________________
૨૩૮
બુદ્ધિપ્રભા.
હમેશાં તેને ઘેર સમાચાર પુછવાને બહાને જવા આવવા લાગે. પ્રધાનની પત્ની રાજાને પિતાજી કહીને કહેતી કે સર્વે કુશળતા છે. તે પણ રાજા હમેશાં જઈ જુદી જુદી વાતે કરવા લાગ્યો. આથી તેને શિખામણ આપી ભૂલ ભાગવા ખાતર પ્રધાન પત્નીએ એક તદબીર રચી. રાજાને પિતાના ત્યાં ભજન કરવાને ખેંચ કરી, રાજાને એ જ જોઈતું હતું, તેથી તેણે કબુલ કર્યું. તે વખતે તેને કાળાં, લાલ, કાબરો, સફેદ, પીળાં, એમ વિવિધ રંગનાં વાસણમાં દુધ ભરી રાજા તરફ મૂક્યાં. રાજાએ આ વાસણે જેમાં તે તે ઉપર રૂમાલ ઢાંકેલા તે પણ વાસણના રંગ પ્રમાણે જ હતા. આથી રાજાએ વિસ્મય થઈ પૂછયું કે સધળા વાસણમાં દુધ છે, છતાં વાસણ અને રૂમાલ જુદા જુદા રંગના રાખવાનું શું કારણ છે ? તે સાંભળી પ્રધાન પનીએ કહ્યું કે, કાળી ગાયનું દુધ કાળા વાસણમાં અને ધોળી ગાયનું દુધ ધોળા વાસણમાં છે, એમ જેવા રંગની ગાયનું દુધ છે, તેવું વાસણ રાખેલ છે. રાજા કહે એ તો ઠીક પણ તે તમામ દુધ છે. તે પછી તેમ કરવાને હેતુ શો ? પ્રધાન પત્નીએ કહ્યું તે તમામ દુધજ છે. હે પિતા ! આપ સમજુને વિશેષ શું કહીએ ? કોઇ ઘેલું પુદ્ગલ તે કાઈ કાળુ પુદ્ગલ, એમ જુદા જુદા પુદ્ગલોમાં વસતા આત્માઓનું સ્વરૂપ એકજ જાતનું હોય છે તેના સ્વરૂપમાં કાંઈ રૂપ રંગને બિનને ભાવ છેજ નહિ તેમજ વિષય સુખમાં પણ એક જ જાતને ભ્રમિત આનંદ છતાં અજ્ઞાની મનુષ્યો મુર્ખતાથી સ્વદારા કરતાં, અનંત દુઃખના સ્થાન તથા કપટની ખાણુરૂપ પરધારાને સંગ કરવામાં વિશેષ આનંદ-સુખ માની બેસે છે. રાજા આ ન્યાયથી સમજો અને પોતે આવી ટેવ તથા પદારા ગમનની નીચ વર્તણુંક તજી દઇ પ્રધાન પત્નીની માફી માગી, તેને બ્લેન સમાન ગણ પિતાની સ્વદારાઓથીજ સંપ માનવા લાગ્યો.
વાંચકે! ઉપરોકત ટુંક પણ બોધદાયક દર્શત ખરી રીતથી વિચારવા જેવું છે. પ્રધાન પત્નીએ દીર્ધ દષ્ટિ વાપરીને રાજાને ઉપદેશ કરવા ખાતર બુદ્ધિ વાપરીને સમજાવેલ છે. આપણે પણ તેમાંથી ઉત્તમ બોધ ગ્રહણ કરી પરમમત્વપણું છોડી દેવાની જરૂર છે. એકજ ધાતુ પરથી જુદી જુદી જાતનાં થતાં પાત્રો મુજબ પરિણામે એકજ છતાં પણ વિવિધ જતિનાં હોય છે. તે પછી રક્ત, માંસ અને ચર્મથી વ્યાપ્ત એવા આ નાશકારક અસ્થિર પુદ્ગલોપર સારા ખેટાનું મોહિતપણું રાખી નીચ કાર્યમાં મોહભાવ રાખવો એ વ્યાજબી નથી. બુદ્ધિમાન પુરૂષોએ તો વિચારવું જરૂરનું છે કે પોતાનું પુદ્ગલ પણ સુખ નહિ આપતાં વિપરિત આચરણમાં પ્રવર્તક છે તે પછી અન્ય પુદ્ગલોમાં તે સુખની આશા જ કમાંથી રાખી શકાય? વળી તે બહારના સ્વરૂ૫ સાથે અંતરના સ્વરૂપને ખ્યાલ પણ તપાસવાને છે. એક વિદ્વાન કવિ લખી ગયા છે કે
“મનહર છંદ, પરનારી સારી દેખી, ઝાઝી નવ કરે શેખી, વિચારી જુઓને પેખી, માંહે કામ કેવું છે; રગતથી ખુબ ઠાંસી, ભય હાડ માંસ માંહિ, દેખી મૂર્ખ મોહે જ્યાંહિ, જે નરક જેવું છે. માટે સહુ જન તમે, વિચારોને આવે સમે, મિયા મન શીદ ભમે, ચર્મકંડ જેવું છે; કહે સજજન દાસ, મુકી ને બધી આશ, ધર્મને રાખને પાસ, સુખ દુઃખ હેવું છે.
વળી વિષયવિલાસી અજ્ઞાની બંધુઓને એમ સમજવાનું નથી કે પરદાર ગમનથી સંતોષ વૃત્તિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં યથાર્થ જણાવેલું છે કે “ વિષય સેવવાથી કંઈ