Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 46
________________ ૨૫૪ પ્રભા. શાસ્ત્રો તથા અનુભવીઓને ઉકત વિચાર સંબંધી શો મત છે એ જાણી તેના ગુમ રહેલ રહસ્યને તેની સિદ્ધિના નીયમને પ્રકટ કરવા એ મનુષ્યનું કર્તવ્ય છે. જાણેલું જાણીને બેસી રહેવું એ મનુષ્યનું ભુષણ નથી. નવીન જાણવું અને પ્રકટ કરવું એજ મનુષ્યનું ભુષણ છે. પ્રથમ તે દીર્ધ વિચાર, અખડિત વિચાર,સ્થિર વિચાર એ કોઈ પણ રહસ્ય જાણવામાં ઉપયોગી છે. વિચાર, અંતરમાં ઉતરી, આત્માની નીકટના પ્રદેશમાં પ્રવેશી અમુક રહસ્ય જાણવાની આતુર ઈચ્છાવાળા, સંકલ્પ રહિત આત્મામાં લીન થવું એ જ મોટામાં મોટા અને અજ્ઞાન જગતમાં અસંભવીત મના. યેલા રહસ્યને જાણવાનું પગથી છે. શાસ્ત્રમાં જે દેવી સામર્થ્યનાં વર્ણન છે તે વાંચતાં આપણને મુખમાં પાણી આવે છે પણ તેને અનુભવ શી રીતે થાય એ જાણવા એનું ગુપ્ત રહસ્ય જાણવા પ્રયત્નથી મનુષ્ય સમર્થ છે. અસંભવિત મનાતા કોઈ પણ વિચારને હસી કધાડે નહિ. અસંભવ એ શબ્દને તમારા હદય પ્રદેશમાંથી બાતલ કરો. અશક્ય શબ્દ ઉપર હડતાલ મારો. યોગ્ય પ્રયત્નને આદરો અનેક જ્ઞાનરૂપી ગુન ભંડારોની કુંચી તમારા હસ્તગત છે તેને પ્રયત્નથી ઉઘાડી સૂર્યના પ્રકાશથી પણ અધીક પ્રકાશીત કરો. स्वतंत्रता. (લેખક-ધારા કઇ છે.) સર્વ પ્રાણી માત્ર સ્વતંત્રતા ઇચ્છનાર હોય છે. મેટા મનુષ્યને સ્વતંત્રતા મેળવવાને જેટલી ઇચ્છા હોય છે તેટલી જ નાના મનુષ્યને હોય છે. મોટા મનુષ્ય સ્વતંત્રતા મેળવવાને જેમ ક્રિયા કરે છે તેમજ નાના મનુષ્ય પણ કરે છે, તેમજ આ ઈછા કાંઇ અગ્ય નથી પણ મ્યજ છે. જગતમાં સ્વતંત્ર રહેવાને સ્વભાવિક ગુણ છે તેથી જ તેવી ઈચ્છા સદા મનુષ્યના હૃદયમાં રહે છે. સ્વતંત્રતા મેળવવી એ અગત્યની છે. પ્રાણી માત્ર તે જ્યાં સુધી મેળવી નથી ત્યાં સુધી તે પૂર્ણ થતો નથી તેથી એ મેળવવા માટે આ મનુષ્ય જન્મ છે એમ ધીકારીએ. હવે તેના બે પ્રકાર પડી રહે. એક સ્કૂલથી અને અન્ય કર્મથી. મનુષ્ય જન્મ એ એવું જીવન છે કે જે જીવનથી બંને પ્રકારનાં બંધન તોડી શકાય તેમ છે. આજ ઘણું મનુષ્યનાં જીવન કેવળ પરવશ સરખાં નજરે પડે છે તે શું ઓછું શોચનીય છે? : મનુષ્ય જન્મ પામી કમરૂપ પરતંત્રતાની બેડીને તેડી સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરે એ મનુષ્ય જીવનને સાર્થક છે. આ કર્મરૂપ બેડીને તેડવાને કોઈ પણ પ્રકારના સ્થૂલ સાધનની અગત્ય છે એમ નથી. સાધનના દુરૂપયોગથીજ આપણે કર્મરૂપ પરતંત્રતાની ધુસરીમાં બધુ ઘસડાઇએ છીએ. તેજ સાધનને જે સદુપયોગ થાય તો જ તે ધુસરીમાંથી મુક્ત થવાય તેમ છે. મનુષ્ય વ્યવહાર અને પરમાર્થની જે જે ક્રિયાઓ કરે છે તે સ્વતંત્રતાને માટે જ હોય છે પણ અયોગ્ય ઉપયોગ થવાથી સ્વતંત્રતાને મળતાં જ પરતંત્ર પ્રાપ્ત થાય છે અર્થાત્ બંધ વધે છે ને ઈતિએ જે વૃત્તિ અને જે મનના સદુપયોગથી સ્વતંત્રતા પ્રાપ્ત થાય તેમ છે તેજ ઇંદ્ધિઓ તેજ મન, તેજ વૃત્તિઓના દુરૂપયોગથી બંધન પ્રાપ્ત થાય છે. જાતિના, વિવેકના, ધર્મના એ આદિ અનેક પ્રકારે સ્વતંત્રતા મેળવવાને જ રચાએલ છે પણ તેજ નિયમનું યથાર્થ રહસ્ય જાણી તેનું યથાર્થ પાલન ન થવાથી જ બંધનમાં મુકાઈએ

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66