Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૨૩ બુદ્ધિષભા. स्त्रीए शा माटे भण? (લેખક-જસી કાલીદાસ-ડાહીબાઈ પાઠશાળા અમદાવાદ) ભણવાથી અનેક ગુણોની વૃદ્ધિ થાય છે, અને અનેક અવગુણ નાશ પામે છે. જ્યારે જ્ઞાન રૂપી સૂર્યને ઉદય થાય છે, ત્યારે અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામે છે. જે સ્ત્રી પોતે ભણેલી હોય તો પિતાનાં છોકરાંને કેળવણી સારી આપી શકે છે અને કેળવણી આપવાથી તે આગળ ઉપર સારે રસ્તે ચઢી શકે છે, ભણેલી સ્ત્રી નિંદા કરતાં બીજાને અટકાવે છે, અને પોતે સારે રસ્તે ચાલી બીજી સ્ત્રીઓને તેવા રસ્તે દોરે છે. જેમ આંબાને કેરી ન આવી હોય ત્યાં સુધી અકડ રહે છે, અને કેરીઓ આવે છે ત્યારે નીચે નમે છે તેવી જ રીતે જ્યાં સુધી જ્ઞાન નથી મેળવ્યું ત્યાં સુધી અભિમાન રહે છે, અને જયારે જ્ઞાન મેળવાય છે ત્યારે નમ્રતા અને વિનય વિગેરે ગુણો આવે છે. જ્ઞાન ભણવાથી ખરાબ વિચાર ટળી અત્યંત વિશુદ્ધ અધ્યવસાય થાય છે, તેથી સમકિત પ્રાપ્ત થાય છે અને પિતાના હિત અહિતનું સ્વરૂપ જાણી શકાય છે. નાની આદરવા ચોગ્ય આદરે છે અને ત્યાગ કરવા માગ્ય ત્યાગ કરે છે. ચર્મચક્ષુથી તે બાહ્ય વસ્તુ જણાય છે અને જ્ઞાન રૂપી ચક્ષુ પ્રાપ્ત થાય તે અંતરંગની અરૂપી વસ્તુ જણાય છે. જ્ઞાનવાળો જીવ કરાય ન કરે, અને કદાપી કરે તે તરત શમી જાય છે. જ્ઞાનથી દેવ, ગુરૂ, ધર્મ, ઓળખે અને શ્રાવકને દિવસમાં શું કાર્ય કરવાનું છે, તે પણ જાણે. સમકિત સહિત જ્ઞાન, ચારિત્ર, તકાળ મેક્ષનું કારણ છે. ભણવાથી ચાતુર્ય આવે છે, દરિદ્વીપણું ટળી જાય છે, તેથી કમની નિર્જરા ઘણી થાય છે. ભણેલી સ્ત્રીઓ વખતને કિંમતી માને છે. પોતાનાં છોકરાં પણ તેવાં થાય છે. જે સ્ત્રી ભણેલી નથી તેનાં બાળબચ્ચાં પણ અભણ હોય છે. બાળકને માબાપની કેળવણી સારી હેય તે છોકરાં પણ સારો ઉપજે. કુલક્ષણ શીખે નહિ, અને નાનપણમાંથી ભણતાં શીખે. તેને ગૃહવ્યવસ્થા કઠણ પડતી નથી. પોતાની ફરજ બજાવે છે. અભણ સ્ત્રીનાં છોકરાંને કેટલીક કુટેવો જોવામાં આવે છે, ગાળ દે છે; ખરાબ વચન બોલે છે. ભણવાથી સારો આચરણ આવે છે, ધર્મ ઉપર પ્રીતિ વધે છે અને આત્માનો વિચાર કરી અવગુણને ત્યાગ કરે છે. સંસારમાં સુખી જીવન ગાળવાની ઈચ્છા રાખનાર દરેક પુરૂ પિતાના વખતને આળસમાં ગુમાવવો નહિ. કારણ કે આળસુ બેસી રહેનારના મનમાં વિચારોના પ્રવાહ આવ્યા કરે છે અને તેથી તે માણસને ચેન પડતું નથી. દીલગીર માણસને આખુ જગત દુઃખરૂપ ભાસે છે. પીળીઓ થયેલા માણસને દરેક વસ્તુ પીળી જ માલુમ પડે છે. મમત્વ અથવા હું પણું એજ આત્માને કેદમાં નાખનાર કેદખાનું છે. તે કેદખાનાના દરવાજા ઉઘાડનાર સત્ય છે. માટે જ્યારે તે સત્યરૂપી દેવી તમને બેલાવા આવે ત્યારે ઉઠીને તરતજ તેની પાછળ જજે. કદાચ તેને માર્ગ અંધકારમાં થઈને જવાનું હોય પણ આખરે તે જરૂર તે પ્રકાશમાં લઈ જશે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66