમુનિનું છાપામાં બુદ્ધિસાગર નામ આપીને લેખ છપાવે છે અને તેથી તેમની ધારણા એવી છે કે જૈન કોમમાં યોગનિક મુનિ બુદ્ધિસાગરજી એ લખે છે એમ કેટલાક લોકો જાણેઅને વહેમમાં પડે અને કહે કે આના લખનાર તો ગુજરાતમાં પ્રસિદ્ધ તપાગુછીય મુનિ બુદ્ધિસાગરજી છે. આથી લોકોમાં જુદી જુદી લાગણી ફેલાય. ઈત્યાદિ અને ખરતરગચ્છની સિદ્ધિ થાય, તથા શ્રી જશમુનિજી તથા કેશરમુનિજીનું કોઈ નામ જાણે નહિ. આવી કપટ ભાવનાથી કામ લેનાર મુનિરાજ યશામુનિસૂરિજી અને કેશરમુનિજીને અમારે જણાવવાનું કે આવી રીતે કપટ કળાથી બુદ્ધિમુનિનું બુદ્ધિસાગર નામ છપાવીને તમારું કાર્ય સાધવા માગે છે. તે સિદ્ધ થવાનું નથી; અને તેમજ તમે જુદાં જુદાં નામ પાડીને શ્રી મોહનલાલજી મહારાજના પરિવારની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરી શકવાના નથી. કેશરમુનિજીના બુદ્ધિમુનિનું ખંડન વખતે ભયના માય બુદ્ધિસાગર એવું નામ તેમના ગુરૂ તરફથી આપવામાં આવે છે એમ ગુજરાત વગેરે દેશના જૈનાએ જાણી લીધું છે, અને એ બધી ખટપટ કરાવીને શ્વેતાંબર કામમાં અશાંતિ ફેલાવવા તરીકે શ્રી યશામુનિસૂરિજી તથા શ્રી કેશરમુનિજીનું નામ આગળ આવે છે. શ્રીયુત કેશરમુનિજીને માલુમ કે નાટકના પડદામાં વેષ લાવનાર ભિન્ન નામધારીની પેઠે ગુપ્ત નામ પાડી છપાવી ખરતરગચ્છની ઉન્નતિ કરવી અને પોતાના મત જમાવવા એ આ વિજ્ઞાન જમાનામાં બની શકે તેમ નથી. તમારા પોતાના નામથી બહાર કેમ આવતા નથી ? ક્ષલક બુદ્ધિ મુનિનું ભિન્ન નામ પાડીને કેમ ભિરૂતા બતાવે છે ? પેાતાના ખરા નામથી જાહેરમાં શાસ્ત્રાર્થ કરો અને લેખ લખી છપાવે એજ સિંહના જેવા હોય તેને ઉચિત છે. તમારામાં શક્તિ હોય તો અમદાવાદમાં આવી તપાગચ્છીય સાધુઓ સાથે શાસ્ત્રાર્થ કરી નિર્ણય કરો. અને જે શક્તિ ન હોય તે પોતાનું ચારિત્ર પાળા-ગોની ચર્ચાઓ કરી માંહી માંહે કુસંપ કરવાનો આ વખત નથી. પોતાના ચેલાનું બુદ્ધિ મુનિ નામ છે છતાં કપટથી બુદ્ધિસાગર એમ નામ હવે ફરીથી આપશે તે વિજ્ઞપ્તિ સાથે નક્કી સમજી લેશે કે અમારી તરફથી પણ યશામુનિસુરિ, કેશરમુનિ, ભાવમુનિ વગેરે નામેથી ખરતરગચ્છ વિરૂદ્ધ લેખા બહાર પડશે અને તેમાં તમારે શાચવું પડશે. જેન કામમાં શ્રાવક રત્ન રાયબહાદુર બદ્રિદાસજી વગેરે ખરતરગચ્છના શ્રાવકોએ પોતાના સાધુઓને કલેશ ન થાય અને પરસ્પર સંપ રહે એવી સલાહ આપવી જોઈએ. પુષ્પમાળાના લેખકને પ્રત્યુત્તર, a જૈનશાસનના અઠવાડિક પત્રમાં બુદ્ધિપ્રભામાં ગુપ્ત નામથી લેખ લખવાની સૂચના કરનાર સ બધી જે ઉલ્લેખ છે તે ઉલ્લેખને પ્રત્યુત્તર તો જૈન શાસનમાં ગુપ્ત નામથી પુષ્પમાલાદિ લેખ લખનાર લેખકેએ વિદ્યાને વાવટા ફરકાવી સિદ્ધ કરી બતાવ્યું છે તેથી પુષ્પમાલામાં આવેલા ગુપ્ત અને તેથી શોભીતા ટાઈટલ કોને શોભે તે સ્વયં વિચારી લેવું. લેખક પુષ્પમાલાના માળી.

Loading...

Page Navigation
1 ... 64 65 66