Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 61
________________ માધ્યમિક કેળવણી. ૨૬૮ - - - નિરસ થાય છે. ઘણીખરી બાબતમાં તે એવી ભૂલ કરે છે કે જે ભૂલે શિક્ષણના નિયમો વડે ભૂલ તરીકે સિદ્ધ થઈ હેય છે. અન્ય કેઈ પણ વિષય કરતાં કેળવણીના વિષયમાં જે વસ્તુ (બાળકનું મન) સાથે શિક્ષકને કામ કરવાનું હોય છે તેની લાયકાતનો ખ્યાલ તેને હેવાની ખાસ અગત્ય છે. શિક્ષકને શિષ્ય વગના મન સાથે અને મનને શરીર સાથે સંબંધ હોવાથી પરોક્ષ રીતે શિષ્ય વર્ગના શરીર સાથે પણ સંબંધ હોવાથી એ આવશ્યક છે કે શિષ્ય વર્ગની શારીરિક અને માનસિક શક્તિઓને તથા જે નિયમાનુસાર તેમને વિકાસ થઈ શકે તેનો ખ્યાલ હેવાની જરૂર છે. આથી દરેક શિક્ષકે માનસશાસ્ત્ર Psychology નું ખાસ અધ્યયન કરવું જોઈએ. પ્રસ્તુત શાસ્ત્રના નિયમને અનુસરીને શિક્ષકે વિચારવું જે ઇએ કે કઈ પદ્ધતિના ઉપયોગથી તે અલ્પ અમે પિતાનું કાર્ય સિદ્ધ કરી શકે અને શિક્ષણને રસિક અને સરળ બનાવી શકે. પ્રસિદ્ધ વિદ્વાન લેડન કહે છે કે “He who shortens the way to learning lengthens life.“જે શિક્ષક જ્ઞાન મેળવવાને મા સરળ અર્થાત સંક્ષિપ્ત કરે છે તે શિષ્યની અંદગી લંબાવે છે. જે રિક્ષણ પદ્ધતિસરનું નહેાય તે પરિણામ એ થાય છે કે વિદ્યાર્થી શ્રમિત થઈ કંટાળે છે અને શિક્ષકને પણ શ્રમ પડે છે. વિધાર્થી શ્રમથી સુસ્ત થાય છે. જે શિક્ષક માર્ગના જ્ઞાન વિના આ મીચીને પ્રયાણ કરે છે તેને કંટાળવું પડે છે અને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. પિતાની ભૂલને સુધારવી પડે છે અને પ્રસ્તુત મૂના અને તેના પરિણામરૂપ નિષ્ફળતાના અનુભવથી તેને વારંવાર શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર અને સુધારો કરવો પડે છે. આ રીતે અનુભવ મેળવતાં તેને ઘણો સમય નિરર્થક વ્યતિત થાય છે અને તે છતાં ઘણે સમયે પણ તેને લાભ બહુજ અદા થાય છે. અંગ્રેજીમાં કહેવત છે કે “Experience teaches fools” “અનુભવ–મહાવરે મૃબંને શીખવે છે. ” અહિ અનુભવ શબદ–મહાવરા Mere practice ના અર્થમાં વપરાયેલ દષ્ટિગોચર થાય છે. કોઈ પણ બાબતને અભ્યાસ કર્યા વિના તે કાર્ય કરવા ઘણા સમય સુધી યત્ન કરવો તેને મહાવરો practice એ નામથી વ્યવહારમાં આપણે ઓળખીએ છીએ. છતાં અનુભવ experience એ શબ્દો કેટલાક લોકે બેટ અર્થ કરે છે. તેઓ કોઈ પણ વિષયના મહાવરાના જ્ઞાન impiricism ને અનુભવ experience એ નામથી વ્યવહારે છે. આ ભૂલના યોગે empiric ઉંટ વૈવ અને experienced અનુભવી બન્નેની સમાન ગણના થતી દષ્ટિગોચર થાય છે. આનું પરિણામ એ થાય છે કે શિક્ષણના અભ્યાસ પ્રત્યે ઉપેક્ષા સ્વાભાવિક રીતે થતી જોવામાં આવે છે. માર્ગ જાણ્યા વિના તે (અજાણયા માર્ગે પ્રયાણ કરવું અને તે અજ્ઞાનના પરિણામ રૂપ સર્વે મુશ્કેલીઓનો અનુભવ મેળવે અને ત્યારબાદ તેથી દૂર રહેતાં શીખવું તે કરતાં તે માર્ગના ભોમીયાની સલાહ પ્રમાણે વર્તવું એ ગુન પુરૂષોને માટે વ્યાજબી અને હિતકર છે. સુર પુરૂષો અનુભવથી શીખવાને પસંદ કરતા નથી. તેઓ શરૂઆતથી જ તે વિષયને લગતી સર્વે ઉપયોગી બાબતેની માહીતિ મેળવે છે, જેથી તેમની મુસાફરી સરળ અને સુગમ થાય છે. શિક્ષણના વિષયમાં પણ ઉપરનું સત્ય એગ્ય રીતે લાગુ પડી શકે છે. જે શિક્ષકે અગાઉથી શિક્ષણશાસ્ત્રનું અધ્યયન કરીને તે પ્રમાણે મહાવરો પાડયો હોય તે તે પિતાની અગાઉ થઈ ગયેલા વિદ્વાનો અને સુધારાના અનુભવ, ચતુરાઈ અને શાધનો લાભ પ્રાપ્ત કરી શકે અને પિતાના ધંધામાં જલદી સફળતા મેળવી શકે ! તે પોતે આનંદ મેળવી, શિષ્યવર્ગને બેજે ઓછા કરી શકે. પરંતુ આધુનિક સંગે જેનાં માધ્યમિક અને ખાસ કરીને આ ગુજરાતી) શિક્ષણના ધંધામાં કોઈ પણ પ્રકારની તાલીમની કે ધંધાને

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66